બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Whether the people-oriented issue has emerged in the Karnataka election..

મહામંથન / કર્ણાટકની ચૂંટણીમાં જનતાલક્ષી મુદ્દાની ધાર નિકળી છે કે કેમ.. પરિણામમાં ભારત જોડો યાત્રાને કેટલો શ્રેય આપવો જોઈએ.!

Vishal Khamar

Last Updated: 09:30 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત મેળવી છે. ભાજપ કર્ણાટકમાં સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. JDS કિંગમેકર ન બની શક્યું. વધુ એક મહત્વના રાજ્યની સત્તા કોંગ્રેસના હાથમાં આવી છે.

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત
  • 2019માં ગુમાવેલી સત્તા કોંગ્રેસે ફરી પાછી મેળવી
  • ભાજપ કર્ણાટકમાં સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ

કર્ણાટકની ચૂંટણીના પરિણામની ચર્ચા કરતા પહેલા આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ. વાત વર્ષ 2018ની છે કે જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યા હતા, રાહુલ ગાંધી પણ જાહેરસભાઓમાં અને સંસદમાં રાફેલ ડીલનો મુદ્દો ગજવી રહ્યા હતા.. લોકસભા ચૂંટણી આડે 4 મહિના જેટલો સમય હતો. એવા સવાલ ઉઠી રહ્યા હતા કે શું આ પરિણામ ભાજપની લહેરની અસર ઓછી કરી દેશે?. એવા સમયે સચિન પાયલટે એક સંવાદ કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે ચૂંટણી સમયે ઘણીવાર એવું બને છે કે કોઈ એવો મુદ્દો જનતાના મનમાં ક્લીક થઈ જાય, અથવા તો કોઈ એવો બનાવ બને કે જેનાથી લોકમાનસ પલટાઈ જાય અને સરવાળે ચૂંટણીનું પરિણામ પણ ફરી જાય.. સચિન પાયલટનું આ નિવેદન પુલવામાં હુમલા પછી ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઈકના સંદર્ભે હતું અને 2019ના લોકસભા ચૂંટણી પરિણામથી સૌ કોઈ વાકેફ છે.. હવે સમય 2023નો ચાલે છે, ફરી કર્ણાટકની ચૂંટણી આવી અને કોંગ્રેસની જીત તથા ભાજપની હાર સાથે સંપન્ન થઈ. એ વાત અલગ છે કે કર્ણાટકની ચૂંટણીમાં કોઈ મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો ચર્ચાયો નથી પરંતુ કદાચ એવું કહી શકાય કે જનતાએ નાના-નાના સ્થાનિક મુદ્દાને મહત્વ આપ્યું જે સરવાળે એક પક્ષને ફાયદો કરાવનારા બન્યા જયારે બીજા પક્ષને નુકસાન કરનારા રહ્યા. કર્ણાટકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે સૂચિતાર્થ રૂપ છે, વધુ એક મહત્વનું રાજ્ય કોંગ્રેસ પાસે આવ્યું તો દક્ષિણનું એકમાત્ર રાજ્ય જે ભાજપ પાસે હતું તે હાલ પુરતુ જતું રહ્યું છે. કર્ણાટકની ચૂંટણીમાં જનતાલક્ષી મુદ્દાની ધાર નિકળી છે કે કેમ. આ ચૂંટણીના પરિણામમાં ભારત જોડો યાત્રાને કેટલો શ્રેય આપવો જોઈએ.

  • ભાજપની બેઠક ઘટી પરંતુ મતની ટકાવારીમાં એકંદરે ઘટાડો નહીં
  • મતની ટકાવારીની દ્રષ્ટિએ JDSને નુકસાન
  • JDSની વોટબેંકનો મહત્વનો હિસ્સો કોંગ્રેસ તરફ ઝૂક્યો

કર્ણાટકમાં મતનું ગણિત કેવું રહ્યું?
ભાજપની બેઠક ઘટી પરંતુ મતની ટકાવારીમાં એકંદરે ઘટાડો નહીં.  પરંતું મતની ટકાવારીની દ્રષ્ટિએ JDSને નુકસાન થયું છે. JDSની વોટબેંકનો મહત્વનો હિસ્સો કોંગ્રેસ તરફ ઝૂક્યો. JDSને 2018માં 18% વોટ મળ્યા હતા. જે આ વર્ષે લગભગ 13% જેટલા થયા છે.  શહેરી મતવિસ્તારમાં ભાજપનું પ્રદર્શન એકંદરે સારુ રહ્યું. પરંતું જ્યાં 70%થી ઓછું મતદાન થયું ત્યાં ભાજપ એકંદરે આગળ છે.  મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં કોંગ્રેસે બાજી મારી છે JDSના અનેક મુસ્લિમ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો. લિંગાયત સમુદાયના મતોનું વિભાજન થયું છે. લિંગાયત સમુદાયે ભાજપ અને કોંગ્રેસ બંને તરફી મતદાન કર્યું છે.

ક્યા પક્ષને કેટલા ટકા મત?

પક્ષ ભાજપ
મતની ટકાવારી 35.82%
   
પક્ષ કોંગ્રેસ
મતની ટકાવારી 43.09%
   
પક્ષ JDS
મતની ટકાવારી 13.30%
  • નવા ચહેરાને ઉતારવાનો દાવ નિષ્ફળ
  • લિંગાયત સમુદાયને 30%, અને વોક્કાલિંગા સમુદાયને 19% ટિકિટનો દાવ નિષ્ફળ
  • 4% મુસ્લિમ અનામત ખતમ કરવાનો મુદ્દો ભાજપની વિરુદ્ધમાં ગયો 

કર્ણાટકમાં ભાજપ કેમ નિષ્ફળ?
નવા ચહેરાને ઉતારવાનો દાવ નિષ્ફળ નીવડી છે. લિંગાયત સમુદાયને 30%, અને વોક્કાલિંગા સમુદાયને 19% ટિકિટનો દાવ નિષ્ફળ નીવડ્યા છે.  4% મુસ્લિમ અનામત ખતમ કરવાનો મુદ્દો ભાજપની વિરુદ્ધમાં ગયો. એક તરફ યેદિયુરપ્પાને ટિકિટ નહીં, બીજી તરફ ચૂંટણીપ્રચારની કમાન યેદિયુરપ્પાને સોંપવામાં આવી હતી. જે નવા ચહેરાને તક મળી તે સ્થાપિત નેતાઓના પરિવારજન હતા.  40% કમિશનના આરોપ સામે નક્કર બચાવ ન થઈ શક્યો. બજરંગદળને બજરંગબલી સાથે જોડવાનો મુદ્દો કારગત ન સાબિત થયો. SC, ST અને OBC મતદાતાઓ કોંગ્રેસની તરફ રહ્યા.

  • ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મુદ્દો પ્રભાવી બનાવ્યો
  • JDSની મતબેંકમાં ગાબડું પાડવામાં સફળ
  • JDSની મતબેંકનો એક હિસ્સો કોંગ્રેસ તરફ ઢળ્યો

કર્ણાટકમાં કોંગ્રેસ કેમ સફળ?
ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મુદ્દો પ્રભાવી બનાવ્યો છે. JDSની મતબેંકમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી છે. JDSની મતબેંકનો એક હિસ્સો કોંગ્રેસ તરફ ઢળ્યો. તેમજ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાના વચનનો ફાયદો થયો. સરકારી કર્મચારીઓએ વધુ પ્રમાણમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યું. મુસ્લિમ મતદાતાઓ કોંગ્રેસ તરફ ઢળ્યા. ડી.કે.શિવકુમાર અને સિદ્ધારામૈયા વચ્ચેનો જૂથવાદ ચૂંટણી પૂરતો ટળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ