બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why did the Dattatreya peak controversy reach a peak? What is the root cause of Hindu-Jain enmity?

મહામંથન / દત્તાત્રેય શિખરનો વિવાદ ટોચ સુધી કેમ પહોંચ્યો? હિન્દુ-જૈન વચ્ચે વૈમનસ્ય પેદા થવાના મૂળમાં શું?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં જૈન અને હિન્દુ દેવસ્થાનનાં વિવાદને લઈ આગામી ટૂંક સમયમાં દેશભરનાં સનાતન ધર્મનાં સંતો સાથે બેઠક યોજાવાની છે. તો કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શાંતિપ્રિય એવા બંને સમુદાયને કોણ ઉશ્કેરી રહ્યું છે?

એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી ખતરનાક હોય છે ટોચ કારણ કે ટોચ પછી ખીણ હોય છે. આમ તો આ વાત સફળતાની ટોચે પહોંચેલા લોકો માટે કહેવાઈ છે પણ આપણે જે વાત કરવાની છે તે વાત પણ ટોચ ઉપર રહેલા સ્થાનક માટેની જ છે. આ ટોચ એટલે ગિરિવર ગિરનારની સર્વોચ્ચ ટૂંક દત્તાત્રેય શિખર. તાજેતરનો ઘટનાક્રમ ચર્ચાસ્પદ બન્યો જયારે દત્ત ભગવાનના પગલા ઉપર ખુરશી મારવાનો અને તેને ફેંકવાનો પ્રયાસ થયો તેવો આરોપ દત્ત મંદિરના પૂજારીએ કર્યો. આરોપ સુખી સંપન્ન એવા જૈન સમુદાય સામે હતો. પોલીસની નિષ્ક્રિયતા, સંતોમાં રોષ, જૈન સમાજની દલીલ એ ઘટનાક્રમ દરમિયાન અપેક્ષિત હતી.

  • જૈન સમાજનું કહેવું છે કે બંને સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કારસો છે
  • હિંદુ સમાજના સંતો પણ જૈન સમાજ ઉપર વળતો પ્રહાર કરી રહ્યા છે
  • ગિરનારમાં દત્તાત્રેય શિખર ઉપર થયેલી બબાલ બાદ મામલો ગરમાયો છે

મૂળ વિવાદ આઝાદીકાળથી છે જેમાં હિંદુ સમાજ અને તેના સંતો દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચે રહેલા સ્થાનકની પૂજા કરે છે જયારે જૈન સમુદાયનો દાવો છે કે એ ચરણપાદુકા દત્ત ભગવાનની નહીં પણ તેમના તીર્થંકર નેમિનાથની છે. મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે. આપણે  એ મુદ્દો ચર્ચવાનો છે કે હિંદુ અને જૈન બંનેની છાપ એકંદરે શાંતિપ્રિય જ રહી છે. બંને ધર્મ કોઈ બિનજરૂરી વિવાદમાં પડતા નથી. તો આ વિવાદ આટલી હદે વકરી કેમ ગયો?. શું એવા કોઈ તત્વો છે જે બંને સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. હિંદુ અને જૈન સમુદાય આ પહેલા પાલિતાણામાં શેત્રુંજી પર્વત ઉપર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મંદિર મુદ્દે પણ સામસામે આવ્યા હતા. બંને સમુદાય પાસે અપેક્ષા એટલી જ છે કે શિખર ઉપર પહોંચેલો વિવાદ જેમ બને તેમ જલ્દી નીચે ઉતરે પણ આવુ શક્ય કઈ રીતે બનશે.

  • ગત રવિવારે ગિરનારના દત્તાત્રેય શિખર ઉપર વિવાદ થયો
  • દત્ત ભગવાનની ચરણ પાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો
  • જૈન સમુદાયના 200 થી 250 લોકો આવ્યા હોવાનો દાવો

જૂનાગઢમાં હિંદુ-જૈન દેવસ્થાનનો વિવાદ વકર્યો છે.  ગત રવિવારથી બંને સમુદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.  અમદાવાદમાં જૈન સમાજે તાજેતરમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.  જૈન સમાજનું કહેવું છે કે બંને સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કારસો છે. હિંદુ સમાજના સંતો પણ જૈન સમાજ ઉપર વળતો પ્રહાર કરી રહ્યા છે. ગિરનારમાં દત્તાત્રેય શિખર ઉપર થયેલી બબાલ બાદ મામલો ગરમાયો છે. બંને પક્ષ વચ્ચે સમાધાન થશે કે નહીં તે એક સવાલ?

  • સમગ્ર મામલે પોલીસ નિષ્ક્રિય હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે
  • સામા પક્ષે પણ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે
  • પોલીસનું કહેવું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે

વિવાદનો ઘટનાક્રમ
ગત રવિવારે ગિરનારના દત્તાત્રેય શિખર ઉપર વિવાદ થયો હતો.  દત્ત ભગવાનની ચરણ પાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  જૈન સમુદાયના 200 થી 250 લોકો આવ્યા હોવાનો દાવો કર્યો છે.  દત્ત ભગવાનની પાદુકા ફેંકવાના પ્રયાસનો વીડિયો પણ વાયરલ થયો હતો.  ગિરનાર અમારો છે' એવા સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. જૈન સમુદાયની દલીલ છે કે અમને દર્શન કરતા અટકાવાયા હતા. હોબાળાને પગલે મંદિરના પૂજારીએ પોલીસમાં અરજી આપી હતી. સમગ્ર મામલે પોલીસ નિષ્ક્રિય હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. સામા પક્ષે પણ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે પોલીસનું કહેવું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.

  • બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે
  • હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા નથી આપી
  • જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે

વિવાદના મૂળ ક્યાં?
દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર ઉપર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈનો માને છે કે શિખર પર જે પગલા છે તે નેમિનાથના છે. બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા આપી નથી. જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે.

  • હાઈકોર્ટે એવું ક્યાંય નથી કહ્યું કે સ્થાનક જૈન સમુદાયનું છે
  • હાઈકોર્ટે બંને ધર્મના લોકો પૂજા કરી શકે એવું પણ નથી કહ્યું
  • ગિરનાર ઉપર આદિ-અનાદિકાળથી દત્ત ભગવાન બિરાજમાન છે
  • દત્ત ભગવાનના પગલા નેમિનાથના છે એવા કોઈ પુરાવા નથી

સંતોએ શું કહ્યું?
દત્તાત્રેય શિખર સનાતન ધર્મની જ આસ્થાનું કેન્દ્ર છે.  દત્તાત્રેય શિખરના વિકાસની સરકારે જાહેરાત કરી છે. સરકારે જે જાહેરાત કરી છે તેમાં પણ જૈન સમુદાયને વાંધો છે. હિંદુ ધર્મનું અપમાન ચલાવી લેવાય નહી.  આ બાબતે સંતો ચૂપ નહીં રહે. ત્યારે હાઈકોર્ટમાં મામલો પડતર છે. હાઈકોર્ટે એવું ક્યાંય નથી કહ્યું કે સ્થાનક જૈન સમુદાયનું છે. હાઈકોર્ટે બંને ધર્મના લોકો પૂજા કરી શકે એવું પણ કહ્યું નથી. ગિરનાર ઉપર આદિ-અનાદિકાળથી દત્ત ભગવાન બિરાજમાન છે. દત્ત ભગવાનના પગલા નેમિનાથના છે એવા કોઈ પુરાવા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Jain and Hindu shrines Vtv Exclusive junagadh જૂનાગઢ જૈન અને હિન્દુ દેવસ્થાનનો વિવાદ Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ