બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

VTV / ભારત / Politics / Cross-voting in three states in Rajya Sabha elections

રાજ્યસભા ચૂંટણી / ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ

Priyakant

Last Updated: 02:33 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election 2024 Latest News: ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત તો હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

Rajya Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેના 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલમાં પણ ક્રોસ વોટિંગ જોવા મળી રહ્યું છે.

સપાના કયા ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું?
ઉત્તરપ્રદેશમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મતદાન કરવા માટે 8 બળવાખોર સપા ધારાસભ્યોને તેમની સાથે લઈ ગયા હતા. સપાના ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ, રાકેશ પાંડે, અભય સિંહ, મનોજ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી, મહારાજી પ્રજાપતિ અને આશુતોષ મૌર્યએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે, ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠને 26-28 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળી શકે છે જ્યારે સપાના ઉમેદવારને એકંદરે માત્ર 20 વોટ મળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર સંજય સેઠની જીત લગભગ નિશ્ચિત છે.

હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું 
તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેના કારણે અહીંના રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હિમાચલમાં રાજ્યસભાની એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનું કહેવું છે કે અમે ચૂંટણીને રસપ્રદ બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે હું જીતતાની સાથે જ કોંગ્રેસની સરકાર પડી જશે. આ દરમિયાન મહાજને સીએમ સુખુ પર પણ જોરદાર નિશાન સાધ્યું. વિધાનસભામાં સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે હર્ષ મહાજનને ઉમેદવાર બનાવ્યા છે.

સુખવિંદ સિંહ સુખુએ જીતનો દાવો કર્યો
મતદાન બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે તમામ ધારાસભ્યોએ પાર્ટીની વિચારધારા પર મત આપ્યો છે. પાર્ટી સંપૂર્ણ રીતે એક થઈ ગઈ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકારની સાથે છે. તેમણે કહ્યું કે વિપક્ષ ભાજપ પૈસાના વિવેકની વાત કરે છે, કારણ કે ભાજપ પાસે વિવેક નથી, પૈસો તેમનો અંતરાત્મા છે. જો કોઈ પક્ષની વિચારધારા વિરુદ્ધ મત આપે તો સોદાબાજી થવાની શક્યતા રહે છે.

સપાના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં મતદાન કરશે
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં મતદાન કરશે. જો કે કેટલાક લોકો નારાજ હોઈ શકે છે, પરંતુ કોઈપણ ધારાસભ્ય પાર્ટીની વિચારધારાથી ભટકીને પોતાનો મત નહીં આપે. તેમણે કહ્યું કે, ભાજપે ઉમેદવારોને જોઈને સરકારને મુશ્કેલીમાં મુકવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે, પરંતુ સરકાર પોતાની બહુમતી સ્થાપિત કરશે અને નારાજ લોકો વિશે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સરકાર પાસે હજુ ઘણો સમય બાકી છે. બધાને સાથે લેવા પડશે.

વધુ વાંચો: વધુ એક રાજ્યમાં 'ઓપરેશન લોટસ'ના કારણે હડકંપ! કોંગ્રેસના અનેક ધારાસભ્યો તૂટ્યા, CMની ખુરશી સંકટમાં?

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું ? 
કર્ણાટકમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના ધારાસભ્ય એસટી સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું છે. જોકે ભાજપના ધારાસભ્ય બસનાગૌડા આર પાટીલ (યતનાલ)એ કહ્યું કે, કેટલીકવાર આવી વસ્તુઓ થાય છે. પાર્ટીએ BJP-JD(S) ઉમેદવારોને મત આપવા સ્પષ્ટ સૂચના આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ