બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / VTV વિશેષ / Why appeared in alcoholism for business? Will Gujarat ever be free from the hypocrisy of liquor ban?

મહામંથન / બિઝનેસ માટે શરાબમુક્તિમાં કેમ દેકારો થયો? ગુજરાત દારૂબંધીના દંભથી ક્યારેય મુક્ત થઈ શકશે?

Vishal Khamar

Last Updated: 10:31 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ગિફટ સિટીમાં દારૂનાં સેવન અંગેની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂનાં સેવનને લઈ નિયમ જાહેર કર્યા છે. ત્યારે લોકો હજુ પણ દારૂનાં સેવનનાં નિયમોને લઈ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ગિફ્ટ સિટીમાં શરતી શરાબમુક્તિનો મુદ્દો ચર્ચામાં છે. ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ મળી ત્યારથી દારૂનું સેવન કોણ કરી શકશે, કોણ નહીં કરી શકે, દારૂનું વેચાણ કોણ કરી શકશે આ તમામ સવાલોને લઈને અસમંજસ હતી પરંતુ હવે આ અસમંજસનો અંત આવ્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં શરતી શરાબમુક્તિ આપી છે. જ્યારથી અલગ ગુજરાત બન્યું ત્યારથી અહીં કેન્દ્રશાસિત વિસ્તારને બાદ કરતા દારૂબંધી છે. હવે ગિફ્ટ સિટીમાં ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ સંજોગોમાં દારૂના સેવનની છૂટ મળી છે. સ્વભાવિક છે કે આ મુદ્દે ભિન્ન મત સામે આવવાના છે. હવે જો વિદેશી રોકાણકારોને આકર્ષવાના હોય અને મોટાપાયે વિદેશી રોકાણ લાવવાનો પ્રયાસ હોય તો નીતિગત ફેરફાર કરવા પડે. 

  • ગિફ્ટ સિટીમાં દારૂના સેવન અંગે નિયમ જાહેર થયા
  • કોણ દારૂનું સેવ કરી શકશે તેની સ્પષ્ટતા
  • દારૂનું વેચાણ કોણ કરી શકશે તેની પણ સ્પષ્ટતા

બીજી બાજુ એ પણ જોવું પડે કે હાલ ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની શરતી મંજૂરી છે તો કાલ સવારે એવી જ માગ સુરતના ડાયમંડ બુર્સ માટે ઉઠે ત્યારે શું. સમય જતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે પણ આવી માંગ ઉઠે તો શું થશે?. સામે પક્ષે કડવી વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતમાં ગેરકાયદે દારૂ પકડાવવાના અગણિત કિસ્સાઓ સામે આવ્યા છે એટલે રાજ્યની જનતાએ એ પણ જોવાનું છે કે તેઓ દારૂબંધીના દંભમાંથી કેમ મુક્ત થઈ શકે. હાલ તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપતા નવા નિયમો શું છે.

  • નશાબંધી અને આબકારી વિભાગે ગાઈડલાઈન જાહેર કરી
  • ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન ચોક્કસ નિયમોને આધીન થશે
  • ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે અલગ-અલગ મત

ગિફ્ટ સિટીમાં દારૂના સેવન અંગે નિયમ જાહેર થયા હતા.  કોણ દારૂનું સેવ કરી શકશે તેની સ્પષ્ટતા કરી હતી.  દારૂનું વેચાણ કોણ કરી શકશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.  નશાબંધી અને આબકારી વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે.  ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન ચોક્કસ નિયમોને આધીન થશે. ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે અલગ-અલગ મત છે. 

ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની કોને છૂટ? 

  • ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ
  • ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા અધિકૃત મુલાકાતીઓ

કેવા સંજોગોમાં દારૂના સેવનની છૂટ?
ગિફ્ટ સિટીના કર્મચારીઓને અધિકૃત અધિકારી પરમીટ આપશે. તેમજ  ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે સંલગ્ન કંપનીના અધિકારીની ભલામણ જરૂરી છે.  મુલાકાતીઓ સાથે લીકર એક્સેસ પરમીટ ધરાવતા કર્મચારી રહેશે. 

ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કોણ નહીં કરી શકે?

  • વિઝીટર પરમીટ ધરાવતા લોકો
  • હેલ્થ પરમીટ ધરાવતા લોકો
  • ટુરીસ્ટ પરમીટ ધરાવતા લોકો

આ શરતો પણ જાણી લો
ગિફ્ટ સિટીમાં ચોક્કસ પરિસરમાં જ દારૂનું સેવન થઈ શકશે. દારૂના સેવન માટે 21 વર્ષથી ઓછી વય નહીં ચાલે. દારૂ પીરસવા માગતી હોટલે FL-3 લાયસન્સ મેળવવાનું રહેશે. FL-3 ગિફ્ટ સિટીમાં અધિકૃત કર્મી, મુલાકાતીને દારૂ પીરસવાની મંજૂરી આપે છે. FL-3 લાયસન્સ ધારક હોટલ, રેસ્ટોરન્ટે જરૂરી હિસાબ રાખવાના રહેશે. અધિકૃત વ્યક્તિ દારૂના સેવન બાદ વાહન નહીં હંકારી શકે. તેમજ FL-3 લાયસન્સ ધારકે ખાન-પાન અંગેનું જરૂરી લાયસન્સ મેળવવાનું રહેશે. FL-3 લાયસન્સ ધારક અન્ય કોઈ વ્યક્તિને દારૂનું વેચાણ નહીં કરી શકે. લીકર એક્સેસ પરમીટ હશે તે જ FL-3 લાયસન્સવાળા વિસ્તારમાં આવી શકશે. લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે દારૂ નહીં આપી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ