બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / With the passing away of Pandit Jasraj ji

દેહાવસાન / 'સંગીત માર્તંડ' પંડિત જસરાજનું અમેરિકા ખાતે હાર્ટ એટેકથી નિધન

Kavan

Last Updated: 06:55 PM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકા ખાતે દેહાવસાન થયું છે. તેમના નિધન અંગેની જાણકારી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી.

  • 'સંગીત માર્તંડ' પંડિત જસરાજનું અમેરિકામાં દેહાવસાન
  • રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી 

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આપને જણાવી દઇએ કે, પંડિતજીનું 90 વર્ષની વયે અમેરિકા ખાતે નિધન થયું હતું.

કોણ હતા પંડિત જસરાજ?

હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના પિલી મંડોરી ગામમાં જન્મેલા પંડિત જસરાજ જે મેવાતી ઘરાનાનાં ગાયક છે તે ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રતિ ભક્તિ માટે જાણીતું છે.એમણે પંડિત મનીરામ, જયવંત સિંહ વાઘેલા, ઉસ્તાદ ગુલામ કાદર ખાન (મેવાત ઘરાના) અને સ્વામી વલ્લભદાસ (આગરા ઘરાના) પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી હતી.

મેવાતી ઘરાનાના સંગીત યુગના ગાયક

પંડિત જસરાજ મેવાતી ઘરાના સંગીત યુગના ગાયક છે. જેની સ્થાપના ઉસ્તાદ ઘગ્ગે નઝીર ખાન અને ઉસ્તાદ વાહિદ ખાને જોધપુરના દરબારમાં કરી હતી.

એમને વર્ષ 1987માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1990માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી, 2000માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી, 2010માં ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.તેઓ કૃષ્ણ અને હનુમાનજીના ભક્ત છે. મોટે ભાગે ભગવાન શ્રીકૃષ્ણના ભજન ગાય છે.

પિતા મોતીરામજી પાસેથી મેળવ્યું હતું ગાયકીનું પ્રશિક્ષણ

શરૂઆતમાં, એમના પિતા મોતીરામે જ એમને ગાયકીનું પ્રશિક્ષણ આપ્યું હતું. બાદમાં એમણે તેમના ભાઈ અને ગુરુ પંડિત મનીરામની સાથે એક તબલાવાદકના રૂપમાં કાર્ય શરૂ કર્યું હતું.

એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ના ખગોળવિદ્ય અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનૉમિકલ યૂનિયન (IAU)ના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખ્યુ છે.

વાળ નહીં કપાવવાની લીધી હતી પ્રતિજ્ઞા

પંડિત જસરાજ મૂળ તબલાવાદક બનવા માગતા હતા. 1946માં એમણે કલકત્તામાં એક ભારતીય શાસ્ત્રીય કાર્યક્રમમાં તબલાવાદન પેશ પણ કર્યું હતું. પરંતુ એ સમયમાં લોકો તબલાવાદકને હીણભાવનાથી જોતા હતા એટલે એમણે સંગીતકાર બનવાનું નક્કી કર્યું હતું. 14 વર્ષની ઉંમરે જ એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે જ્યાં સુધી પોતે સંગીતકાર નહીં બને ત્યાં સુધી પોતાના માથાના વાળ નહીં કપાવે.

જાણીતા સંગીતકાર બંધુઓ – જતીન અને લલિત એમના ભત્રીજા છે અને અભિનેત્રી સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત એમની ભત્રીજીઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ