બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Who is this girl who make entry with Salman at Anant Radhikas engagement see VIDEO

મનોરંજન / કોણ છે આ Girl? જેને અનંત-રાધિકાની સગાઈમાં સલમાન સાથે મારી એન્ટ્રી, જુઓ VIDEO

Arohi

Last Updated: 05:11 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ હતી. કપલના એન્ગેજમેન્ટ ફંક્શનમાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો.

  • અનંત અને રાધિકાની થઈ સગાઈ
  • સગાઈ ફંક્શનમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો 
  • સલમાન ખાનનો વીડિયો થઈ રહ્યો વાયરલ 

દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં હાલ સેલિબ્રેશનનો માહોલ છે. હકીકતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. 

19 જાન્યુઆરી, ગુરૂવારે એન્ટીલિયામાં અનંત અને રાધિકાએ એક ગ્રાન્ડ એન્ગેજમેન્ટ સેરેમનીમાં ઓફિશિયલી સગાઈ કરી. આ કપલે સગાઈ બાદ અંબાણી પરિવારમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પણ હોસ્ટ કર્યું જેમાં બોલિવુડના સ્ટાર્સ જોવા મળ્યા. સલમાન ખાન પણ ભત્રીજાની સાથે અનંત-રાધિકાને શુભકામનાઓ આપવા પહોંચી હતા. 

નેવી બ્લૂ સ્લિક કૂર્તામાં જોવા મળ્યો સલમાન 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એન્ગેજમેન્ટ સેરેમનીમાં સલમાન ખાન પોતાની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીની દિકરી અલિઝેહ ખાન અગ્નિહોત્રીની સાથે પહોંચ્યો હતો તે સમયે તે નેવી બ્લૂ સિલ્ક કૂર્તામાં હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

તેણે તેના મેચિંગ ટ્રાઉઝરની સાથે પયર કર્યું હતું. 'ટાઈગર 3' સ્ટાર હાલ થિક બિયર્ડ લુકમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના સિગ્નેચર સિલ્વર બ્રેસલેટ અને બ્લેક કલરના સ્નીકર્સની સાથે પોતાના લુકને કમ્પલેટ કર્યો હતો. 

સલમાન ખાનની ભત્રીજી અલિઝેહ વ્હાઈટ લહેંગામાં દેખાઈ ખુબ જ સુંદર 
સલમાન ખાનની સાથે તેમની ભત્રીજી અલિઝેહ ખાન અગ્નિહોત્રી પણ અનંત-રાધિકાના એન્ગેજમેન્ટ ફન્ક્શનમાં પહોંચી હતી. અલિઝેહ વ્હાઈટ મિરર વર્ક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સલમાનની નાની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને તેના પતિ અતુલ અગ્નિહોત્રીની દિકરી અલિઝેહે પોતાના લુકને મેચિંગ હિલ્સ અને સિલ્વર હેન્ડ બેગ સાથે કમ્પલેટ કર્યા હતા. 

સલમાન અને અલિઝેહે આપ્યા પોઝ 
આ દરમિયાન સલમાન ખાને તેની ભત્રીજી અલિઝેહ સાથે જોરદાર તસવીરો ક્લિક કરી હતી. બંનેને જોઈને લાગતું હતું કે મામા અને ભત્રીજી એકબીજા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ