બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Will OTT platforms not work with Kangana Ranaut? The actress made a shocking tweet,

બોલિવુડ / શું OTT પ્લેટફોર્મ કંગના રનૌત સાથે કામ નહીં કરે? એક્ટ્રેસે કર્યું ચોંકાવનારું ટ્વિટ, કહ્યું 'ભાજપને સમર્થન...'

Megha

Last Updated: 03:33 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની ક્વીન કંગના રનૌત બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવા માંગે છે. પરંતુ અભિનેત્રીનું કહેવું છે કે કોઈ તેને સાથ નથી આપી રહ્યું.

  • બોલિવૂડની ક્વીન કંગના રનૌતનો કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. 
  • કંગના રનૌત બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવા માંગે છે. 
  • કંગનાએ કોઈ OTT તેની સાથે કોઈ કામ કરવા માંગતું નથી.

તેના બેબાક અને વિવાદિત નિવેદનો માટે જાણીતી એવી બોલિવૂડની ક્વીન કંગના રનૌતનો કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેત્રી ક્યારેય પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ડરતી નથી અને દેશ સાથે જોડાયેલા દરેક મુદ્દા પર અભિનેત્રીનો અભિપ્રાય ચોક્કસપણે આગળ આવે છે. 

તાજેતરમાં જ અભિનેત્રીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે તેને આમંત્રણ મળ્યું હતું જેની માહિતી તેણીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ તેની આવનારી ફિલ્મ 'ઇમરજન્સી' માટે ચર્ચામાં રહેલ કંગનાએ હવે કંઈક એવું કહ્યું છે જેનાથી બધાનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે. વાત એમ છે કે કંગના બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવા માંગે છે. પરંતુ અભિનેત્રીનું કહેવું છે કે કોઈ તેને સાથ નથી આપી રહ્યું. 

કંગના બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે પરંતુ તેની સાથે કોઈ કામ કરવા માંગતું નથી. જેના કારણે ફિલ્મ પર કામ થઈ રહ્યું નથી. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર કંગનાને એક ચાહકે પૂછ્યું હતું કે શું તેણીને એક દમદાર ફિલ્મ સાથે બિલકિસ બાનોની વાર્તા કહેવામાં રસ છે. તમે વિશ્વને બતાવવામાં સમર્થ હશો કે કેવી રીતે રાજ્ય સરકારે કોઈ ચોક્કસ સમુદાય પર આતંક ફેલાવવા માટે આતંકવાદી સંગઠન સાથે સહયોગ કર્યો.

આ વાત પર કંગનાએ કહ્યું કે તેને ફિલ્મની રિલીઝ માટે સ્ટુડિયો અને OTT તરફથી સપોર્ટ નથી મળી રહ્યો. આ ટ્વીટને રીટ્વીટ કરતા તેણે લખ્યું - “હું તેના પર ફિલ્મ બનાવવા માંગુ છું, મારી પાસે સ્ક્રિપ્ટ તૈયાર છે, મેં તેના પર ત્રણ વર્ષથી રિસર્ચ કર્યું છે અને કામ કર્યું છે… પરંતુ Netflix, Amazonએ મને લખ્યું કે તેઓ કહેવાતી રાજકીય રીતે પ્રેરિત ફિલ્મો કરવા માંગતા નથી. જિયો સિનેમાએ કહ્યું કે અમે કંગના સાથે કામ નથી કરતા કારણ કે તે ભાજપને સમર્થન કરે છે અને ઝી મર્જરમાંથી પસાર થઈ રહી છે તો મારી પાસે શું વિકલ્પો છે?

વધુ વાંચો: બહુચર્ચિત બિલકિસબાનો કેસ છે શું? 2002ના મધરાતની કાળજું કંપાવતી ઘટના, સમગ્ર કેસમાં ગુજરાત સરકાર કેમ રહી વિવાદમાં?

શું છે બિલકિસ બાનોનો મામલો? 
27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા અને બિલકિસ બાનો સહિત અનેક પરિવારો પ્રભાવિત થયા. 3 માર્ચ, 2002ના રોજ તેમના પરિવાર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે 21 વર્ષની સગર્ભા બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના 7 સભ્યો અને તેની સાડા ત્રણ વર્ષની પુત્રીની હત્યા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ