બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Why did Mumbai Indians take away the captaincy from Rohit Sharma and give it to Hardik? Planning was going on since the World Cup, know the inside story

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સે કેમ રોહિત શર્માથી કેપ્ટનશીપ છીનવી હાર્દિકને આપી? વર્લ્ડકપથી જ ચાલી રહી હતી પ્લાનિંગ, જાણો ઈનસાઈડ સ્ટોરી

Pravin Joshi

Last Updated: 04:51 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન જાહેર કર્યો છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રોહિત શર્માને આ બધા વિશે પહેલાથી જ ખબર હતી.

  • મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ખળભળાટ
  • રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો
  • રોહિત શર્માને આ બધા વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ હાલ ભારે હોબાળો મચી ગયો છે. મુંબઈએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન જાહેર કર્યો છે. આનાથી મોટાભાગના ચાહકો નારાજ છે. જો કે હવે આ સમગ્ર મામલે વધુ સમાચારો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માને આ બધા વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી.

પાંચ-પાંચ વખત ટ્રોફી જીતાડી છતાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેમ  હટાવ્યો? સમજો હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પાછળનું કારણ / IPL 2024: Five  ...

વર્લ્ડ કપ સમયે બધું સ્પષ્ટ હતું

એક અહેવાલ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સે ICC ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં જ રોહિત શર્માને કહ્યું હતું કે તેઓ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પરત લાવવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યાએ મુંબઈના માલિકોને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે માત્ર એક શરતે મુંબઈ પાછો આવશે. એ મુંબઈના કેપ્ટન બનવાની શરત હતી. હા હાર્દિકે કહ્યું હતું કે જો તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે તો જ તે ફરીથી ફ્રેન્ચાઈઝીમાં જોડાશે. 

IPL 2024માં હાર્દિક પંડ્યાની મુંબઈ ઈંડિયંસમાં વાપસી ફાઇનલ: આ ખેલાડી બની શકે  ગુજરાતનો કેપ્ટન, રોહિતને લઈને પણ અટકળો તેજ / Hardik Pandya to return to  Mumbai ...

વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં રોહિત શર્માને જાણ કરવામાં આવી

મુંબઈના માલિકો હાર્દિક પંડ્યા સાથે સહમત થયા અને પછી વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં રોહિત શર્માને આ વાત કહી. આ પછી હિટમેને તે ફ્રેન્ચાઇઝ પર છોડી દીધું કે તેઓ ભવિષ્ય અંગે શું નિર્ણય લેવા માંગે છે. આવું જ કંઈક થયું. IPL 2024 ની રીટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી. હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સે કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. પરંતુ થોડા કલાકો પછી સમાચાર આવે છે કે હાર્દિક પંડ્યાનો ગુજરાતથી મુંબઈમાં વેપાર થઈ ગયો છે. હવે IPL 2024ની મીની ઓક્શન પહેલા તેને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા મુંબઈ માટે IPLમાં વધુ કેટલી સિઝન રમે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ