બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / who replace hardik pandya suryakumar shreyas shami siraj

World cup 2023 / હાર્દિક ફિટ થયો તો ટીમ ઈન્ડિયામાંથી કોનું કપાશે પત્તું? શમી તો જોરદાર ફોર્મમાં અને સૂર્યકુમારને રાખવાની માંગ

Manisha Jogi

Last Updated: 04:27 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા પછી મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યા ડાયરેક્ટ સેમિફાઈનલ સુધીમાં જ ફિટ થઈ શકશે. હાર્દિક પંડ્યા ફિટ થઈ જશે, પછી કયા ખેલાડીનું પત્તુ કપાશે?

  • હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા પછી મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન ક
  • હાર્દિક પંડ્યા સેમિફાઈનલ સુધીમાં ફિટ થઈ શકે
  • હાર્દિક પંડ્યા ફિટ થયા પછી કયા ખેલાડીનું પત્તુ કપાશે?

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા પછી મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યા બહાર થયા પછી સૂર્યકુમાર યાદવને મોકો આપવામાં આવ્યો છે, જેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 49 રનની ઈનિંગ રમી. રિપોર્ટ્સ અનુસાર લીગ સ્ટેજની મેચમાં હાર્દિક પંડ્યા વાપસી નહીં કરી શકે. હાર્દિક પંડ્યા ડાયરેક્ટ સેમિફાઈનલ સુધીમાં જ ફિટ થઈ શકશે. હાર્દિક પંડ્યા ફિટ થઈ જશે, પછી કયા ખેલાડીનું પત્તુ કપાશે?

સૂર્યકુમાર એક મેચમાં ફેઈલ, પછી વાપસી
હાર્દિક પંડ્યા ઈન્જર્ડ થયા પછી તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સૂર્યાકુમાર યાદવ 2 રન પર આઉટ થઈ ગયા. ઈંગ્લેન્ડ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે 49 રનની ઈનિંગ રમી અને બીજા નંબરે ટોપ રન સ્કોરર રહ્યા. સૂર્યાકુમાર યાદવે 31મી ઓવરથી રમવાનું શરૂ કર્યું ખરાબ શોટ રમીને 47મી ઓવર પર 49 રને આઉટ થયા. 

શ્રેયસ ઐય્યર
 વર્લ્ડ કપની પહેલી મેચમાં ખાતુ ખોલી શક્યા નહોતા, પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામેની મેચમાં 25 તથા 53 રનની ઈનિંગ રમીને અણનમ રહ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં 149 રન અને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 33 રન કર્યા. ઈંગ્લેન્ડ સામેની મેચમાં 4 રન કરીને આઉટ થઈ ગયા. છેલ્લી 3 મેચના પર્ફોર્મન્સને જોઈને શ્રેયસને બહાર બેસાડવો તે મેનેજમેન્ટ માટે સરળ રહેશે. શ્રૈયસ ઐય્યર 4 નંબરે અને હાર્દિક 6 નંબરે બેટીંગ કરે છે. 

મોહમ્મદ શમીએ 2 મેચમાં 9 વિકેટ લીધી
હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર ક્રિકેટર છે. બેટીંગની સાથે સાથે શાનદાર બોલિંગ કરે છે. મોહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 54 રન આપીને 5 વિકેટ લીધી. રચિન રવિન્દ્ર, વિલ યંગ અને ડેરિલ મિચેલ જેવા ટોપ ઓર્ડર બેટ્સમેનની વિકેટ લીધી હતી અને ડેથ ઓવર્સમાં 2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની મેચમાં 22 રન આપીને 4 વિકેટ લીધી અને બીજી ઓવરમાં જ બેન સ્ટોક્સને બોલ્ડ કરી દીધો. 

અશ્વિન અને શાર્દૂલ
હાર્દિક ફિટ ના હોવાને કારણે ભારતીય ટીમ 6 બેટ્સમેન, 4 બોલર અને એક ઓલરાઉન્ડર સાથે રમી રહી છે. હાર્દિક ફિટ ના થાય ત્યાં સુધી શાર્દૂલ ઠાકૂર અથવા રવિચંદ્રન અશ્વિનના રૂપે કોઈ એક બોલિંગ ઓલરાઉન્ડર લાવવો મુશ્કેલ છે. 

આ બંને ખેલાડી આઠમાં નંબરે બેટીંગ કરે છે અને આ ટુર્નામેન્ટમાં રમી પણ ચૂક્યા છે. હાર્દિક ફિટ થશે ત્યાર પછી જ આ બે ખેલાડી રમી શકશે. હાર્દિક ફિટ ના થાય અને અશ્વિનને લેવામાં આવે તો ભારતે જાડેજા અથવા કુલદીપમાંથી કોઈ એકને બહાર કરવાનો રહેશે. કુલદીપ ભારતના બેસ્ટ સ્પિનર છે, તેથી તે બહાર ના થઈ શકે. ત્રણ સ્પિનર્સને એક સાથે રમવામાં આવશે તો શમી, સિરાજ અથવા બુમરાહમાંથી કોઈ એક બોલરને બહાર કરવાનો રહેશે. લિમિટેડ ઓવર ક્રિકેટમાં માત્ર બે ફાસ્ટ બોલર સાથે મેદાન ઉતરવું તે ખતરનાક સાબિત થઈ શકે છે. શાર્દૂલ 10 ઓવર બોલિંગ કરે તેવી કોઈ ગેરંટી નથી. ઘણીવાર તેઓ અનેક મેચમાં રન આપવા લાગે છે. 

હાર્દિક આવશે તો સિરાજની પોઝિશન પર જોખમ
હાર્દિક પંડ્યાની વાપસી થશે તો કોઈ એક ફાસ્ટ બોલરે બહાર જવું પડશે. જેથી મોહમ્મદ સિરાજ બહાર જઈ શકે છે. મોહમ્મદ સિરાજે 6 મેચમાં 6 વિકેટ લીધી છે અને 5.85 ઈકોનોમીથી રન આપ્યા. 

હાર્દિક ફિટનેસ
હાર્દિક પંડ્યા 80થી90% ફિટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમે 6 મેચ જીતી છે . આ કારણોસર હાર્દિકને લીગ મેચમાં આરામ આપવામાં આવી રહ્યો છે, જેથી યોગ્ય સમય સુધીમાં ફિટ થઈ શકે અને મેચ રમી શકે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ