બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Will you know in advance when you are going to die

ડેથ ટેસ્ટ / અગાઉથી જ ખબર પડી જશે ક્યારે મરવાના છો? જાણો કેવી રીતે થઈ શકે મોતની આગાહી

Hiralal

Last Updated: 07:32 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરવું કોઈને ગમતું નથી પરંતુ જો કોઈને અગાઉથી પોતાના મોતની ખબર પડે તો ઘણો બધો ફર્ક પડી જાય છે. મોતની આગાહીને લઈને ફરી રિસર્ચ શરુ થયું છે.

  • ભવિષ્યમાં કોઈના મોતની આગાહી થઈ શકશે 
  • યુકેના સંશોધકો ડેથ ટેસ્ટ પર રિસર્ચ કરી રહ્યાં છે
  • લોહીમાં બાયોમાર્કરની તપાસ દ્વારા જાણી શકાય મોતનો સમય 
  • આંખો પરથી જાણી શકાય ક્યારે થવાનું છે મોત 

હવે કોઈના મોતની આગાહી થઈ શકે તે દિવસો દૂર નથી અને દુનિયામાં આ દિશામાં એક મોટું કામ શરુ થઈ ચૂક્યું છે. સદીઓથી માનવને પોતાના મોતનો સમય જાણવામાં ભારે ઉત્સુકતા રહી છે જે હવે આગામી દિવસમાં પાર પડી શકે છે. વૈજ્ઞાનિકો પણ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને પહેલા જ તેના મોતની ખબર પડી જાય તો તે એવું કામ કરવા લાગે છે કે તે દુનિયાને બદલી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કોઇ પણ માનવીના મોતની આગાહી કરી શકાય છે. આ ટેસ્ટને ડેથ ટેસ્ટ કહેવામાં આવી રહ્યો છે.

શું છે ડેથ ટેસ્ટ?
ડેથ ટેસ્ટને સામાન્ય ભાષામાં એક પ્રકારનો લોહીનો ટેસ્ટ કહી શકાય. આ ટેસ્ટમાં કોઇ પણ વ્યક્તિના લોહીમાંથી બાયોમાર્કરની તપાસ કરવામાં આવશે. તેના પરથી નક્કી થશે કે તેનું મોત ક્યારે થઈ શકશે શું નજીકના ભવિષ્યમાં તેનું મોત થવાનું છે કે નહીં. આ ટેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સૌથી મોટી ભૂમિકા રહેશે. જો કે આ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે.

ડેથ ટેસ્ટ પર સંશોધન કોણ કરી રહ્યું છે?
 યુકેની નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ડેથ ટેસ્ટ પર રિસર્ચ કરાઈ રહ્યું છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ પેટર્ન શોધી કાઢી હતી. આ મૃત્યુની આગાહી કરી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ વિશિષ્ટ પેટર્ન મૃત્યુની આગાહી કરવામાં મદદ કરશે. આ રિસર્ચમાં 40થી 69 વર્ષના એક હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડિત હતા. 

આંખોથી પણ થઈ શકે મોતની આગાહી 

એક રિસર્ચમાં એ વાત પણ સામે આવી હતી કે કોઇ પણ વ્યક્તિનું મોત પણ આંખોથી જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિ હૃદયરોગમાંથી પસાર થઈ રહી હોય, તો અભ્યાસમાં એઆઈ રેટિનાને સ્કેન કરે છે અને મૃત્યુનો અંદાજિત સમય જણાવે છે. આંખોને જોઈને મનુષ્યનો જૈવિક યુગ ક્યારનોય જાણી શકાય છે.

ડેથ ટેસ્ટના અગાઉ પણ અખતરા થઈ ચૂક્યા છે 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્સિલવેનિયાની હેલ્થકેર સિસ્ટમ ગીસિંગરે પણ આ અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં, એઆઈ દ્વારા ઇકોકાર્ડિયોગ્રામ વિડિઓઝ જોઈને મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ સાથે, મૃત્યુની જાણ એક વર્ષ અગાઉથી થઈ શકે છે. જો કે, આ અભ્યાસ અકાળે મૃત્યુના સંકેતોને સમજવા માટે કરવામાં આવ્યો છે. કુદરતી મોતને તેમાંથી બાકાત રખાયું હતું કારણ કે તે તો ગમે ત્યારે આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ