બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Women living outside the home have sex with more than one partner, find out another shocking revelation

સરકારી સર્વે / ઘર બહાર રહેતી મહિલાઓ એકથી વધારે પાર્ટનર સાથે બાંધે છે શારીરિક સંબંધો, જાણો બીજા ચોંકાવનારા ખુલાસા

Hiralal

Last Updated: 04:45 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચમા નેશનલ હેલ્થ ફેમિલી સર્વેમાં મહિલાઓની સેક્સ લાઈફને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી જાણકારી
  • એક મહિના ઘરની બહાર રહેવાથી લોકો વધુ સેક્સ્યુઅલ પાર્ટનર રાખતા થઈ જાય છે 
  • મહિલાઓ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે પુરુષો કરતા વધારે સેક્સ કરે છે
  • પુરુષો અને મહિલાઓ સરેરાશ સાત દિવસના અંતરે સેક્સ કરે છે

ભારતમાં હજુ પણ લોકો સેક્સ વિશે વાત કરવાનું ટાળે છે. જો કે આ જ શરમ અને સંકોચ ક્યારેક ક્યારેક લોકોને ખતરનાક બીમારીઓ પણ આપી દે છે. નેશનલ ફેમિલી હેલ્થના પાંચમા સર્વેમાં ભારતીયોની સેક્સ લાઈફ સાથે જોડાયેલા ઘણા સવાલોને એચઆઈવી જેવા જીવલેણ રોગોના જોખમને સમજવા માટે પૂછવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત સેક્સની ઉંમર, યૌન સંબંધિઓની સંખ્યા અને યૌન સંબંધિઓની સંખ્યા અને સેક્સ માટે કેટલી રકમ ચૂકવવી પડતી હતી.

એકથી વધુ પાર્ટનર સાથે સંબંધ રાખવાથી એચઆઈવીનો ખતરો 

નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટ અનુસાર ઘરમાં રહેતા એકથી વધુ યૌન સાથી, જીવનસાથી કે પાર્ટનર સિવાય અન્ય લોકો સાથે યૌન સંબંધ રાખવાથી એચઆઈવીનો ચેપ લાગવાનો ખતરો ઘણો વધી જાય છે.

એક મહિના ઘરની બહાર રહેવાથી લોકો વધુ સેક્સ્યુઅલ પાર્ટનર રાખતા થઈ જાય છે 
એક મહિના કે તેથી વધુ સમય સુધી ઘરની બહાર રહેવાથી લોકોને એકથી વધુ સેક્સ્યુઅલ પાર્ટનર થવાની સંભાવના વધી જાય છે. એ જ રીતે શિક્ષિત અને શ્રીમંત ભારતીયોમાં પણ આ વલણ વધુ જોવા મળ્યું હતું.

પુરુષો અને મહિલાઓ સરેરાશ સાત દિવસના અંતરે સેક્સ કરે છે
 ભારતીય સર્વેમાં જાણવા મળ્યું છે કે, પુરુષો અને મહિલાઓ સરેરાશ સાત દિવસના અંતરે સેક્સ કરે છે. મોટી ઉંમરની સ્ત્રીઓમાં સેક્સ માણવાનો અંતરાલ વધી જાય છે. જેમ કે 45 વર્ષની ઉંમરમાં મહિલાઓમાં સેક્સનો અંતરાલ 7 દિવસથી વધીને 20થી 21 દિવસ સુધી થઇ જાય છે. જોકે, પુરુષોમાં તેનાથી તદ્દન વિપરીત વલણ જોવા મળ્યું હતું. 16 વર્ષની ઉંમરે 20 વર્ષની ઉંમરે સેક્સ કરવાનો સમયગાળો 45 વર્ષની ઉંમરે ઘટીને 8 દિવસ થઈ જાય છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી પરણેલા પુરુષો અને સ્ત્રીઓએ અપરિણીત લોકો કરતાં ઓછું સેક્સ માણ્યું હતું.

ઘરની બહાર રહેવાથી થાય છે અસર 
 સેક્સ સાથે જોડાયેલા આ તમામ આંકડા જ્યારે લોકો ઘરની બહાર હોય છે ત્યારે બદલાઈ જાય છે. મહિલાઓ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે પુરુષો કરતા વધારે સેક્સ કરે છે. જ્યારે મહિલાઓ એક મહિના કે તેથી વધુ સમય માટે ઘરથી દૂર રહે છે, ત્યારે તેમના જાતીય ભાગીદારોની સંખ્યા સરેરાશ 1.7 ની સામે વધીને 2.3 થઈ જાય છે. (પુરુષો માટે તે 2.1 જેવું જ રહે છે). 56 ટકા છોકરીઓએ કહ્યું કે જ્યારે તેઓ ઘરની બહાર હોય છે ત્યારે તેઓ સેક્સ કરે છે. માત્ર 32 ટકા પુરુષો ઘરથી દૂર હોય ત્યારે શારીરિક સંબંધ બાંધે છે.

સેક્સ વિશે અલગ અલગ અનુભવો 
સેક્સ અંગેના આ અનુભવો મહિલાઓ અને પુરુષો બંનેમાં અલગ અલગ હોય છે. જ્યારે ઘરથી દૂર હોય છે, ત્યારે મહિલાઓ સેક્સનો વધારે ઉપયોગ કરે છે. મોટે ભાગે તેઓ બે કે તેથી વધુ ભાગીદારો સાથે સંબંધ બાંધે છે અથવા ઘરની બહાર પતિ સિવાય અન્ય કોઈ સાથે સંબંધ બાંધે છે. જો કે, એવી ઘણી ઓછી મહિલાઓ છે જે ચૂકવણી કરીને સેક્સની મજા માણે છે જ્યારે મોટાભાગના પુરુષો આવું કરે છે. આ આંકડો પુરુષોમાં 53 ટકા અને મહિલાઓમાં 3 ટકા છે.

શા માટે મહિલાઓ ઝડપથી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે 
સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓ પુરુષોની તુલનામાં ઝડપથી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. તેમનું સેક્સ્યુઅલી એક્ટિવ હોવું ઘણી બાબતો પર નિર્ભર કરે છે. એનએફએચએસના ડેટા અનુસાર, છોકરાઓની તુલનામાં છોકરીઓને 15 વર્ષની ઉંમર સુધીમાં સેક્સનો અનુભવ થવાની શક્યતા વધારે હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ