બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Widespread damage to various crops in districts across Gujarat due to unseasonal rainfall

માવઠું / કમોસમી માવઠાથી ગુજરાતભરના જિલ્લાઓમાં વિવિધ પાકોને વ્યાપક નુકસાન, જુઓ ક્યાં કેવી હાલાંકી

Dinesh

Last Updated: 11:58 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain: રાજ્યમાં કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના 45 ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે.

  • કમોસમી વરસાદે સર્જી તારાજી
  • ખેતી પાકમાં ભારે નુકસાન
  • પાક નિષ્ફળ જવાની ભીતિ


Unseasonal rain: રાજ્યમાં કમોસમી વરસાદે મુશ્કેલી વેરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના 45 ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. ગઈકાલે કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળીના પાકને વ્યાપક નુકસાન થયું છે

ખેડૂતોને તો કુદરતે પણ માર્યા.! ગુજરાતમાં કમોસમી વરસાદથી મકાઈ અને ડાંગરનો  સોથ વળી ગયો, સહાયની માંગ | Unseasonal rain in Gujarat damages the crops of  farmers, know the rain ...

પાક નિષ્ફળ જવાની ભીતિ
રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

શાકભાજીના પાકનો સોથ વાળ્યો
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે. 

વરસાદે વેરી તારાજી
માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે. 

બોટાદમાં કપાસના પાકમાં ભારે નુકસાન
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે કપાસના પાકને માવઠાથી સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં કપાસનો પાક પલળી ગયો છે. જિલ્લાના તમામ 4 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકામાં પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ચણા, જીરું, વરિયાળીના પાકને પણ નુકસાન થયું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ