બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / why himanta biswa sarma left congress tells ghulam nabi azad

રાજનીતિ / 'રાહુલ કોંગ્રેસનું ભલું નથી કરી રહ્યાં, મોદીજીનું કામ કરી રહ્યાં છે', CM સરમાનું 'સિક્રેટ' છતું કરતાં કોંગ્રેસના 'આઝાદે' મચાવ્યો ખળભળાટ

Hiralal

Last Updated: 04:51 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ આજકાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે અને તેની અવનવી વાતો બહાર લાવી રહ્યાં છે.

  • કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ પર રાહુલ પર આકરા પ્રહાર
  • કોંગ્રેસની પડતી માટે રાહુલને ઠેરવ્યાં જવાબદાર 
  • કહ્યું બહુમતી હોવા છતાં રાહુલે હિમંત સરમાને સીએમ બનવા દીધા નહોતા
  • કોંગ્રેસમાંથી છૂટા થઈને સરમાએ નોર્થ ઈસ્ટના 8 રાજ્યો ભાજપમાં ઝોળીમાં સોંપ્યાં 

હિમંત બિસ્વા સરમા આસામના મુખ્યમંત્રી છે. માત્ર 7-8 વર્ષમાં ભાજપમાં તેમનું કદ એટલું વધી ગયું કે આજે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે. 2015માં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસની તરુણ ગોગોઇની સરકારમાં મંત્રી હતા. આ દરમિયાન તેમણે બળવો કર્યો, પરંતુ કોંગ્રેસે તેમના બળવા પર ધ્યાન ન આપ્યું અને તરુણ ગોગોઇ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પછી હિમંતે કોંગ્રેસ છોડી દીધી હતી. હવે સ્થિતિ એવી છે કે તેઓ રાહુલ ગાંધીને કોર્ટમાં જોવા માટે પડકાર ફેંકી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના એક ઇન્ટરવ્યુથી સનસની મચી ગઈ છે.

કેટલાય દશકો સુધી કોંગ્રેસ માટે અલગ અલગ ભૂમિકા ભજવનાર ગુલામ નબી આઝાદ ઘણા રાજ્યોમાં કોંગ્રેસના પ્રભારી પણ હતા. થોડા મહિના પહેલા તેમણે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી હતી. આજકાલ તે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ગુલામ નબી આઝાદે આખી વાત જણાવી છે કે હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ કેમ છોડી દીધી.

સોનિયાએ મને દિલ્હી બોલાવીને સરમાને સીએમ બનાવવાનું કહ્યું 
ગુલામ નબી આઝાદે કહ્યું, સોનિયા ગાંધીએ મને ફોન કરીને શ્રીનગરથી દિલ્હી બોલાવ્યો અને મને કહ્યું, 'જુઓ, હિમંત પાસે બહુમતી છે કે બીજા કોઈની. હિમંતે બળવો કર્યો છે અને અહીં વિવાદ છે. જ્યારે મેં હિમંતને મારા દિલ્હીના ઘરે બોલાવ્યાં ત્યારે તેમની સાથે 45 ધારાસભ્યો હતા. જ્યારે સીએમ (તરુણ ગોગોઈ)ને બોલાવવામાં આવ્યા તો તેમની સાથે 7 ધારાસભ્યો પણ હતા. શ્રીમતી ગાંધીએ કહ્યું હતું કે જાઓ અને જેમની પાસે બહુમતી છે તેમની સરકાર બનાવો.

આઝાદે કહ્યું- કેવી રીતે રાહુલે સરમાને સીએમ બનતાં અટકાવ્યાં 
આઝાદે કહ્યું કે સાંજે મને રાહુલ ગાંધીનો ફોન આવ્યો કે તમે જવાના નથી. સવારે જ્યારે હું તેમને મળ્યો ત્યારે સીએમ તેમની બાજુમાં જ બેઠા હતા. રાહુલ ગાંધીએ મને કહ્યું હતું કે આ ચાલુ રહેશે. મેં કહ્યું હિમાંતા પાસે બહુમત છે, તે ભાગી જશે, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ભાગવા દો. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેઓ નોર્થ ઇસ્ટના પ્રભારી છે તો તેનાથી શું ફરક પડે છે?

પાર્ટીમાં આવતાં સરમાએ 8 રાજ્યો ભાજપની ઝોળીમાં આપ્યાં 
આઝાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ કોંગ્રેસનું ભલું નથી કરી રહ્યા, પરંતુ મોદીજીનું કામ કરી રહ્યા છે. હિમંત બિસ્વા સરમાએ પૂર્વોત્તરના 8 રાજ્યો ભાજપના ખિસ્સામાં મૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ