બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / who is dhruv rathee and why arvind kejriwal said in sc he made mistake

દિલ્હી / યુટ્યુબરના ચક્કરમાં ફસાયા દિલ્હીના CM કેજરીવાલ, સુપ્રીમ કોર્ટમાં કહેવું પડ્યું- ભૂલ થઈ ગઈ

Priyakant

Last Updated: 02:53 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Arvind Kejriwal Latest News: દિલ્હીના CM ધ્રુવ રાઠીના એક વીડિયોને રીટ્વીટ કરવા બદલ માનહાનિના કેસમાં કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી

CM Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કથિત દારૂ કૌભાંડ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી  કેજરીવાલ આ દિવસોમાં કેટલીક અન્ય કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આમાંથી એક માનહાનિનો કેસ પણ છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના CM ધ્રુવ રાઠીના એક વીડિયોને રીટ્વીટ કરવા બદલ માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે અને તેનાથી છૂટકારો મેળવવા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. હવે કોર્ટે ફરિયાદીને પૂછ્યું કે, કેજરીવાલ પોતાની ભૂલ કબૂલ કર્યા પછી શું તે કેસ પાછો ખેંચવા માંગશે? હવે આ કેસમાં આગળ શું થશે તે ફરિયાદીનું વલણ નક્કી કરશે. આવો અને જાણીએ કે શું છે આ વિવાદ અને કોણ છે ધ્રુવ રાઠી ? 

કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું, હું એટલું જ કહીશ કે મેં રીટ્વીટ કરીને ભૂલ કરી છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કેજરીવાલ સાથે સંબંધિત માનહાનિના કેસની સુનાવણી 11 માર્ચ સુધી ન કરવા પણ કહ્યું હતું.આ પહેલા 5 ફેબ્રુઆરીએ કેજરીવાલને હાઈકોર્ટમાં ઝટકો લાગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, જો કથિત અપમાનજનક સામગ્રી ફરીથી પોસ્ટ કરવામાં આવશે તો માનહાનિનો કાયદો લાગુ થશે. મુખ્યમંત્રીએ હાઈકોર્ટને કહ્યું હતું કે, તેમનો ઈરાદો ફરિયાદી વિકાસ સાંકૃત્યનને નુકસાન પહોંચાડવાનો નહોતો. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા. તેમણે નીચલી કોર્ટ સામે પહેલા સેશન્સ કોર્ટ અને પછી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

શુ છે સમગ્ર મામલો ? 
આ આખો મામલો 2018નો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ધ્રુવ રાઠી નામના યુટ્યુબરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (તે સમયે ટ્વિટર) પર શેર કર્યો હતો.આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી નામનું સોશિયલ મીડિયા પેજ ચલાવતા વિકાસ સાંકૃત્યનનો આરોપ છે કે, વીડિયોમાં તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને દિલ્હીના મુખ્યમંત્રીએ તથ્યોની તપાસ કર્યા વિના વીડિયો શેર કર્યો હતો. ફરિયાદી સાંકૃત્યાયને દાવો કર્યો હતો કે, 'BJP IT સેલ પાર્ટ II' નામના યુટ્યુબ વિડિયોમાં જર્મની સ્થિત રાઠી દ્વારા અનેક ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો અને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો. જોકે આ મામલો નીચલી કોર્ટ અને હાઈકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 

વધુ વાંચો: ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ

કોણ છે ધ્રુવ રાઠી ? 
હરિયાણામાં જન્મેલા અને જર્મનીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનાર ધ્રુવ રાઠી યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રભાવક છે. ધ્રુવ રાઠી કે જેણે 2014 માં તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી તેને યુટ્યુબ પર 14 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અને ટ્વિટર પર 18 લાખ લોકો તેને અનુસરે છે. તેના મોટાભાગના વીડિયોને 10-20 લાખ વ્યૂઝ મળે છે. સોશિયલ મીડિયા પર રાઠીની લોકપ્રિયતા જોઈને ટાઈમ મેગેઝિને ગયા વર્ષે તેમને નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સામેલ કર્યા હતા. ઘણા લોકો ધ્રુવ રાઠી પર એકતરફી વીડિયો બનાવવાનો આરોપ લગાવે છે જ્યારે કેટલાક લોકો તેને સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતા કહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ