બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WI vs IND suryakumar yadav tilak varma shine india beat west indies in third t20 international

WI vs IND / હાશ! હવે ફોર્મમાં આવ્યા, SKYના વાવાઝોડામાં વેસ્ટ-ઈન્ડિઝની હવા થઈ ટાઈટ, ભારતે કરી સીરિઝમાં વાપસી

Arohi

Last Updated: 09:36 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WI vs IND: હાર્દિક પંડ્યાએ સિક્સર મારીને જીતાડ્યા તો નોન સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા તિલ વર્માને 49 રન પર અણનમ પરત ફરવું પડ્યું. સૂર્યકુમાર યાદવે 14 ટી-20 ઈન્ટરનેશનલ હાફ સેન્ચુરી બનાવી.

  • વેસ્ટ-ઈન્ડિઝની હવા થઈ ટાઈટ
  • ભારતે કરી સીરિઝમાં વાપસી 
  • ભારતે સાત વિકેટથી વેસ્ટઈન્ડીઝને હરાવ્યું 

ભારતે વેસ્ટઈન્ડિઝને ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલમાં સાત વિકેટથી હરાવતા પાંચ મેચની સીરિઝમાં જબરદસ્ત વાપસી કરી લીધી છે. કરો કે મરોની મેચમાં ભારતની જીત જરૂરી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 159 રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે એકલાએ જ અડધાથી વધારે રન બનાવી દીધી. 

સૂર્યા 44 બોલમાં 83 રન બનાવીને આઉટ થઈ ગયા. યુવા બેટ્સમેન તિલક વર્મા પણ ત્રીજી મેચમાં સતત બીજી હાફ સેન્ચુરી બનાવવાથી ચુકી ગયા. કારણ કે તે 49 રન પર અણનમ રહ્યા. સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ છગ્ગો લગાવીને જીત અપાવી દીધી. હવે સીરિઝની ચોથી મેચ 12 તારીખે ફ્લોરિડામાં રમાશે. 

સૂર્યાની જેમ તિલક પણ ચુક્યા હાફ સેન્ચુરી 
10 ચોગ્ગા અને ચાર છગ્ગાની શાનદાર ઈનિંગ રમનાર સૂર્યકુમાર યાદવને પહેલી જ ઓવરમાં ક્રીઝ પર ઉતરવું પડ્યું કારણ કે ડેબ્યૂટેન્ટ યશસ્વી જાયસવાલ પોતાના પહેલા ટી-20 ઈન્ટરનેશનલમાં બે બોલમાં ફક્ત 1 રન બનાવીને જ આઉટ થઈ ગયા. 

છ રન પર લાગેલા આ છટકા બાદ શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ થઈ ગયા. અહીં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 34 રનનો સ્કોર 121 રન સુધી પહોંચાડ્યો. બન્નેની વચ્ચે મેચ વિનિંગ ભાગીદારી થઈ. 

કરો કે મરોની સ્થિતિમાં ભારતનું શાનદાર પ્રદર્શન 
ટી-20 સીરિઝમાં આ પહેલા ટીમ ઈન્ડિયા કુલ 13 વખત કરો કે મરોની સ્થિતિમાં ફસાઈ છે. એટલે કે સીરિઝ બચાવવા માટે તેમણે તે મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ. છેલ્લા 13માંથી ટીમ ઈન્ડિયાએ 11 મેચ જીતી અને એક મેચનું રિઝલ્ટ ન હતું નિકળ્યું. ફક્ત સાઉથ આફ્રીકાના વિરૂદ્ધ 2015માં રમાયેલી સીરિઝના કરો કે મરો મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે અહીં પણ જીત હાસિલ થઈ ગઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ