બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / What is the relationship of heart attack with corona or vaccine? The top doctors of Gujarat explained

અમદાવાદ / હાર્ટઍટેકનો કોરોના કે વેક્સિન સાથે શું છે સંબંધ? ગુજરાતનાં ટોપ ડૉક્ટર્સે કર્યો ખુલાસો, ચીઝ-બટર, તમાકૂ, બેઠાળુ જીવન છોડી વૉકિંગ કરવાની સલાહ

Priyakant

Last Updated: 02:10 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack Latest News: ગુજરાતમાં દિવસેને દિવસે વધતાં જતાં હાર્ટઍટેકના બનાવો વચ્ચે પહેલીવાર નિષ્ણાંત ચાર તબીબો દ્વારા પત્રકાર પરિષદ, યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીનું મોટું નિવેદન

  • રાજ્યમાં વધતા હાર્ટએટેકના કિસ્સાને લઈને પત્રકાર પરિષદ 
  • યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીનું મોટું નિવેદન 
  • કોરોના કે વેક્સિન અને હાર્ટઍટેક વચ્ચે સંબંધ ખરો ? 
  • ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે આવે છે હાર્ટ એટેક  

Heart Attack News : ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે રાજ્યમાં વધતા હાર્ટઍટેકના કિસ્સાને લઈ પહેલીવાર પત્રકાર પરિષદ કરવામાં આવી છે. હૃદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. 

શું કહ્યું ડો.ચિરાગ દોશીએ ? 
યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે વાત કરવાની છે. યુવાન લોકોમાં હ્રદય રોગ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. જેથી અમે ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. અચાનક મૃત્યુ થવું તેને સડન ડેથ કહીએ છીએ. હ્રદય થી સંબંધિતને કાર્ડિયાક અરેસ્ટ કેહવાય છે. યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. 

File Photo 

જાણો કેમ આવે છે હાર્ટઍટેક ? 
ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, હ્રદયને ચલાવવા માટે ધમનીઓ હોય છે, ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, મગજનો પણ એટેક આવી શકે છે. વધારે શ્રમ કરવાને કારણે હાર્ટ બીટ વધી જતી હોય છે, હાર્ટ રેટ 180 થઈ જાય તો વધુ લોહી જમાં થવા લાગે છે. આ સાથે જો વધુ લોહી જમા થવાને કારણે માનવીનું મૃત્યુ ઈલાજ ન મળવાને કારણે થતું હોય છે-. મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે, મુખ્ય નળીમાં તકલીફ થાય તો પણ મૃત્યુ થતું હોય છ. લોહીની ગાંઠ અને ફેફસામાં લોહી ન પહોંચે તો પણ મૃત્યુ થઈ શકે છે. 

આવ સંજોગોમાં તાત્કાલિક તબીબને બતાવવું-ડો.ચિરાગ દોશી
યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, ચક્કર આવવા, બેભાન થવું, શ્વાસ ચડવો જેને સામાન્ય ન ગણવુ જોઈએ અને આવા સંજોગોમાં તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ. હાર્ટઍટેકની વાત કરીએ તો મુખ્ય લક્ષણોમાં હાર્ટઍટેક હ્રદયના દર્દીને છાતીમાં ડાબી બાજે દુખાવો થતો હોય છે. છાતી પર કોઈએ પથ્થર મૂક્યો હોય તેવો આભાસ થવો, આ દુખાવાની તીવ્રતા વધુ હોય તો હાર્ટ એટેકના લક્ષણો છે. ચાલતા માણસને દુખાવો થાય ત્યાર બાદ દુખાવો નોર્મલ થયા તો તે હ્રદયનો દુખાવો ગણી શકાય છે. હ્રદયમાં કોઈ દુખાવો ન થયા અને જલ્દી થાકી જાઓ, શ્વાસ લેવામાં તકલીફ થવી તે હાર્ટઍટેકના લક્ષણો છે. 

File Photo 

હાર્ટઍટેક જવાબદાર કારણો
ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, આ રોગ પરિવારમાં ચાલતો રોગ છે. 55 વર્ષ પેહલા જો આ રોગ કોઈને આવ્યો હોય તો આ રોગ થઈ શકે છે. લાઇફ સ્ટાઇલ પણ એટલી જ જવાબદાર કારણ છે. હાર્ટઍટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણછે. હોસ્પિટલ આવતા દર્દીઓમાંથી 30% દર્દીઓ બ્લડ પ્રેશરના હોય છે. સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર છે. જંક ફૂડ પણ હ્રદય રોગ માટે જવાબદાર છે. બટર, ચીઝ, ઓઇલનું વગેરે પ્રમાણ હાર્ટઍટેક માટે જવાબદાર હોય છે. ઈન એક્ટિવ લાઇફ, 30% થી 35% લોકો ફિઝિકલ એક્ટિવ નથી. આ સાથે તેમણે કહ્યું કે, સામાન્ય પણે 10 થી 11 કિમી દિવસ દરમિયાન ચાલવું જોઈએ. તો સ્પર્ધાત્મક નોકરીઓમાં જવાબદારીઓથી વધતો સ્ટ્રેસ પણ હાર્ટઍટેક માટે જવાબદાર હોવાનું ડો.ચિરાગ દોશીએ કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ