બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Bilkis bano case: what is the history of bilkis bano case vs gujarat government

VTV વિશેષ / બહુચર્ચિત બિલકિસબાનો કેસ છે શું? 2002ના મધરાતની કાળજું કંપાવતી ઘટના, સમગ્ર કેસમાં ગુજરાત સરકાર કેમ રહી વિવાદમાં?

Vaidehi

Last Updated: 05:57 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની બિલકિસ બાનો કે જેણે 21 વર્ષ સુધી પોતાને ન્યાય અપાવવા માટે એકલાહાથે જંગ લડી...શું હતી તેમની કહાની? શા માટે 2002નો આ કેસ સુપ્રીમ કોર્ટે ફરી પહોંચ્યો?

  • ગુજરાતની દીકરીને ફરી મળ્યો ન્યાય
  • સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનાં નિર્ણયને રદ કર્યો
  • 11 દોષિતોને મુક્તિ આપવાનો નિર્ણય રદ થયો

ગુજરાતની બિલકિસ બાનોનાં કેસને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. SCએ બિલકિસ બાનો સાથે થયેલ ગેંગરેપનાં 11 ગુનેગારોને જામીન આપવાનાં ગુજરાત સરકારનાં નિર્ણયને રદ કર્યો છે.  21 વર્ષ સુધી બિલકિસ બાનોએ ન્યાયની જંગ લડી અને હવે છેટ સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે. શું છે આ 21 વર્ષીય બિલકિસની કહાની? શા માટે ગુજરાતની આ દીકરી ન્યાય માટે વર્ષોથી કોર્ટનાં ચક્કર કાપી રહી છે? 

2002- ગુજરાત
ગુજરાતમાં 2002ની સાલમાં ગોધરાકાંડ થયો હતો. માર્ચ 2002માં દાહોદ જિલ્લાનાં રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો. એટલું જ નહીં તેમના પરિવારનાં 7 સદસ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી. ઘટનામાં સામેલ રાધેશ્યામ શાહી, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વદાનિયા, બકાભાઈ વદાનિયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપિન ચંદ્ર જોશી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢીયાની સામે FIR કરવામાં આવી હતી.

ગર્ભવતી હતી બિલકિસ બાનો
જ્યારે આ ઘટના બની ત્યારે 21 વર્ષિય બિલકિસ બાનો ગર્ભવતી હતી. ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો અને એટલું જ નહીં તેના નવજાત બાળકને જમીન પર પટકી-પટકીને મારી દેવામાં આવ્યું.

2004માં ધરપકડ
તમામ 11 આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી. આ મામલો અમદાવાદનાં ટ્રાયલ કોર્ટમાં શરૂ થયો. બાદમાં મામલાનાં સાક્ષીઓને ધમકાવવા અને પુરાવાઓ સાથે છેડછાડનાં બિલકિસનાં ભયથી મામલાને સુપ્રીમ કોર્ટે અમદાવાદથી મુંબઈ ટ્રાંસફર કર્યો. 21 જાન્યુઆરી 2008નાં રોજ સ્પેશિયલ CBI કોર્ટે 11 દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી. સ્પેશિયલ કોર્ટે 7 દોષિતોને પુરાવાનાં અભાવને લીધે મુક્ત કર્યાં. જ્યારે એક દોષિતનું ટ્રાયલ દરમિયાન મોત થયું. આ બાદ બોમ્બ હાઈકોર્ટ દ્વારા પણ આ ચુકાદાને અકબંધ રાખવામાં આવ્યું.

2019માં પલટાયો મામલો
2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો. સાથે જ બિલકિસને નોકરી અને ઘર આપવાનો પણ આદેશ આપ્યો. આ સમયે દોષિતોએ 18 વર્ષ જેટલી સજા કાપી લીધી હતી. જે બાદ દોષીત રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 અંતર્ગત સજાને માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. HCએ એવું કહીને અરજી ફગાવી કે તેમને માફી આપવાનાં વિષયે નિર્ણય કરનારી સરકાર મહારાષ્ટ્રની છે, ગુજરાત નહીં. જે બાદ રાધેશ્યામ શાહીએ SCમાં અરજી કરી અને કહ્યું કે તેઓ 1 એપ્રિલ, 2022 સુધી કોઈપણ છૂટછાટ વગર 15 વર્ષ 6 મહિના જેલમાં રહ્યો.

વાંચવા જેવું: બિલકિસ બાનો હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો, દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી

આ સમયે સુપ્રીમ કોર્ટે મે 2022માં ગુજરાત સરકારને 1992ની માફી નીતિ અનુસાર સમયથી પહેલાં જામીન આપવાનાં આવેદન પર વિચાર કરવા કહ્યું અને 2 મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો. ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત 11 દોષિતોને 15 ઑગસ્ટ 2022નાં રોજ તેમને જામીન આપી જે બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થવા લાગી.

બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યાં
જામીનનાં 3 મહિનાથી પણ વધારેનાં સમય બાદ બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનાં મે 2022નાં આદેશને પડકારતી અરજી કરી. સુપ્રીમ કોર્ટે પહેલી અરજી પર 25 ઑગસ્ટ 2022નાં નોટિસ જાહેર કરી અને 9 સપ્ટેમ્બર 2022નાં સુપ્રીમ કોર્ટે માફી સંબંધિત દસ્તાવેજોનાં રેકોર્ડ અંગે માંગ કરી. ડિસેમ્બર 2022માં પહેલીવખત બિલકિસ બાનોની અરજી સૂચીબદ્ધ થઈ. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બેલા ત્રિવેદીએ મામલાની સુનાવણીથી પોતાને અલગ કરી દીધું. માર્ચ 2023માં આ મામલો જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચ સમક્ષ રજૂ થયો. તે સમયે કેન્દ્ર, ગુજરાત સરકાર અને 11 દોષિતોને નોટિસ ફટકારવામાં આવી.

બેંચે ગુજરાત સરકારને ફટકાર લગાડી
કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે શું રાજ્ય આ પ્રકારની છૂટ નીતિ લાગૂ કરી શકે છે જ્યારે હત્યાનાં દોષિતો વર્ષોથી જેલમાં બંધ હોય ? કોર્ટે મુક્ત થયેલા દોષિતોની આપરાધિક માહિતી માંગી. એપ્રિલ 2023માં કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે તેમણે શા માટે દોષિતોને જામીન આપી.  આ દરમિયાન SCમાં ગુજરાત સરકાર અને કેન્દ્રે પોતાના તર્ક આપ્યાં. 

8 જાન્યુઆરી 2024માં બિલકિસ બાનોને ફરી મળ્યો વિજય
બિલકિસ બાનો કેસને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારનાં નિર્ણયને રદ કર્યો છે. આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ