બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Tech & Auto / WhatsApp And Telegram Flaw Exposes Personal Media To Hackers Check Settings Now

ટેક્નોલોજી / શું આપ પણ કરો છો Whatsapp અને Telegramનો ઉપયોગ? આ ખતરાથી રહેજો સાવધાન

vtvAdmin

Last Updated: 08:41 PM, 16 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટસ એપ જેવી સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર હંમેશા હેકર્સની નજર રહે છે. જો તેમ માનતા હોવ કે વોટસ એપ (Whatsup) અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ એન્ડ ટુ એન્ડ એન્ડ એનક્રિપ્શન તમને જોરદાર સિકયુરિટીની ખાતરી આપે છે તો તમે ભુલ કરો છો.

સાયબર સિકયુરિટી ફર્મ સાયમેન્ટેક દ્વારા એવી ચેતવણી અપાઇ છે કે તમે આ પ્લેટફોર્મથી તમને જે ઇમેજ અને ઓડિયો ફાઇલ મોકલવામાં આવે છે તેને હેકર્સ હેક કરીને તેમાં ચેડાં કરી શકે છે. સોશિયલ મિડીયાની સિકયુરિટીમાં મિડીયા ફાઇલ જેકીંગ જેવી ખામી છે. ખાસ કરીને વોટસ એપમાં કેટલાક ફિચર્સ તમે એનેબલ કર્યા હોય તો હેકર્સનું કામ આસાન બની જાય છે.

વોટસ એપ સામાન્ય રીતે ફાઇલ્સને એકસર્નલ સ્ટોરેજમાં ઓટોમેટિક સેવ કરે છે. જયારે ટેલિગ્રામમાં તમે સેવ ટુ ગેલેરી એનેબલ કર્યું હોય ત્યારે એકસર્નલ મેમરીમાં સેવ કરે છે. આ બંને પ્લેટફોર્મમાં એવી કોઇ સિસ્ટમ નથી જે મિડીયા ફાઇલ જેકીંગ એટેકથી બચાવી શકે. હેકર્સ તેનો ઉપયોગ કરીને યુઝરને અનેક રીતે પરેશાન કરી શકે છે. તમારા પર્સનલ ફોટો અને વિડીયો હેક કરી શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ ડોકયુમેન્ટ, ઇનવોઇસ, તમારા શેર કરેલા ફોટો આઇડીની ઇમેજ કે સ્કેન સહિત તમામ ફાઇલ કોપી કરી શકે છે. 

 

મિડીયા ફાઇલ જેકીંગથી હેકર્સ તમે રિસીવ કરેલા કે સેન્ડ કરેલા ફોટાને ફોટોશોપથી બદલી શકે છે કે મોર્ફ કરી શકે છે. દાખલા તરીકે તમે તમારા ફેમિલીનો ગ્રુપ ફોટો કોઇને મોકલો તો જયારે તે વ્યકિત રિસીવ કરે ત્યારે બની શકે કે ચહેરા બદલાઇ ગયા હોય. હેકર્સ વોટસ એપથી તમારા નામે ફેક મેસેજ પણ મોકલી શકે છે. 

વોટસ એપના ઓડિયો કોલમાં પણ હમણા એક બગ જોવા મળ્યો હતો જેના દ્વારા હેકર્સ તમારા ફોનમાં સ્પાયવેર પણ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેની ખબર પણ પડતી નથી. મોબાઇલની જાસુસી કરતું આ સ્પાયવેર ઇઝરાયલની સાયબર ઇન્ટેલિજન્સ કંપની એનએસઓ ગ્રુપે બનાવ્યું હોવાનું કહેવાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ