બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Why Havan is necessary in Sanatan Dharma? Every religious work is considered incomplete without it, know the importance

આસ્થા / સનાતન ધર્મમાં કેમ જરૂરી છે હવન? તેના વિના અધૂરા માનવામાં આવે છે દરેક ધાર્મિક કાર્યો, જાણો મહત્વ

Megha

Last Updated: 05:24 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા સહિત તમામ ધાર્મિક કાર્યો હવન કે યજ્ઞ વિના અધૂરા માનવામાં આવે છે. ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં પણ હવનનું ઘણું મહત્વ છે.

  • શુભ કાર્યોમાં હવન કરવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે
  • શું છે હવનનું મહત્વ?
  • હવન કરતાં સમયે આ વાતોનું રાખો ધ્યાન 

સનાતન હિન્દુ ધર્મમાં હવનનું વિશેષ મહત્વ છે. પૂજા, અનુષ્ઠાન કે શુભ કાર્યોમાં હવન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. મહાભારત અને રામાયણના કાળથી ઋષિઓ દ્વારા હવન કરાવવાની પરંપરાનું ચાલે છે અને આપણા હિંદુ ધર્મમાં હવનને શુદ્ધિકરણ અને સકારાત્મકતાની વિધિ માનવામાં આવે છે. પૂજા સહિત તમામ ધાર્મિક કાર્યો હવન કે યજ્ઞ વિના અધૂરા માનવામાં આવે છે. જો કે હવનનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનું ગણવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં શું છે હવનનું મહત્વ ચાલો જાણીએ...
 


શું છે હવન?
હવન એ પવિત્ર અગ્નિનું એક નાનું સ્વરૂપ છે જેમાં  અમુક સામગ્રીઓને અગ્નિકુંડમાં નાખીને મંત્ર અને જાપ કરવામાં આવે છે. હવન એક વ્યક્તિ અથવા સમગ્ર પરિવાર સાથે મળીને કરી શકાય છે અને તેમાં ભગવાનનું સ્મરણ, વેદ મંત્રોનો જાપ અને દક્ષિણા ફરજીયાત છે. શાસ્ત્રોમાં હવનને એક એવું ધાર્મિક કાર્ય કહેવામાં આવ્યું છે, જેની શુભ અસર માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવાર પર જ નહીં પણ સમગ્ર સમાજ અને પ્રકૃતિ પર પણ પડે છે. હવન દરમિયાન મંત્રોના જાપ, અગ્નિ અને ધુમાડો પ્રગટાવવાથી સમગ્ર વાતાવરણ શુદ્ધ થાય છે.

ક્યારે કરવામાં આવે છે હવન 
પૂજા કે કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનમાં હવન કરવાનું મહત્વ વર્ષોથી છે. ગ્રહદોષથી પરેશાન હોય ત્યારે ગ્રહોની શાંતિ માટે પણ હવન કરવામાં આવે છે. આ સિવાય કોઈ પણ શુભ કાર્ય, ભૂમિ પૂજન, ગૃહપ્રવેશ, મકાન નિર્માણ, કથા અને વિવાહ વગેરે સમયે હવન કરવાની પરંપરા છે. જો ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પણ હવન કરાવવાની સલાહ આપવામાં આવે છે.

હવનના લાભ 
ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં પણ હવનના ફાયદા જણાવવામાં આવ્યા છે. હવનથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે, આ સાથે જ હવનમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. જણાવી દઈએ કે હવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમ કે કપૂર, લવિંગ, કેરીનું લાકડું, ઘી, અક્ષત, ગાયના છાણ વગેરેથી હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે.

હવન કરતાં સમયે આ વાતોનું રાખો ધ્યાન 
હવન કુંડની અગ્નિને ફૂંક મારીને અથવા કોઈપણ કપડાની મદદથી પ્રજ્વલિત ન કરવી 
હવનની અગ્નિ પ્રગટાવવા માટે હંમેશા ઘી અથવા કપૂરનો ઉપયોગ કરવો 
એકવાર હવન કુંડમાં અગ્નિ પ્રગટી ગયા પછી તેને ત્યાંથઈ હલાવવું ન જોઈએ.
હવન કુંડમાંથી બહાર પડેલ સામગ્રીને ઉપાડીને ફરી હવનની અગ્નિમાં ન ફેંકવી જોઈએ.
હવન કુંડમાં જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે તેને પાણી નાખીને ન ઓલવવી જોઈએ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ