બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Widespread loss in agriculture due to unseasonal rain in Gujarat

કમોસમી વરસાદ / ખેડૂતોના પાકનો સોથ વળી ગયો.! સમગ્ર ગુજરાતમાં ચોતરફ નુકસાન.. નુકસાનની ઉઠી બૂમરાડ, જુઓ ક્યાં કયા પાકનો સફાયો

Vishal Khamar

Last Updated: 06:18 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પડેલ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. જેમાં ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઉભા પાકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નમી જવા પામ્યો હતો. તો વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

  • કમોસમી વરસાદનાં કારણે ખેતીમાં ભારે નુકશાન
  • કમોસમી વરસાદના કારણે તૈયાર શેરડીના પાકની કાપણી અટકી
  • ખેડૂતો દ્વારા સરકાર પાસે કરી સહાયની માંગ

 રવિવારે કમોસમી વરસાદે અમદાવાદ જીલ્લાનાં ખેડૂતોને રડાવ્યા છે.  ધોળકા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ગુલાબની ખેતીને ભારે નુકશાન થવા પામ્યું છે. ગુલાબનો પાક ધોવાઈ જતાં ખેડૂતો પાયમાલની સ્થિતીએ પહોંચ્યા છે. વરસાદમાં ગુલાબની પાંદડીઓ ખરી પડતા લાખોનું નુકશાન થવા પામ્યું છે. ગુલાબની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ વીઘા 50 હજારનું નુકશાન થવા પામ્યું છે. 50 હજારનાં ખર્ચ સામે ખેડૂતોને 80 હજારનું વળતર મલે છે. ગુલાબની પાંદડીઓ ખરી પડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ગુલાબની ખેતી કરતા બદરખા, રીંઝા, પીસાવાડા ગામનાં ખેડૂતોની પાયમાલીની સ્થિતિ છે. ત્રાસદ, ભેટાવાડા સહિતનાં ગામોાં ગુલાબની ખેતી કરવા ખેડૂતોની દયનીય સ્થિતિમાં છે. 

શેરડીનાં પાક પર કમોસમી વરસાદની વ્યાપક અસર

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગ જાણે ખેડૂતોનું દુશ્મન થઈ ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી જિલ્લાના મરોલી પંથક અને પૂર્વ પટ્ટીના ખેડૂતોને માટે કમોસમી વરસાદ સમસ્યાનો પાર લઈને આવ્યો છે. જ્યારે કમોસમી વરસાદ સુગરો માટે ખોટનો સોદો લઈને આવ્યો છે અને ખેડૂતોની સમસ્યા વધારી છે. ગતરોજ થયેલા વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો હતો.  વરસાદી માહોલના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં ખેતીવાડીને નુકસાન ડાંગર શેરડીમાં નહિવત નુકસાન સાથે ચીકુના ફલાવારિંગ પર અસર થઈ શકે છે. હાલ શેરડીની કાપણીનો સમય હોવાથી કાપણી અટકી પડી અને સુગર મિલોની પીલાન પર એની સીધી અસર થઈ રહી છે.
 

કમોસમી વરસાદના કારણે તૈયાર શેરડીના પાકની કાપણી અટકી
વલસાડ જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીનાં પાકને નુકશાન થવા પામ્યું છે. તૈયાર થયેલા ડાંગરનાં પાકને બચાવવા માટે ખેડૂતોએ તૈયાર પાકને પ્લાસ્ટિક ઢાંક્યું હતું. ભારે વરસાદ પડે તો તૈયાર થયેલા ડાંગરનાં પાકને નુકશાનની ભીતી સેવાઈ રહી છે. શાકભાજી જેવા પાકને પણ વાદળછાયા વાતાવરણથી નુકશાન થાય છે. કમોસમી વરસાદનાં કારણે તૈયાર શેરડીનાં પાકની કાપણી અટકી હતી. દરિયા કિનારાનાં તાલુકાઓમાં માવઠું પડ્યું હતું. વલસાડ, ઉમરગામ, વાપીમાં 1 ઈચ જેટલો વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણનાં કારણે કઠોળનાં પાકમાં ફૂલ ખરી પડ્યા હતા. માવઠાનાં કારણે ખેડૂતોને જીવાત દૂર કરવા દવાઓનાં ખર્ચા વધ્યા છે. 

વરસાદને કારણે દિવેલાના પાકમાં ડાળીઓ તૂટી ગઇ

રાજ્યમાં રવિવારે વરસેલા આફતના માવઠાએ શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં વાવાઝોડા અને વરસાદની સ્થિતીને લઇ બનાસકાંઠામાં દિવેલાનો પાક જમીનદોસ્ત થયો છે. ખેડૂતોએ વાવેલો દિવેલાનો પાક તૈયાર હતો. તેવામાં કહેર બનીને વરસેલો વરસાદને કારણે દિવેલાના પાકમાં ડાળીઓ તૂટી ગઇ છે. જેને લઇને સમગ્ર પાક નિષ્ફળ જવાની સ્થિતી પેદા થઇ છે. પાલનપુર વિસ્તારના ખેડૂતોએ પાણીની અછતની વચ્ચે મહામહેનતે દિવેલાના પાકનું વાવેતર કર્યું હતું. જો કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોને બિયારણના પૈસા પણ નીકળે તેમ નથી તેવી સ્થિતી પેદા થઇ છે. ક્યારેક માનવસર્જિત સમસ્યાઓ અને ક્યારેક કુદરતી આફતો સામે લાચાર બનેલા બનાસકાંઠાના ખેડૂત સરકાર સામે સહાયની માગ કરી રહ્યા છે. 

ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકશાન

ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતો પ્રભાવિત થયા છે. જિલ્લાના ડીસા, વાવ, સુઈગામ, દિયોદર, ભાભર, થરાદ સહિતના વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે.  સિઝન મુજબ જીરું, એરંડા, રાયડો, બટાટા સહિતના પાકને નુકસાન થવાની ચિંતામાં જગતનો તાત મુકાયો છે. નુકસાનીને લઈ તાત્કાલિક સરકાર સર્વે કરી વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે.

બોટાદમાં ઈંટોના વ્યવસાયને મોટા પ્રમાણમાં નુકસાન થયું

રવિવારે પડેલ કમોસમી વરસાદના કારણે બોટાદમાં ઈંટોના વ્યવસાયને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અચાનક વરસાદના કારણે અનેક ભઠ્ઠાઓ પર કાચી ઈંટો પલળીને ભુક્કો થઈ ગઇ છે. ગઢડા તાલુકાના પડવદર ગામે કમોસમી વરસાદને કારણે ઈંટોનો વ્યવસાય કરતા લોકોને બેવડી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે આખા વર્ષ માટે રાખવામાં આવેલો તૈયાર સ્ટોક, કાચોમાલ અને ભઠ્ઠા પણ ધોવાઇ જતાં નુકસાન થયું છે. ત્યારે ઇંટો બનાવવાનો વ્યવસાય કરતા લોકોએ પણ દયનિય સ્થિતીને લઇ સરકાર પાસે સહાયની માગ કરી છે. 

મરચાની ખેતી અને તુવેરની ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

ગઢડા તાલુકામાં ગઈકાલે પડેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન સામે આવ્યું છે. ગઢડાના પડવદર ગામે મરચાની ખેતી અને તુવેરની ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે. પડવદર ગામે મરચાની ખેતી, તુવેરની ખેતીમાં કરા સાથે વરસાદ પડતા મરચાનો પાક અને તુવેરનો પાક બગડી ગયો છે. જ્યાં નજર નાખો ત્યાં નુકસાન સામે આવ્યું છે. વર્ષોથી ફક્ત ખેતી કરીને પોતાના પરીવારોનુ ગુજરાન ચલાવતા ખેડુતોની દયનીય સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર દ્વારા સહાય મળે તો ખેડુતોને થોડી રાહત થાય નહિતર ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

માવઠું પડતા કાપેલો પાક પલળી ગયો

કમોસમી વરસાદને કારણે મહેસાણા જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લામાં પડેલા માવઠાથી કેટલીક જગ્યાએ વાવેતરમાં તો કેટલીક જગ્યા એ ઊભા પાક ને નુકશાન પહોચ્યું છે. તો કેટલાક ખેડૂતોને તૈયાર પાક કાપણી કરીને મૂકતા તેના પર પડેલા વરસાદને કારણે નુકશાન થયું છે. બહુચરાજી વિસ્તારમાં પ્રતાપગઢ ગામના ખેડૂતોને મળતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, જુવાર, અડદ, જીરું, કપાસ એરંડા ને માવઠાથી નુક્સાન થયું છે. અડદના પાકને કાપીને ખેતરમાં મૂક્યો હતો અને માવઠું પડતા કાપેલો પાક પલળી ગયો હતો. જે વરસાદને કારણે બગડ્યો હતો. ખેડૂતો સરકાર પાસે હવે સર્વે કરાવી વળતરની માંગણી કરી રહ્યા છે.

રવીપાકમાં તુવેર અને કપાસનાં પાકમાં નુકશાન

નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે. એમ પણ વરસાદી ખેતી પર નભતા લોકોની ટકાવારી વધુ છે. આમતો વરસાદ બાદ રવીપાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે. હાલ પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોને તો કપાસ વીણવાનો સમય આવી ગયો હતો અને ત્યાં જ વરસાદ અને વાવાઝોડું આવતા કપાસ અને તુવેર ના છોડ જમીન દોસ્ત થવા પામ્યા છે. આ કારણે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નાંદોદ તાલુકાના રામગઢ ખાતે ખેતી કરતા રામલાભાઈ અને સવિતાબેન એ 5 એકર માં તુવેર અને કપાસની ખેતી વ્યાજે રૂપિયા લાવીને કરી હતી, કપાસ અને તુવેરની ખેતીના જે પૈસા આવતા તેમાંથી છોકરાનું લગ્ન કરવાનું હતું અને વ્યાજે લાવેલા પૈસા પરત કરવાના હતા. પણ કમોસમી વરસાદ ના કારણે પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઈ છે. 

કપાસ જીરું જુવાર સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું

દ્વારકા જિલ્લામાં ખાતે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કપાસ જીરું જુવાર સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તો સાથે સાથે ખેતરોમાં રહેલા પશુઓના ચાર અને પણ વ્યાપક નુકસાન પહોંચ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ