બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Will Forever Hold A Special Place' Hardik Pandya Pens Down Emotional Note For Gujarat Titans Fans After Trade Move to Mumbai Indians Ahead of IPL 2024 Season

ક્રિકેટ / ગુજરાત ટાઈટન્સમાંથી નીકળ્યાં બાદ શું બોલ્યો હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડીયન્સમાં પાછો આવતાં ફેન્સ ખુશખુશાલ

Hiralal

Last Updated: 09:06 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઈટન્સ છોડીને પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા હાર્દિક પંડ્યાએ પોતાની જૂની ફ્રેન્ચાઇઝી માટે ભાવુક પોસ્ટ લખી છે.

  • હાર્દિક પંડ્યા પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો
  • છોડી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનન્સી
  • કેપ્ટનન્સી છોડ્યા બાદ બોલ્યો- ટીમનો ભાગ બનવું મારા માટે મોટી સિદ્ધિ 

ગુજરાત ટાઈટન્સ છોડીને પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા હાર્દિક પંડ્યાએ પોતાની જૂની ફ્રેન્ચાઇઝી માટે ભાવુક પોસ્ટ લખી છે. હાર્દિક પંડ્યાએ આ પોસ્ટ દ્વારા પોતાની જૂની ફ્રેન્ચાઇઝી સાથે રમનારા ખેલાડીઓ અને આખી ટીમનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનન્સી છોડી દીધી છે અને તે હવે તેની જુની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ વતી રમતો જોવા મળશે. છેલ્લા બે દિવસની મથામણને અંતે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડયાને ગુજરાત ટાઈટન્સની સાથે જોડ્યો છે. હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી બાદ ફેન્સ ઘણા ખુશ છે.

હાર્દિકે લખી ઈમોશનલ પોસ્ટ 
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, "હું ગુજરાત ટાઇટન્સના ચાહકો અને મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ટીમનો ભાગ બનવું અને તેનું નેતૃત્વ કરવું એ મારા માટે એક મોટી સિદ્ધિ છે. એક ખેલાડી તરીકે મને અને મારા પરિવારને જે પ્રેમ અને પ્રોત્સાહન મળ્યું છે તેના માટે પણ હું ખૂબ આભારી છું. એક વ્યક્તિ તરીકે, ગુજરાત ટાઇટન્સ સાથેની યાદો અને અનુભવો મારા હૃદયમાં હંમેશાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ અવિસ્મરણીય યાત્રા માટે તમારો આભાર. હાર્દિક પંડ્યાના આ ટ્વિટ પર ફેન્સ પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે અનકેપ્ડ ખેલાડી તરીકે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 7 સિઝન રમી હતી. હાર્દિક પંડ્યા વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો હતો. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સની શરૂઆતની સિઝનમાં ટીમને ખિતાબ અપાવ્યો હતો. પોતાની આગામી સીઝન એટલે કે આઈપીએલ 2023માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને પણ ફાઈનલમાં પહોંચાડી હતી. જોકે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને ચેન્નાઈ સુપર કિંગ્સના હાથે હારનો સામનો કરવો પડયો.

શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન
હાર્દિકની એક્ઝિટ બાદ ટીમ ઈન્ડીયાનો સ્ટાર બેટર શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો છે. હાર્દિક મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ