બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / women must add these nutrients to diet after crossing the age of 20 for good health

વુમન્સ હેલ્થ / જો તમારી પણ ઉંમર છે 20 વર્ષથી વધારે! તો આજથી જ છોકરીઓએ ડાયટમાં સામેલ કરવી જોઇએ આ પોષકતત્વોથી ભરેલી ચીજ

Vaidehi

Last Updated: 03:43 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે પોતાના શરીરની ધ્યાન રાખવાનું ભૂલી જતાં હોઈએ છીએ અને અંતે બીમારીને આમંત્રિત કરીએ છીએ. તેથી આ પોષકતત્વોને તમારા ડાયટમાં ઉમેરવાનું ચૂકશો નહીં.

  • મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ રાખવું ધ્યાન
  • 20ની ઉંમર પછી ચોક્કસ પોષકતત્વોનું સેવન જરૂરી
  • પોતાના ડાયટમાં ફેરફાર કરી રહી શકો છો સ્વસ્થ

શરીરને સ્વસ્થ રાખવા માટે ભિન્ન-ભિન્ન પ્રકારનાં પોષકતત્વોનું સેવન અતિઆવશ્યક છે. લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરીને તમે તમારા ડાયટમાં જરૂરી એવા પોષકતત્વો ઉમેરીને તમારા હેલ્થને સારું કરી શકો છો. ખાસ કરીને મહિલાઓએ 20ની ઉંમર બાદ આ પોષકતત્વોનું સેવન કરવું જ જોઈએ જેથી આગળનાં ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચી શકાય.

ફોલેટ
હાર્ટ હેલ્થ, નર્વસ ફંક્શન, મસલ હેલ્થ, એનર્જી, ડાઈજેશન, બ્લડ હેલ્થ, ભૂખને કંટ્રોલ કરવા અને આંખો-સ્કિન માટે ઉત્તમ માનવામાં આવતું તત્વ એટલે ફોલેટ. તેના સેવનથી પ્રેગનેંસી દરમિયાન બર્થ ડિફેક્ટનો ખતરો પણ ઓછો થાય છે.

સોર્સ- બ્રોકલી, છોલે, લીલાં શાકભાજી

આયરન
હોર્મોનલ બેંલેન્સની સાથે સાથે શરીરનાં વિવિધ કાર્યો માટે આયરનને મહત્વનું માનવામાં આવે છે. આયરન શરીરનાં તમામ ભાગોમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આયરનનું સેવન વિટામિન સીની સાથે કરવાથી તે સારી રીતે અવશોષિત થઈ જાય છે.

સોર્સ- કિશમિશ, દાળ, સોયાબીન, તિલ

કેલ્શિયમ
બોન હેલ્થ, દાંત, મસલ ફંક્શન, હાર્મોનલ બેલેંસ વગેરે માટે મહત્વનું હોય છે.

સોર્સ- રાગી, પનીર, બાથુઆનાં પાન, તલનાં બીજ

વિટામિન ડી
મનુષ્યનાં શરીર માટે વિટામિન ડી અતિ આવશ્યક છે. વિટામિન ડીનો સૌથી સારો સોર્સ સૂર્યપ્રકાશ હોય છે. તે શરીરને નિયંત્રિત રાખવા માટે અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફેટ જેવા મિનરલ્સને પચાવવા માટે ઘણો જરૂરી છે. વિટામિન ડી ઈમ્યૂન સિસ્ટમને તંદુરસ્ત રાખવા અને હાડકાઓ તેમજ દાંતનાં ગ્રોથને વધારવા  માટે પણ કામ આવે છે.

સોર્સ- સૂર્યપ્રકાશ, મશરૂમ, ઈંડાનો પીળો ભાગ

મેગ્નેશિયમ
મેગ્નેશિયમ એક ખનીજ છે જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે તેથી તેને માસ્ટર ખનીજ પણ કહેવામાં આવે છે. હદય યોગ્યરીતે કામ કરે તે માટે શરીરમાં મેગ્નેશિયમ હોવું ખૂબ જરૂરી છે. 

સોર્સ- કેળા, એવાકાડો, નટ્સ, લીલી શાકભાજી, અંજીર, જુવાર

ઓમેગા-3 ફેટી એસિડ
ઓમેગા-3 ફેટી એસિડ કેટલાક એવા જરૂરી પોષક તત્વોમાંનો એક છે જેની આપણા શરીરને ઘણી જરૂર હોય છે.તે આપણાં સ્વાસ્થ્યની સાથે સ્કિન અને માનસિક સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે.શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઊણપને લીધે અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

સોર્સ- ઘી, એવાકાડો, ઓલિવ ઓઈલ, અખરોટ, ચીયા સીડ્સ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ