બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / why on karwa chauth 2022 women seeing the moon through a sieve

ધર્મ / કરવા ચોથ પર ચાળણીમાંથી કેમ કરવામાં આવે છે ચંદ્રના દર્શન? જાણો તેની સાથે જોડાયેલી કથા

Arohi

Last Updated: 08:01 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતા કરાવવા ચોથ વ્રતમાં ચાળણીથી કેમ ચંદ્ર જોવામાં આવે છે? જાણો તેનાથી જોડાયેલી પરંપરા પાછળની કથા.

  • પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે કરવા ચોથ 
  • વ્રતમાં ચાળણીમાંથી કેમ કરવામાં આવે છે ચંદ્ર દર્શન? 
  • જાણો તેના પાછળનું કારણ 

સનાતન ધર્મમાં કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને કરવા ચોથના વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિએ મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના માટે નિર્જળા વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરે રાખવામાં આવશે. 

હિંદુ ધર્મ સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ તહેવાર પર મહિલાઓ દ્વારા 16 શ્રૃંગાર અને પૂજામાં વિશેષ ચાળણી દ્વારા ચંદ્ર દર્શન કરવાની પરંપરા છે. કરવા ચોથની પૂજામાં ચંદ્રદેવને અર્ઘ્ય ચઢાવતી વખતે પરિણીત મહિલાઓ ચાળણીમાંથી ચંદ્રને કેમ જુએ છે, ચાલો જાણીએ આ પરંપરા પાછળનું રહસ્ય.

કરવા ચોથ વ્રતની કથા
ધાર્મિક માન્યતા અનુસાર એક શાહુકારને સાત પુત્રો અને એક પુત્રી હતી. એકવાર એક શાહુકારની પુત્રી તેના પિયર આવી અને તેના સુહાગના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનો ઉપવાસ કર્યો. પરંતુ પાણી પીધા વિના ઉપવાસને કારણે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેના ભાઈઓએ વ્રત તોડવા માટે એક વૃક્ષની આડમાં ચાળણીની પાછળ એક સળગતો દિવો મુકી દીધો અને તેને ચંદ્રમાં માની આધ્ય અર્પણ કરી વ્રત ખોલાવી દીધું. માન્યતા છે કે ભાઈઓ દ્વારા કરવામાં આવેલા આ છળથી તેનું વ્રત તૂટી ગયું અને કરવા માતાએ નારાજ થઈને તેના પતિના પ્રાણ હરી લીધી.

છળથી બચવા માટે ચાળણીથી જોવામાં આવે છે ચંદ્ર  
એવું માનવામાં આવે છે કે શાહુકારની પુત્રીએ તરત જ તેના ઉપવાસ તોડવા માટે કરવા માતાની માફી માંગી અને તેની ભૂલ સુધારવા માટે બીજા વર્ષે વિધિ-વિધાન અનુસાર કરવા ચોથનું વ્રત રાખ્યું. આ વખતે કપટથી બચવા તેણે પોતે જ હાથમાં ચાળણી અને દીવો રાખીને ચંદ્રદેવના દર્શન કર્યા અને તેમને અર્ઘ્ય અર્પણ કર્યા. એવું માનવામાં આવે છે કે વિધિ વિધાન અનુસાર કરાવવા ચોથનું વ્રત રાખ્યા બાદ કરવા માતા પ્રસન્ન થયા હતા અને તેમણે શાહુકારની પુત્રીના પતિને પુનર્જીવિત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ