બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Why people has trust issues and lack of patience in relationships, love guru explains

સંબંધો / વેલેન્ટાઈન પર સામેપક્ષથી ના આવી હોય તો ચિંતા ન કરો, લવ ગુરુએ આપેલી આ ટિપ્સ અપાવશે પ્રેમ, સંબંધ સાચવજો

Vaidehi

Last Updated: 06:48 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. તેવામાં લવ એક્સપર્ટસ રિલેશનશિપ્સને લઈને ચર્ચા કરી રહ્યાં છે. રેડિયો સિટીનાં લવ ગુરુએ પણ સંબંધો પર પોતાનો મત રાખતી કેટલીક મહત્વની વાત કરી છે.

  • પ્રેમનાં મહિનામાં લવ ગુરુએ સંબંધો પર કરી વાત
  • કહ્યું રિલેશનશીપને લઈને ધીરજતા ઘટવા લાગી છે
  • "પ્રેમ એક પ્રોસેસ છે તે ક્ષણભરમાં થતી ચીજ નથી"

જાગરણ મીડિયાએ રેડિયો સિટીનાં લવ ગુરુ સાથે રિલેશનશીપને લગતાં કેટલાક સવાલ-જવાબો કર્યાં હતાં. તેમણે વેલેંટાઈન ડેનાં અવસર પર પ્રેમ સંબંધોને લઈને કેટલીક ખાસ વાતો કરી. લવ ગુરુએ જણાવ્યું કે આજકાલ સંબંધો નાની વાતે અથવા તો જલ્દીથી તૂટી જતાં હોય છે. તેવામાં લોકોમાં ધૈર્ય કેમ ઓછું થઈ રહ્યું છે તેમજ ટ્રસ્ટ ઈશ્યૂઝ શા માટે આવવા લાગ્યાં છે- તેના કારણો જાણવા અને સમજવા જરૂરી છે.

રિલેશનશીપને લઈને ધીરજતા ખૂટી છે
આજકાલ લોકોમાં રિલેશનશીપ અને પ્રેમને લઈને ધીરજતા ઘટવા લાગી છે. એક રિલેશનશીપને છોડીને લોકો તરત જ બીજા રિલેશનશીપમાં જંપ કરવા ઈચ્છે છે જેના કારણે ટ્રસ્ટ ઈશ્યૂઝ પણ આવે છે. તેવામાં લવ ગુરુ સલાહ આપે છે કે એક રિલેશનની શરૂઆત ઘણી બધી બાબતો પર આધારિત હોય છે. પછી તે ટ્રસ્ટ ઈશ્યૂ હોય કે સ્થિર રિલેશન...આપણે સાંભળ્યું છે કે લોકોને એક નજરમાં પ્રેમ થઈ જતાં હોય છે. પણ એવું ખરેખર નથી હોતું. પહેલી નજરમાં માત્ર દેખાવથી પ્રેમ થાય છે. જો તે જોઈને તમે રિલેશનશીપમાં આવ્યાં છો તો સંબંધમાં સ્થિરતા નહીં રહે. તેમણે કહ્યું કે મારા હિસાબે પ્રેમ એક પ્રોસેસ છે, તે ક્ષણભરમાં થતી ચીજ નથી. તેનો પાયો મજબૂત હોય તો જ તે ચાલી શકે છે.

પહેલી નજરમાં પ્રેમ નથી થતો...
તેમણે કહ્યું કે 2 મિનીટ માટે તમે તમારી આંખો બંધ કરો અને ઈમેજિન કરો કે તમે કોઈથી ખરા અર્થમાં પ્રેમ થયો હતો તો તમને પહેલો અનુભવ ખરેખર ઘણો સારો થયો હશે. જે બાદ તમને ફરી તે વ્યક્તિને મળવાની જાણવાની ઈચ્છા થઈ હશે. ધીર-ધીરે મિત્રતા ગાઢ થાય છે. જ્યાં લોકો એકબીજા સાથે વાતો શેર કરવાનું શરૂ કરે છે. પછી તમે એ વ્યક્તિને અંદરથી ઓળખવા લાગો છો. તે માણસ દિલથી કેટલો સારો છે તે બીજી વ્યક્તિ સાથે કઈ રીતે વ્યવહાર કરે છે. આ તમામ બાબતો ઘણી જરૂરી છે.

પોઝેસિવ હોવું કેટલું જરૂરી છે?
તેમણે કહ્યું કે જ્યાં સુધી ટ્રસ્ટ ઈશ્યૂઝની વાત છે તો ત્યાં એક શબ્દ ખાસ ઉપયોગમાં લેવાય છે અને તે છે પોઝેસિવ. કોઈપણ સંબંધમાં એક હદ સુધી પોઝેસિવ હોવું સામાન્ય છે. તેનાથી એક માણસનો પ્રેમ દેખાય છે અને તેનું પોતાપણું દેખાય છે. તેનાથી ખબર પડે છે કે એક માણસ તમારા વિશે શું વિચારે છે. જો કે પોઝેસિવનેસ ઘણી વધવા લાગે અને તમારા પાર્ટનરને હેરાન કરવા લાગે તો ખોટું છે. પોઝેસિવનેસ એક હદ સુધી સારી લાગે છે.

વધુ વાંચો: આવા પુરુષો તરફ તરત આકર્ષાઈ જાય છે મહિલાઓ, મનોમન કરવા લાગે છે પ્રેમ: રિસર્ચ બાદ ખુલાસો

વધી રહેલાં ટ્રસ્ટ ઈશ્યૂઝનું કારણ શું? 
તેમણે કહ્યું કે ટ્રસ્ટ ઈશ્યૂઝ આજકાલ વધી ગયાં છે. તેની પાછળનું એક મોટું કારણ છે સોશિયલ મીડિયા. કોની પોસ્ટ પર શું કમેંટ કરી અથવા લાઈક કર્યું આ તમામ ચીજોનાં લીધે ટ્રસ્ટ ઈશ્યૂ પેદા થાય છે. અને હું માનું છું કે ટ્રસ્ટ ઈશ્યૂ પાછળ આ જ મોટું કારણ છે. તેમજ તમે જે વ્યક્તિ સાથે રિલેશનશીપમાં છો તેની વિચારધારા કેવી છે એ પણ કારણ છે. જો તમારો પાર્ટનર વધારે સોશિયલ છે- એક્સટ્રોવર્ટ છે તો તમારી વચ્ચે ટ્રસ્ટ ઈશ્યૂ આવી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ