બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / What rivalry does Rohit Sharma have with this player? Despite being in great form, this player was not given a place in the team

IND vs SL / આ ખેલાડી સાથે રોહિત શર્માને શું કોઈ દુશ્મનાવટ છે? શાનદાર ફોર્મમાં રહેવા છતાં આ ખેલાડીને ન આપી ટીમમાં જગ્યા

Megha

Last Updated: 05:21 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામે ODI સીરિઝની પહેલી મેચ માટે કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ 11ની પસંદગી કરવા માટે ઘણા ચોંકાવનારા નિર્ણય લીધા હતા.

  • કેપ્ટન રોહિતે આ ખેલાડીને ન આપી જગ્યા 
  • ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી કર્યું છે બેસ્ટ પ્રદર્શન 
  • સૂર્યકુમાર યાદવને પણ ન આપ્યો મોકો 

ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકા સામે ODI સીરિઝની પહેલી મેચ રમી રહી છે. જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે સીરિઝની પહેલી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને આ મેચ માટે કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ 11ની પસંદગી કરવા માટે ઘણા ચોંકાવનારા નિર્ણય લીધા હતા. જણાવી દઈએ કે આ મેચમાં હિટ મેન રોહિત શર્માએ ઘાતક ફોર્મમાં ચાલી રહેલા બોલરને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 માં સ્થાન આપ્યું નહતું. 

કેપ્ટન રોહિતે આ ખેલાડીને ન આપી જગ્યા 
આજના મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સ્પિનર​ યુઝવેન્દ્ર ચહલને પ્લેઈંગ 11માં સામેલ કર્યો છે પણ તેની સામે ફોર્મમાં ચાલી રહેલા કુલદીપ યાદવને ટીમની બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે કુલદીપ યાદવે બાંગ્લાદેશ ટુર પર ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી અને એ સીરિઝમાં કુલદીપે કુલ 8 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે આ શાનદાર રમત બાદ પણ કુલદીપ યાદવ પ્લેઇંગ 11માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. 

ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન
જણાવી દઈએ કે 27 વર્ષના કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 73 ODI અને 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. અને તેને ટેસ્ટમાં 34, વનડેમાં 119 અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કુલ 44 વિકેટ ઝડપી છ. આ સિવાય તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 126 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 34 મેચમાં તેને એક સદી અને 6 અડધી સદીની મદદથી 874 રન પણ બનાવ્યા છે.

આ બેટ્સમેનને પણ ન આપ્યો મોકો 
આ સાથે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રોહિત શર્મા એ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ આ મેચમાં મોકો અપાયો નહતો. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ શ્રીલંકા સામે ટી20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ ધમાકેદાર ઇનિંગ્સ પછી પણ કેપ્ટન રોહિતે તેને પ્લેઇંગ 11માં સામેલ ન કરવાનો નિર્ણય લીધો હતો. 

પહેલી ODI માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11: 
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ. સિરાજ, મોહમ્મદ. શમી, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ