બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / WHO's Latest Message On Covid Origin 3 Years Since It Declared Pandemic

કોણ ફોલ્ટમાં હવે પકડાશે / 'ગમે તે થાય કોરોનાનું મૂળ શોધીને જ રહીશું', WHOના એલાનથી ધ્રૂજ્યાં 'ડ્રેગનના ટાંટિયા', પેટમાં પાપ એટલે કર્યો વિરોધ

Hiralal

Last Updated: 03:35 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંગઠને એવું જાહેર કર્યું છે કે કોરોના ક્યાંથી લીક થયો તે શોધી કાઢવા વિશ્વ આરોગ્ય સંગઠન કટિબદ્ધ છે અને તે માટેના પ્રયાસો શરુ કરી દેવાયા છે.

  • કોરોના ચીનમાંથી લીક થયો હોવાની પ્રબળ શક્યતા
  • અનેક વૈજ્ઞાનિકો વુહાન લીક થીયરી કહી ચૂક્યા છે
  • જોકે વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી નથી કરી સત્તાવાર જાહેરાત
  • હવે સંગઠને કહ્યું- કોરોના ક્યાંથી લીક થયો, શોધી કાઢવા સમર્પિત 
  • ચીન વિશ્વ આરોગ્ય સંગઠનના આ નિર્ણયનો વિરોધ કર્યો 

કોરોના ચીનના વુહાન લેબમાંથી ફેલાયો હોવાનું અનેક વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે. છાસવારે આવા રિપોર્ટ પણ આવતા રહે છે જોકે હજુ સુધી વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે કંઈ સત્તાવાર ફોડ પાડ્યો નથી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન પહેલી વાર એક મહત્વનું નિવેદન આપતાં ચીનની ચિંતા વધી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ ઘેબ્રેયમે કહ્યું કે કોરોના ક્યાંથી ફેલાયો તે શોધી કાઢવું અમારી ફરજ છે અને અમે આ દિશમાં પ્રયાસ શરુ કરી દીધાં છે. તેમણે કહ્યું કે યુએન સંસ્થા વાયરસ કેવી રીતે ઉદભવે છે તે શોધવા માટે પ્રતિબદ્ધ છે.

કેમ જરુરી છે કોરોનાનું મૂળ શોધી કાઢવાનું 
ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, કોરોના ક્યાંથી ફેલાયો તે શોધી કાઢવું જરુરી છે કારણ કે એક વૈજ્ઞાનિક અનિવાર્યતા, ભવિષ્યના ફાટી નીકળવાના રોગચાળાને રોકવામાં અમને મદદ કરવા માટે (અને) નૈતિક અનિવાર્યતા માટે, મૃત્યુ પામેલા લાખો લોકો માટે કોરોનાનું મૂળ શોધી કાઢવું જરુરી છે. ઉલ્લેખનીય છે આજથી ત્રણ વર્ષ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠને પહેલી વાર કોરોનાને મહામારી જાહેર કરી હતી. 

ચીનના વુહાનમાંથી કોરોના ફેલાયો હોવાનો વૈજ્ઞાનિકોનો મત 
ઉલ્લેખનીય છે કે 2020ની સાલમાં દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હોવાનું અનેક વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધકો કહી ચૂક્યા છે જોકે વિશ્વની કોઈ સરકાર કે વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. 

ચીનના પેટમાં પાપ એટલે વિશ્વ આરોગ્ય સંગઠનનો કર્યો વિરોધ
ચીને વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્ણયનો વિરોધ કર્યો છે તે અનેક વાર કહી ચૂક્યું છે કોરોના તેના દેશમાંથી નથી ફેલાયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ