બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why are the rest of the talukas not included in the Mawtha relief package treated badly?

મહામંથન / માવઠા રાહત પેકેજમાં ન સમાવવામાં આવેલા બાકીના તાલુકા સાથે ઓરમાર્યું વર્તન કેમ? છેડાયો મોટો સવાલ

Vishal Khamar

Last Updated: 09:48 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યાર અગાઉ પડેલ વરસાદનો સર્વે કરી સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિસ્તારનાં ખેડૂતોને સહાય કેમ ન મળી તે પણ એક પ્રશ્ન છે.

જ્યારે જ્યારે માવઠાથી નુકસાનીમાં સહાયની વાત આવે ત્યારે સરકાર પર હરહંમેશ સવાલ ઉઠતા જ રહ્યા છે.આ વખતે પણ સરકારે ખેડૂતો માટે સહાયનું એલાન તો કરી દીધુ પરંતુ દર વખતની જેમ સહાયનો મુદ્દો રાજકીય બનતો જઈ રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છેકે સર્વેમાં 42 હજાર 210 હેક્ટરમાં નુકસાનની વાત સરકાર જ્યારે કરી જ ચૂકી છે ત્યારે તે તમામ વિસ્તારના ખેડૂતોને સહાય કેમ ન મળી શકે? તમામને સહાય જ ન મળવાની હોય તો ખેડૂતોએ અરજી શા માટે કરવી?. એક આરોપ એ પણ છે કે જાહેર કરવામાં આવેલી સહાય અધૂરી અને અસ્પષ્ટ છે. ત્યારે અહી સવાલ એ છેકે શું ખેડૂતોની આ મૂઝવણ દૂર થશે?માવઠાથી નુકસાનમાં સહાયમાં પ્રશ્નો કેટલા છે.

  • કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું
  • રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી પણ ખેડૂતોમાં નિરાશા યથાવત
  • સરકારે 13 જિલ્લાના 48 તાલુકામાં સહાયની જાહેરાત કરી છે

કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું. રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી પણ ખેડૂતોમાં નિરાશા યથાવત છે.  સરકારે 13 જિલ્લાના 48 તાલુકામાં સહાયની જાહેરાત કરી છે. અન્ય કેટલાક જિલ્લા, તાલુકામાં નુકસાન છતાં સરવે થયો નથી અનેક તાલુકાઓમાં સરવે ન થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરાયો છે. સરવે કરીને સરકાર પુરતી સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે. 

સરકારના સરવેમાં કેટલું નુકસાન?

જિલ્લા 13
તાલુકા 48

 સરકારની સહાયને સમજો

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક

  • SDRFના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ 13 હજાર 500ની સહાય
  • 13 હજાર 500 ઉપરાંત સરકારના ભંડોળમાંથી 9 હજાર 500 રૂપિયા મળશે
  • આ રીતે હેક્ટર દીઠ 23 હજાર રૂપિયાની સહાય મળશે

બહુવર્ષાયુ બાગાયતી પાક

  • પ્રતિ હેક્ટર 18 હજાર રૂપિયાની સહાય
  • સરકારના ભંડોળમાંથી વધારાના 12 હજાર 600 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય
  • આ રીતે 30 હજાર 600 રૂપિયાની સહાય મળશે

નુકસાનીના માપદંડ શું? 

  • ઓછામાં ઓછું 33% નુકસાન થયું હશે તો જ મળશે સહાય
  • ચુકવવાપાત્ર રકમ 4 હજારથી ઓછી હશે તો ન્યૂનતમ સહાય 4 હજાર સુધી મળશે

હેક્ટર દીઠ સહાયની મર્યાદા શું?

  • મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે 

ખેડૂતોની શું છે માગણી? 

  • સહાયની જાહેરાત તો થઈ પણ હજુ અનેક ગામડાઓમાં સરવે નથી થયો
  • તાલુકા કે ગણ્યા ગાંઠ્યા ગામમાં જ સરવે થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
  • સરકારે સહાય પેકેજમાં કેટલાક તાલુકા બાકાત રાખતા ખેડૂતોમાં નારાજગી
  • અનેક જિલ્લા અને તાલુકાઓના નામ રખાયા છે બાકાત
  • સહાય અધૂરી અને અપૂરતી છે
  • ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે
  • SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે
  • સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે? 

સહાય અંગે કોંગ્રેસે શું કહ્યું?

આ બાબતે કોંગ્રેસે કહ્યું હતું કે, સહાય અધૂરી અને અપૂરતી છે. ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે. SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે છે.  સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે?. તેમજ તાલુકા મથકે થયેલા વરસાદના આધારે સરવે થયો હતો. તાલુકાના ગામમાં વરસાદ હોય જયારે તાલુકા મથકે વરસાદ ન પણ હોય. આવા અનેક ગામ એવા છે કે જ્યાં સરવે કરવામાં નથી આવ્યો. ઉનાળુ પાકના સરવે, સહાયની જાહેરાત ક્યારે થશે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ