બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / why supari word used in underworld for contract and murder deal know history of this

તમને ખબર છે? / અંડરવર્લ્ડમાં કોઈને મારવા માટે 'સોપારી' શબ્દનો કેમ ઉપયોગ કરવામાં આવે છે? કારણ છે રસપ્રદ

Arohi

Last Updated: 02:53 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ફિલ્મોમાં જોયું હશે કે અંડરવર્લ્ડના લોકો જ્યારે પણ કોઈને મારવાનો કોન્ટ્રાક્ટ લે છે તો તેના માટે સોપારી શબ્દનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સોપારી શબ્દ જ કેમ કહેવામાં આવે છે.

  • શું તમને ખબર છે?
  • શા માટે અંડરવર્લ્ડમાં કરવામાં આવે છે 'સોપારી' શબ્દનો ઉપયોગ 
  • તેના પાછળનું કારણ છે રસપ્રદ 

જ્યારે પણ ફિલ્મોમાં કોઈ બદમાસ કોઈની 'સોપારી' લેવાની વાત કરે છે તો તમે સમજી જાઓ છો કે તે વ્યક્તિએ કોઈને મારવા માટે કોન્ટ્રાક્ટ અથવા પૈસા લીધા છે. સોપારી લેવાનો મતલબ જ કોઈને મારવાના બદલામાં પૈસા લેવાનો છે. અંડરવર્લ્ડમાં સોપારી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો સોપારી ખાવાના કામમાં આવે છે. પરંતુ અંડરવર્લ્ડમાં નેગેટિવ રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

શું છે સોપારીની કહાની? 
તમને જણાવી દઈએ કે ફક્ત મર્ડરના કોન્ટ્રાક્ટ માટે જ સોપારી શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવતો. તે ઉપરાંત અન્ય કામો માટે પણ સોપારી શબ્દ કામમાં લેવામાં આવે છે. જેમાં વાત પાક્કી થવામાં ટોકન મનીના રૂપમાં પણ સોપારી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે રિટાયર્ડ એસીપી વસંદ ઢોબલે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ મહેમાનને ઈનવાઈટ કરવા માટે પાન અને સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ કોઈ પણ ડીલ કે કોન્ટ્રાક્ટ માટે પણ સોપારી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 

કોઈ પણ વાત પર સહમતિ હોવા કે કોઈ ડીલ પાક્કી થવા પર મરાઠીમાં કહેવામાં આવે છે, 'કામચી સુપારી આલી આહે'. તેનો મતલબ છે કે અમને કામનો કોન્ટ્રાક્ટ મળી ગયો છે. તેના માટે સોપારી શબ્દ અન્ય કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને ફિલ્મોમાં મહારાષ્ટ્રના કારણે સોપારીનું ચલણ વધારે છે. ફિલ્મોમાં જ્યારે અંડરવર્લ્ડમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવ્યો તો તેને મર્ડર સાથે જોડવામાં આવ્યો છે. 

શું છે તેનો ઈતિહાસ? 
તમને જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટ માટે સોપારીનો ઉપયોગ કરવાની કહાની છે. પુસ્તક ‘Dongri to Dubai: Six Decades of the Mumbai Mafia’માં લખીને એસ હુસૈન જૈદીએ તેના ઈતિહાસની જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે માહેમી ટ્રાઈબના ચીફ ભીમની એક પરંપરાના કારણે આ સોપારી શબ્દ ચલણમાં આવ્યો છે. 

પુસ્તક અનુસાર, જ્યારે પણ ભીમની સામે કોઈ મુશ્કેલ ટાસ્ક હોય છે તો તે યોદ્ધાઓની એક મીટિંગ બોલાવે છે અને ત્યાર બાદ એક પ્લેટમાં સોપારી અથવા પાણી મુકે છે. ત્યાર બાદ જે પણ કોઈ પાણી ઉઠાવે છે તેમને તે કામ કરવું પડે છે. તેનાથી એ ખબર પડે છે કે પાણી વગેરે આપીને કોન્ટ્રાક્ટ અથવા ડીલ કરવામાં આવતી હતી. ત્યાર બાદ આ સોપારીનું ચલણ ચાલતુ આવ્યું છે. 

જણાવી દઈએ કે ઘણા એવા મામલામાં અંડરવર્લ્ડમાં કોઈ વ્યક્તિને મારવા માટે પૈસા આવામાં આવ્યા અને પૈસાના બદલે મર્ડર કરાવતા કોન્ટ્રાક્ટને સોપારીના રૂપમાં જ ઓળખવામાં આવે છે. અહીં સુધી કે પોલીસની સામાન્ય ભાષામાં પણ સોપારી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ