બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Wives of foreign presidents wearing Indian saris at G20 dinner

G20 Summit / VIDEO : G20 ડિનરમાં ભારતીય સાડી પહેરીને આવી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોની પત્નીઓ, જુઓ કોણ કેવું દેખાયું

Vishal Khamar

Last Updated: 12:09 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાડી એ ભારતીય મહિલાઓનો પરંપરાગત પહેરવેશ છે, ભારતમાં યોજાયેલી G-20 સમિટના રાત્રિભોજન સમારંભમાં પણ સાડીનો દબદબો રહ્યો હતો. ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત જી-20 ડિનરમાં જાપાન અને મોરેશિયસના વડાપ્રધાનની પત્ની પણ સાડીમાં જોવા મળ્યા હતા.

  • G-20 નાં પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ વિદેશી મહેમાનો માટે રાત્રિભોજનનું આયોજન કર્યું
  • વિદેશી મહિલાઓ પરંપરાગત ભારતીય મહિલાઓનાં પહેરવેશ સાડીમાં જોવા મળ્યા
  • મોરેશિયસના વડાપ્રધાનની પત્ની પણ સાડીમાં જોવા મળ્યા હતા

G20 Summit : નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટના પ્રથમ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કોન્ફરન્સમાં ભાગ લેનારા વિદેશી મહેમાનો માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ રાત્રિ ભોજનમાં મહેમાનો માટે બાજરીની વાનગીઓ ખાસ સામેલ કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રપતિ વતી આ રાત્રિભોજનમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રાત્રિભોજન દરમ્યાન જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાની પત્ની અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથની પત્નિ સાડીમાં જોવા મળ્યા હતા. તેમજ આ સિવાય વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાની પત્ની પણ સાડીમાં જોવા મળ્યા હતા. 

રાત્રિભોજન દરમિયાન જાપાનના પીએમની પત્ની સાડીમાં જોવા મળ્યા
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા તેમની પત્ની યુકો કિશિદા સાથે G-20 સમિટમાં ભાગ લેવા આવ્યા છે. યુકો કિશિદા શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજન સમારંભમાં તે સાડીમાં જોવા મળ્યા હતા.

મોરેશિયસના વડાપ્રધાનની પત્ની પણ સાડીમાં જોવા મળ્યા
G-20 સમિટમાં ભાગ લેવા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ પણ તેમની પત્ની કબિતા રામદાની સાથે આવ્યા છે.  ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજન સમારંભમાં કબિતા રામદાની પણ સાડીમાં જોવા મળ્યા હતા.

રિતુ બંગા પણ સાડીમાં જોવા મળ્યા
વિશ્વ બેંક અને WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ G-20માં ભાગ લેવા આવ્યા છે. વિશ્વ બેંક વતી પ્રમુખ અજય બંગાએ G-20 સમિટમાં ભાગ લીધો હતો. તેમની સાથે તેમની પત્ની રિતુ બંગા પણ ભારત આવ્યા છે. જી-20 રાત્રિભોજન દરમિયાન રિતુ બંગા પણ સાડીમાં જોવા મળ્યા હતા.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ બે દિવસીય G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. રાત્રિભોજન સમારંભ દરમિયાન પણ તે સાડીમાં જોવા મળ્યા હતા.

ગીતા ગોપીનાથ પણ સાડીમાં જોવા મળી હતી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા આયોજિત ડિનરમાં IMFના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડિનર દરમિયાન ગીતા ગોપીનાથ પણ સાડીમાં જોવા મળી હતી. ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલયે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગીતા ગોપીનાથ સાથેનો ફોટો શેર કર્યો છે. નાણામંત્રીના નિર્મલા સીતારમણ ભોજન સમારંભમાં ગીતા ગોપીનાથને મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ