બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / WHO report says Hepatitis Patients increasing in India cause of Liver Failure

Health / શું ભારત માટે સંકટ પેદા કરી રહ્યાં છે આ દર્દીઓ! WHOએ આપ્યું એલર્ટ, આ રીતે સાચવો હેલ્થને

Vidhata

Last Updated: 11:52 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હેપેટાઇટિસનાં દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લીવરના રોગોનું જોખમ વધી રહ્યું છે. વિશ્વભરમાં દર વર્ષે 13 લાખ લોકો લીવરના ઇન્ફેક્શન કારણે મૃત્યુ પામે છે. લીવરના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ચાલી જાણીએ લીવરને સ્વસ્થ અને રોગોથી કેવી રીતે દૂર રાખવું?

આપણા શરીરના દરેક અંગોનું પોતાનું અલગ કામ છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવાનું કામ હૃદયનું છે તો ખાવાનું પચાવવાનું કામ જઠર કરે છે. એવી જ રીતે લિવરને શરીરનો ડોક્ટર કહેવામાં આવે છે. તેમ છતાં 100માંથી 99 લોકો શરીરના આ અંગની કાળજી લેતા નથી. ભારતમાં હેપેટાઇટિસ એટલે કે 'લીવરમાં સોજા'ની સમસ્યા ઝડપથી વધી રહી છે. WHOના 'ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2024' અનુસાર, હેપેટાઇટિસની સમસ્યાના મામલે ચીન પછી ભારત બીજા નંબરે આવે છે. વિશ્વમાં દર વર્ષે 13 લાખ લોકો લિવર ઈન્ફેક્શનને કારણે જીવ ગુમાવે છે. આના કારણે ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સરના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. 

હાલમાં દેશમાં દર વર્ષે 15 લાખથી વધુ લોકો લીવર ફેલ્યોરથી પીડાય છે. સિરોસિસના 5 લાખથી વધુ કેસ સામે આવે છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં લિવરની બીમારીને કારણે મૃત્યુના કેસમાં 40%નો વધારો થયો છે. જો તમે આ મોટી સમસ્યાથી બચવા માંગતા હોવ તો શરીરમાં થતા નાના-નાના ફેરફારો પર નજર રાખો. તમારા ખાણી-પીણીની યોગ્ય કાળજી લો. આલ્કોહોલનું સેવન બંધ કરો. તમારી જીવનશૈલીમાં સુધારો કરો અને દરરોજ થોડી કસરત કરો. તો આજે જાણીએ લિવરને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય.

લિવર ખરાબ થવાના લક્ષણો 

જો સોજો આવે, ફેટી લિવર હોય, શરીર પર લાલ ચકામા દેખાય, ખરાબ બ્લડ સર્ક્યુલેશન હોય, સતત ખંજવાળ આવતી હોય, લિવરમાં કન્જેશન થવું, પગના તળિયા ગરમ રહેવા જેવા લક્ષણો જોવા મળે તો સતર્ક થઈ જવું. ડોક્ટર પાસે જઈને શરીરની તપાસ કરાવો. 

લિવરની સમસ્યા થવાના કારણો 

જો તીખું-તળેલું ખાવાનું વધારે ખાતા હોય, મસાલેદાર ખાવાનું, ફેટી ફૂડસ, જંક ફૂડ, રિફાઇન્ડ સુગર, આલ્કોહોલનાં વધારે પડતા સેવનને કારણે લિવરની સમસ્યા સર્જાઈ શકે છે. 

ફેટી લિવરની બિમારી શા માટે થાય છે

હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ડાયાબિટીસ, થાઇરોઇડ, સ્લીપ એપનિયા, અપચો જેવી સમસ્યા હોય તો ફેટી લિવર હોઈ શકે છે. 

લિવર શરીરમાં શું કામ કરે છે

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં લિવર ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. લિવર શરીરમાં એન્ઝાઈમ્સ બનાવે છે, બ્લડને ફિલ્ટર કરે છે, શરીરમાંથી ટોક્સીન બહાર કરે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે, પાચનતંત્રનો ભાગ છે, પ્રોટીન બનાવે છે, અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. 

લિવરને નુકસાન પહોંચાડતી વસ્તુઓ

સેચ્યુરેટેડ ફેટ, વધારે પડતું મીઠું, વધારે ગળ્યું, પ્રોસેસ્ડ ફૂડ, કાર્બોરેટેડ ડ્રિંક્સ, આલ્કોહોલ જેવી વસ્તુઓ લિવરને નુકસાન પહોંચાડે છે, જેથી તેનાથી દૂર રહેવું જોઈએ. 

વધુ વાંચો: ભીષણ ગરમીથી બચીને રહેજો, નહીંતર સપડાઇ જશો આ 3 ખતરનાક બીમારીમાં, જાણો બચાવના ઉપાય

લિવરને સ્વસ્થ કેવી રીતે બનાવવું

સિઝનલ ફ્રુટ્સ, સાબુત અનાજ, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, શાકાહારી ખોરાક, પ્લાન્ટ બેસ્ડ ફૂડ જેવી વસ્તુઓને પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઈએ, એના સેવનથી લિવર સ્વસ્થ રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ