બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Who is the best player in the world in T20? One of the four ICC nominees is Team India

ICC T20 / T20માં દુનિયાનો સૌથી બેસ્ટ ખેલાડી કયો? ICCના ચાર નૉમિનીમાંથી એક ટીમ ઈન્ડિયાનો, જુઓ કોણ

Priyakant

Last Updated: 03:30 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ આખા વર્ષમાં T20 ક્રિકેટમાં પોતાનું રાજ સ્થાપિત કરનાર આ ખેલાડીને T20 ક્રિકેટર ઓફ ધ યરની યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સ્થાન મળ્યું

  • ICCએ વર્ષ 2022 માટે T20 ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનીના નામ જાહેર કર્યા 
  • સૂર્યકુમાર યાદવને આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સ્થાન મળ્યું
  • આ એવોર્ડ માટે સૂર્યકુમાર યાદવને સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે  

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ ગુરુવારે વર્ષ 2022 માટે T20 ક્રિકેટર ઓફ ધ યર માટે ચાર નોમિનીના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એક ભારતીય ખેલાડી પણ છે જેને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આ ભારતીય ઉપરાંત ઝિમ્બાબ્વે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીને પણ નોમિનેટ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ રમાયો હતો જ્યાં એક કરતા વધુ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

આ આખા વર્ષમાં T20 ક્રિકેટમાં પોતાનું રાજ સ્થાપિત કરનાર સૂર્યકુમાર યાદવને આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સ્થાન મળ્યું છે. તે આ વર્ષના અંત સુધી ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન પણ હતો. તેના નામે આ વર્ષે સૌથી વધુ 1164 રનનો રેકોર્ડ પણ નોંધાયો છે. તે T20 ક્રિકેટમાં એક વર્ષમાં 1000નો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન પણ બન્યો છે. તેણે આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે, આ વર્ષે 2 ટી20 સદી ફટકારનાર સૂર્યાને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

હવે આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ચાર નોમિનીની યાદી પર નજર કરીએ તો આ યાદીમાં ભારતના બહાદુર સૂર્યકુમાર યાદવની સાથે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને ઈંગ્લેન્ડના સેમ કરનનો સમાવેશ થાય છે. જ્યાં સૂર્યાએ બેટિંગમાં પરચમ લહેરાવ્યો ત્યાં સેમ કરનના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડની ટીમ પણ આ વર્ષે T20માં વર્લ્ડ ચેમ્પિયન બની છે. પાકિસ્તાનના સિકંદર રઝા અને મોહમ્મદ રિઝવાને પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે કોણ જીતે છે તે જોવાનું રહેશે.

વર્ષ 2022માં આ ચારેયનું પ્રદર્શન કેવું રહ્યું ?

  • સૂર્યકુમાર યાદવ - 1164 રન (31 મેચ, 187.43 સ્ટ્રાઇક રેટ)
  • મોહમ્મદ રિઝવાન - 996 રન, 9 કેચ, 3 સ્ટમ્પિંગ (25 મેચ)
  • સિકંદર રઝા - 735 રન, 25 વિકેટ (24 મેચ)
  • સેમ કરન - 67 રન, 25 વિકેટ (19 મેચ)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ