બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 I battled with cancer in the match Yuvraj Singh encouraged Shubman Gill who is battling dengue

World Cup 2023 / કેન્સરથી લડતા લડતા મેં મેચમાં... યુવરાજ સિંહે ડેન્ગ્યુ સામે લડી રહેલા શુભમન ગિલની હિંમત વધારી, પાકિસ્તાન સામે રમવા મુદ્દે જુઓ શું કહ્યું

Megha

Last Updated: 01:05 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે જેમાં શુભમન ગિલ રમશે કે નહીં? મેચ પહેલા યુવરાજ સિંહે શુભમન ગિલ સાથે વાત કરીને પ્રોત્સાહિત કર્યો છે

  • આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે 
  • શુભમન ગિલ આ મેચમાં રમશે કે કેમ? 
  • ગિલ સાથે વાત કરીને યુવરાજ સિંહે તેને પ્રોત્સાહિત કર્યો 
  • મેં કેન્સર સામે લડતી વખતે 2011નો વર્લ્ડ કપ રમ્યો હતો - યુવી 

અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ  તેની આગામી મેચ માટે અમદાવાદ પહોંચી ગઈ છે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. આ સમયે દરેક ચાહક આ સવાલનો જવાબ જાણવા માંગે છે કે શુભમન ગિલ આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે કે કેમ? જો કે, આ અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી પરંતુ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આશા છે કે શુભમન ગિલ શનિવારે પાકિસ્તાન સામે ચોક્કસપણે રમશે.

ગિલ સાથે વાત કરીને યુવરાજ સિંહે તેને પ્રોત્સાહિત કર્યો 
યુવરાજ સિંહને આશા છે કે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાનારી મેચ પહેલા ઓપનર શુભમન ગિલ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. યુવરાજે ખુલાસો કર્યો છે કે તેણે શુભમન ગિલ સાથે વાત કરી છે અને યુવા બેટ્સમેનને પ્રોત્સાહિત કર્યા છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શુભમનની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીમારીના કારણે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ બે વર્લ્ડ કપ મેચો ચૂકી ગયો હતો. જોકે, હવે ગિલ અમદાવાદ પહોંચી ગયો છે.

મેં કેન્સર સામે લડતી વખતે 2011નો વર્લ્ડ કપ રમ્યો હતો
એક વાતચિત દરમિયાન યુવરાજે ખુલાસો કર્યો કે તેણે ગિલને એ વાત યાદ અપાવીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો કે તેણે કેન્સર સામે લડતી વખતે 2011નો વર્લ્ડ કપ રમ્યો હતો. યુવરાજે કહ્યું, "મેં શુભમન ગિલને મજબૂત બનાવ્યો છે. મેં તેને કહ્યું હતું કે હું કેન્સર સામે લડતી વખતે વર્લ્ડ કપ રમ્યો હતો, તેથી હું ઝડપથી ટીમમાં જોડાવા માટે તૈયાર થઈ ગયો હતો. આશા છે કે, તે તેના માટે તૈયાર હશે. જ્યારે તમને ડેન્ગ્યુ તાવ હોય ત્યારે ક્રિકેટ મેચ રમવી ખરેખર મુશ્કેલ છે અને મેં તેનો અનુભવ કર્યો છે તેથી મને આશા છે કે જો તે ફિટ હશે તો તે ચોક્કસ રમશે.

મને લાગે છે કે આ એક શાનદાર મેચ થશે 
મહત્વનું છે કે જ્યારે ભારતે 2011 માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો, તેણે 362 રન બનાવ્યા અને ડાબા હાથની સ્પિન વડે 15 વિકેટ લીધી. આવી સ્થિતિમાં શુભમન માટે તેમનાથી મોટી પ્રેરણા કોઈ ન હોઈ શકે. તે જ સમયે, યુવીએ ભારત-પાકિસ્તાન મેચ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું, "ભારત પહેલેથી જ આત્મવિશ્વાસ ધરાવે છે કારણ કે તેણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. મને લાગે છે કે આ એક શાનદાર મેચ હોવી જોઈએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ