બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 india vs new zealand rahul dravid hints suryakumar yadav inclusion in place of hardik pandya

ક્રિકેટ / IND vs NZ: હાર્દિક પંડ્યાના સ્થાને શાર્દુલ નહીં, આ ખેલાડીની થઇ શકે છે ટીમમાં એન્ટ્રી, રાહુલ દ્વવિડે આપ્યો મોટો સંકેત

Kishor

Last Updated: 08:09 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.જેના સ્થાને હવે સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ-11માં સામેલ કરવાનો સંકેત મળી રહ્યા છે.

  • 22 ઓક્ટોબરે ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ
  • હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવાના સંકેત
  • સૂર્યકુમાર યાદવ સ્પિન બોલિંગ વધુ સારી રીતે રમે તે ફાયદો

વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રિકેટ રસીકો માટે આ શ્રેણી એટલે મોટા તહેવાર સમાન છે. જેનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. તો ભારતીય ટીમની પણ વર્લ્ડ કપમાં સારી શરૂઆત ચાલી રહી છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપની તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે ધરમશાળા સ્ટેડિયમમાં રમશે. મહત્વનું છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાને ઇજાને કારણે હાલ તે આરામ પર છે અને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની રહ્યો નથી. જેના કારણે હવે સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવે તેવા સંકેતો વર્તાઈ રહ્યા છે.

આ ભારતીય ખેલાડી બન્યો દુનિયાનો નંબર 1 ટી20 બેટર, પાકિસ્તાનનો રિઝવાન બીજાં  સ્થાને I icc t20 batting ranking surya kumar yadav remains first position

22 ઓક્ટોબરે ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ ખેલાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં ફેરફાર થશે તે નિશ્ચિત છે  કારણ કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઈજાને પગલે હાલ તે ટીમથી બહાર છે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં યોજાઈ હતી. જેમાં રાહુલ દ્રવિડના જવાબ સૂર્યકુમાર યાદવનજ પ્લેઈંગ-11માં સામેલ થવા તરફ ઈશારો કરતા હતા.

sports cricket news mohammed shami wife hasin jahan moved to supreme court  against indian cricketer | શમી હોટલમાં મહિલાઓ સાથે'... પત્ની હસન જહાંએ  લગાવ્યા ગંભીર આરોપ, પહોંચી સુપ્રીમ કોર્ટ
ટીમ ઈન્ડિયામાં 2 ફેરફાર કરવા પડી શકે છે
હાર્દિક પંડ્યાનું ટીમમા કદ મહત્વનું હોવાથી તેમની ગેરહાજરી મોટા ફટકા સમાન ગણવામાં આવી રહી છે.દ્રવિડે પણ પંડ્યાના ન રમવાને મોટો ફટકો ગણાવ્યો છે. જેથી ટીમનું બેલેન્સ જાળવવા માટે પ્લેઇંગ-11માં બે ફેરફારની નોબત આવી શકે છે. કોચ રાહુલ દ્રવિડના કહેવા પ્રમાણે સૂર્યકુમાર યાદવ સ્પિન બોલિંગ વધુ સારી રીતે રમે છે.  નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે આ સારો વિકલ્પ છે. 


મોહમ્મદ શમીને પણ તક મળી શકે છે
બીજી બાજુ બેટિંગ તથા બોલિંગમાં પણ ફેરફાર થઈ શકે છે. જ્યા શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને બોલિંગમાં મોકો મળી શકે છે. ધરમશાલાની પિચ અને હવામાનની સ્થિતિને પગલે ફાસ્ટ બોલરો માટે તે આવકારદાયક છે. વધુમાં શમીના સમાવેશ સાથે ટીમ ઈન્ડિયાના પાંચ નિષ્ણાત બોલર મેદાનમાં હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ