બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final IND Vs AUS after 20 years head to head records

IND Vs AUS / વર્લ્ડકપ 2023: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફરી ફાઇનલ મેચ, બંને વચ્ચે 13 વખત થઈ છે ટક્કર, જાણો કઈ ટીમનું પલડું ભારે

Arohi

Last Updated: 12:02 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final IND Vs AUS: પાંચ વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને ત્રણ વિકેટે હરાવીને પોતાની આઠમાં વર્લ્ડ કપ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

  • 20 વર્ષ બાદ આમને સામને ભારત-ઓસ્ટ્રેલિયા 
  • બંને વચ્ચે 13 વખત થઈ છે ટક્કર
  • જાણો કઈ ટીમનું પલડું ભારે

પાંચ વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને ત્રણ વિકેટથી હરાવીને પોતાની આઠમાં વર્લ્ડ કપ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જેમાં 19 નવેમ્બરે અમદાવાદમાં તેનો સામનો યજમાન ભારત સાથે થશે. 

20 વર્ષ બાદ ફરી એક વખત ભારતનો સામનો વર્લ્ડ કપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. 23 માર્ચ 2003નો એ વર્લ્ડ કપ ફાઈનલ દરેક ક્રિકેટ ફેનને યાદ હશે. જ્યારે ઓસ્ટ્રિલાયની ટીમે ભારતને 125 રનોથી હરાવીને ટ્રોફી જીતવાનું સપનું તોડ્યું હતું. 

20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા 
ઓસ્ટ્રેલિયાથી 2003 વર્લ્ડ કપનું ફાઈનલ હારનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન ત્યારે સૌરવ ગાંગુલી હતા અને તે વર્લ્ડ કપમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સૌથી વધારે 673 રન બનાવ્યા હતા. 

ભારત સચિન તેંડુલકરના 673 રનો છતાં ટ્રોફી જીતવામાં સફળ ન થઈ શક્યા. 2003 વર્લ્ડ કપ ફાઈનલની હારથી સચિન તેંડુલકર સહિત ભારતના બધા ક્રિકેટ ફેંસનું દિલ તૂટી ગયું હતું. પરંતુ હવે ભારત પાસે હારનો બદલો લેવાની સારી તક છે. બન્ને ટીમ 20 વર્ષ બાદ આમને-સામને જોવા મળશે. 

ભારત અને ઓસ્ટ્રેલિયામાં કોણ કોના પર ભારે? 
વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમોની વચ્ચે કુલ 13 મેચ રમાઈ છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે કુલ 8 મેચ જીતી છે. ત્યાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં કુલ 5 મેચ જીતી છે. 

ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પહેલી મેચ 1983માં જીતી હતી. કપિલ દેવની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયાએ ત્યારે કંગારૂ ટીમને 118 રનોથી મ્હાત આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ