બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Woman Speaking to 14 Men Through Matrimony Asks Internet to Choose the 'Right One' For Her

છોકરી માટે લાઈન લાગી / '14 સાથે ચાલી રહી છે વાત, કોની સાથે લગ્ન કરું'? છોકરી પૂછે પછી પૂછવું જ છું? મળ્યાં શરમાળ જવાબ

Hiralal

Last Updated: 05:53 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 છોકરા સાથે વાત ચાલી રહી છે મારે કોની સાથે લગ્ન કરવા જોઈએ તેવી છોકરીની પોસ્ટ પર ટ્વિટર યૂઝર્સે મજેદાર જવાબ આપ્યાં છે.

  • ટ્વિટર પર છોકરીએ માગી લગ્નની સલાહ
  • 14 છોકરાઓ સાથે ચાલી રહી છે લગ્નની વાત
  • લોકોએ પણ આપ્યા મજેદાર જવાબ 

ટ્વિટર પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. દાવા મુજબ આ પોસ્ટ એક છોકરીની છે, જેમાં તે કબૂલાત કરી રહી છે. 29 વર્ષની આ યુવતી B.Com ગ્રેજ્યુએટ હોવાની માહિતી મળી છે. હાલ તે કામ કરી રહી નથી અને મેટ્રિમોનિયલ સાઈટ પર 14 છોકરાઓ સાથે લગ્નની વાત ચલાવી રહી છે.

14માંથી કોની સાથે લગ્ન કરું, સલાહ આપજો 
આ છોકરીએ લાયકાત અને વાર્ષિક કમાણી સાથે તમામ 14 છોકરાઓની યાદી પણ શેર કરી છે અને ટ્વિટર પર લોકોને પૂછ્યું છે કે આ 14 છોકરાઓમાંથી કયા છોકરા સાથે લગ્ન કરવા જોઈએ?  છોકરી જે 14 છોકરાના નામ આપ્યાં છે તેમાં વાર્ષિક 14 લાખથી 45 લાખ રુપિયાની કમાણી કરનારા સામેલ છે. યુવતીએ હાજર તેમની ઉંમર, કંપની અને શહેરોના નામ પણ આપ્યા છે. એટલું જ નહીં, યુવતીએ પુરુષોની ટાલ અને તેમની લંબાઈ વિશે પણ ચર્ચા કરી છે. 

છોકરી પૂછે પછી પૂછવું જ શું, તૂટી પડ્યાં યૂઝર્સ 
હવે સલાહ-શીખામણ આપવા તો લોકો ટાંપીને બેઠા જ હોય છે અને તેમાંય છોકરી પૂછે પછી પૂછવું જ શું. ટ્વિટર યૂઝર્સ દ્વારા છોકરીને ઘણા મજેદાર જવાબ અપાયા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે એરેન્જ મેરેજ ખૂબ જ અપમાનજનક પ્રક્રિયા છે. શું છોકરીના લગ્ન કોઈ છોકરા સાથે થઈ રહ્યા છે. એક ટ્વિટર યુઝરે સૂચવ્યું છે કે 29 વર્ષની નોકરી વગરની બીકોમ ગર્લ માટે 20 લાખ પગારવાળો છોકરો યોગ્ય છે. વર્ષે 45 લાખ કમાતો છોકરો આવી છોકરી સાથે કેમ લગ્ન કરે. કોઈએ લખ્યું કે પ્રાઈમ એજ વીતી ગયા બાદ પણ આ યુવતી પાસે ઘણા બધા ઓપ્શન છે. આ બતાવે છે કે લગ્ન બજારમાં લોકો છોકરીઓ તરફ કેવું વલણ ધરાવે છે. સાથે જ કેટલાક ટ્વિટર યૂઝર્સે પણ તે નકલી હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ