બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Why is the electricity department helpless against people's bullying?

મહામંથન / વીજળી બિલ નહીં ભરનારાનો ભાર બિલ ભરનારો નાગરિક કેમ ભોગવે? નેતાઓ કેમ ચુપ્પી સાધે છે

Dinesh

Last Updated: 11:28 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઈટ બિલ ભરવા અંગે UGVCLના કર્મચારીએ અનોખી પહેલ કરી છે. ગીત ગાઈને બાકી વીજબિલ ભરવા અંગે જગદીશ ગોસ્વામીએ અનુરોધ કર્યો છે

  • લોકોની દાદાગીરી સામે વીજળી વિભાગ લાચાર કેમ?  
  • UGVCLમાં 23 પાલિકાનું 58.44 કરોડનું વીજબિલ બાકી છે
  • વીજ બિલ ઈશ્યૂ થયા પછી તે ભરવા માટે 10 દિવસનો સમય અપાય છે


જેવી રીતે પરાણે પ્રેમ ન થાય એમ પરાણે શિસ્તમાં પણ ન રહેવાય. શિસ્ત, નિયમપાલન, અનુશાસન આ તમામ અવસ્થા તમારી અંદર સ્વયંભૂ દાખલ થાય એ જ વધુ ઈચ્છનીય છે. જો કે આઝાદીના સાડા સાત દાયકા પછી પણ એવા ઉદાહરણ સામે આવતા રહે છે જેમાં એ સવાલ ચોક્કસ થાય કે શું આ સારા નાગરિકની નિશાની છે ખરી? એક વાયરલ વીડિયો આપણને આ વિષય ઉપર મંથન કરવા પ્રેરે છે, જેમાં વિષયવસ્તુ એવી છે કે પાટણમાં UGVCLના કર્મચારી દેશી અંદાજમાં ગીત ગાઈને લોકોને વીજબિલ ભરવા સમજાવી રહ્યા છે. રમૂજની દ્રષ્ટિએ આ કીમિયો કારગત લાગે પણ સૌથી ગંભીર પ્રશ્ન અહીં જ ઉપસ્થિત થાય છે કે એક વીજબીલ ભરવા જેવી મૂળભૂત બાબતે જેમાં નાગરિકની ખુદની તમામ જરૂરિયાતો સમાયેલી છે તેના માટે કીમિયા કરીને સમજાવવા પડે એ કેવી વિચિત્ર સ્થિતિ કહેવાય. એકલા પાટણમાં જ 5 હજાર જેટલા ગ્રાહકોએ 56 લાખનું વીજબીલ જો ન ભર્યું હોય તે ગંભીર મુદ્દો નથી?

લોકોની દાદાગીરી સામે વીજળી વિભાગ લાચાર કેમ? 
UGVCLમાં 23 પાલિકાનું 58.44 કરોડનું વીજબિલ બાકી છે. આર્થિક સ્થિતિ કથળતાં પાણીનાં બોર અને સ્ટ્રીટલાઇટનું બિલ પણ સમયસર ચૂકવાતું નથી. પાટણની વાત કરીએ તો ત્યાં 5 હજાર ગ્રાહકોનું 56 લાખથી વધુ વીજ બિલ બાકી છે તેમજ વીજ બિલ ભરવા માટે અનેક વખત UGVCL દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે. લોકો પાસેથી અનેક જાતના નુસખાથી બાકી રહેલાં નાણાઓ કઢાવવામાં આવે છે. વીજ બિલ ભરવા માટે જનજાગૃતિ જેવા અનેકો કાર્યક્રમો યોજી પ્રજાને સમજાવવામાં આવે છે.

બિલ ન ભરનારા વિરુદ્ધ શું પગલા લેવાય છે?  
વીજ બિલ ઈશ્યૂ થયા પછી તે ભરવા માટે 10 દિવસનો સમય અપાય છે તેમજ બિલ ભરવાની છેલ્લી તારીખ બાદ 15 દિવસમાં બિલ ભરવું ફરજિયાત હોય છે. છેલ્લી તારીખ બાદ પણ બિલ ન ભરાય તો ગ્રાહકને નોટિસ અપાય છે અને છતાં પણ બિલ ન ભરાય તો તે ગ્રાહકનું કનેક્શન કાપી નાખવામાં આવે છે. કનેક્શન ફરી કાર્યરત કરવા ગ્રાહકે રિ-કનેક્શન ચાર્જ પેટે 100 રૂપિયા ભરવાના રહે છે

કર્મચારીની અનોખી પહેલ
લાઈટ બિલ ભરવા અંગે UGVCLના કર્મચારીએ અનોખી પહેલ કરી છે. ગીત ગાઈને બાકી વીજબિલ ભરવા અંગે જગદીશ ગોસ્વામીએ અનુરોધ કર્યો છે. મહેસાણાના UGVCLના કર્મચારીએ ગીત ગાઈને બિલ ભરવા અનુરોધ કર્યો છે, તેમજ ગામના રસ્તાઓ અને દુકાને જઇને કર્મચારી ગીત ગાઈ રહ્યા છે.  મધુરકંઠે ગીત-સંગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા લોકોને અપીલ કરી રહ્યાં છે. કર્મચારીના ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માર્ચ એન્ડિંગ સુધી લોકો બાકી વીજ બિલ ભરે તે હેતુથી જગદીશ ગોસ્વામીએ ગીત ગાયુ છે. વીજ કંપનીને ફાયદો થાય તે માટે જગદીશ ગોસ્વામીએ ગીત બનાવ્યું હતું. 

UGVCLનું બાકી વીજ બિલ!  

પાલિકા બાકી રકમ
પાટણ રૂ. 202.06 લાખ
ચાણસ્મા રૂ. 170.13 લાખ
હારિજ રૂ. 311.67 લાખ
પાલનપુર રૂ. 166.37 લાખ
સિદ્ધપુર રૂ. 383.67 લાખ
ઊંઝા રૂ. 22.67 લાખ
ડીસા રૂ. 467.68 લાખ
થરાદ રૂ. 38.26 લાખ
ધાનેરા રૂ. 251.30 લાખ
રાધનપુર રૂ. 288.80 લાખ
ભાભર રૂ. 4.78 લાખ
થરા રૂ. 167.20 લાખ
પ્રાંતિજ રૂ. 73.74 લાખ
તલોદ રૂ. 18.76 લાખ
બાયડ રૂ. 4.22 લાખ
વડાલી રૂ. 19.78 લાખ
કલોલ રૂ. 701.39 લાખ
વિરમગામ રૂ. 1401.20 લાખ
દહેગામ રૂ. 267.17 લાખ
બાવલા રૂ. 519.80 લાખ
સાણંદ રૂ. 320.21 લાખ
ધંધુકા રૂ. 10.09 લાખ
બારેજા રૂ. 161.76 લાખ

*31 જાન્યુઆરી, 2023 સુધીની સ્થિતિ

વીજળીને  લઈ અદાણી ગૃપ સામે આરોપ શું?  
અદાણી પાવર પર નફાખોરી સહિતના અનેક આરોપ લાગ્યા છે. અદાણી પાવરના કારણે ગુજરાતની પ્રજા પર અતિરિક્ત નાણાકીય બોજ પડ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ઓક્ટોબર 2021માં વીજળીની કટોકટીનો અદાણી પાવરે ગેરલાભ ઉઠાવ્યો છે. અદાણી વિરુદ્ધ કેન્દ્ર સરકારના પત્ર સામે ગુજરાત સરકાર તપાસ ન કરી તેમજ ગુજરાતને કરાર મુજબ વીજળી ન આપી 780 કરોડમાં અન્ય રાજ્યને વેચી નાખવાનો આરોપ છે. જેને કારણે સરકારને મોંઘા ભાવે માર્કેટમાંથી દૈનિક 7.13 કરોડ યુનિટ વીજળી ખરીદવાની ફરજ પડી હતી. દેશમાં સ્પોટ માર્કેટમાં ઓક્ટોબર 2021માં કુલ 858 કરોડ યુનિટનું ખરીદ-વેચાણ થયું હતું. તેમાંથી 221 કરોડ યુનિટ વીજળી એકલા ગુજરાત રાજ્યે ખરીદી હતી. નિયત ભાવ સામે ઊંચા ભાવે વીજળી ખરીદવાના કારણે ગુજરાતની પ્રજા પર બોજ પડ્યાનો આક્ષેપ છે. ઓક્ટોબર મહિનામાં રૂપિયા 780 કરોડનો અંદાજીત બોજો પ્રજા પર પડયો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ