બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / What is L1 Lagrange Points and Why L1 is Crucial for Aditya L1, India's Mission Sun

અંતરિક્ષ / સુર્ય મિશન આદિત્ય L1 શા માટે લેન્ગ્રેંજ પોઈન્ટ સુધી જ મોકલાશે? શું છે આ L1 પોઈન્ટનું મહત્વ, કેવી રીતે 15 લાખ કિમી દૂર થશે કામ

Vaidehi

Last Updated: 10:37 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય L1 મિશન એ સૂર્યનાં અધ્યયન અને નિરીક્ષણ માટે તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે આ L1 પોઈન્ટ હોય શું છે અને શા માટે આપણું સૂર્યયાન અંતરિક્ષમાં આ પોઈન્ટ પર જવાની તૈયારી કરી રહ્યું છે? આવો જાણીએ.

  • આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરનાં લૉન્ચ થશે
  • ભારતનું આ મિશન સૂર્યનું નિરીક્ષણ અને અધ્યયન કરશે
  • પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા L1 પોઈન્ટ પરથી યાન કામ કરશે

ચંદ્ર પર તો આપણે પહોંચી ગયા અને ઈતિહાસ રચી દીધો. હવે ઈસરો પોતાના વધુ એક મોટા મિશન પર કામ કરવા લાગી ગયું છે. આ મિશનનું નામ છે આદિત્ય L1. હવે ઈસરો 2 સપ્ટેમ્બરે સૂર્ય મિશન ADITYA L1 લોન્ચ કરશે.સૂર્ય પર થતી એક્ટિવીટી અને સૂર્યનું અધ્યયન કરવા માટે આ આદિત્ય L-1 મિશન તૈયાર કરાયું છે.જેમાં એક સ્પેસક્રાફ્ટને એક લેન્ગ્રેંજ પોઈન્ટ પર મોકલવામાં આવશે. આ લેન્ગ્રેંજ પોઈન્ટ એટલે કે L1. પરંતુ હવે સવાલ એ છે કે આ લેન્ગ્રેંજ પોઈન્ટ છે શું અને શા માટે આ પોઈન્ટ મિશન માટે અતિ મહત્વનું છે.

શું છે લેન્ગ્રેંજ પોઈન્ટ? શા માટે આ પોઈન્ટ મહત્વનો?
લેન્ગ્રેંજ પોઈન્ટ્સ એ અંતરિક્ષમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે  આવેલા એવા પોઈન્ટસ્ છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ સ્થિર થઈ જાય છે. સામાન્ય ભાષામાં સમજવામાં આવે તો આ પોઈન્ટસ્ પર જે પણ વસ્તુઓ પહોંચે છે તે ત્યાં સ્થિર થઈ જાય છે. આ પોઈન્ટસનો ઉપયોગ કરીને આપણે અવકાશયાનની મદદથી સૂર્ય વિશે ઘણી માહિતી મેળવી શકીએ છીએ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવા કુલ 5 લેન્ગ્રેંજ પોઈન્ટ્સ આવેલા છે. આ કુલ પાંચ પોઈન્ટ એવા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ બેલેન્સ થઈ જાય છે અને સેન્ટ્રીફ્યૂગલ ફોર્સ બની જાય છે એટલે કે આ જગ્યાએ કોઈ પણ વસ્તુ પહોંચે તો તે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સ્થિર થઈ જાય છે. એટલું જ નહીં આ પોઈન્ટ પર ઘણી ઓછી ઊર્જા વપરાય છે. આ પોઈન્ટસને L1,L2,L3,L4,L5 નામ આપવામાં આવ્યું છે. 

ભારતનું મિશન સૂર્ય L1 પર જઈ કામ કરશે
આદિત્ય L1 મિશન એ સૂર્ય અને ધરતીના હોલો ઓર્બિટ સિસ્ટમમાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 એટલે કે L1 પર રોકાશે.આ પોઈન્ટ ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર છે.જ્યાં તેને પહોંચતા અંદાજે 120-125 એટલે કે 4 મહિનાનો સમય લાગશે.સૂર્યયાન અહીંથી જ સૂરજની સ્ટડી કરશે.આ સ્થાનની ખાસિયત છે કે અહીં સૂર્યગ્રહણની કોઈ અસર હોતી નથી . ચોંકાવનારી વાત તો એ છે કે પૃથ્વીથી L1 પોઈન્ટનું ડિસ્ટન્સ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનાં ડિસ્ટન્સનું માત્ર 1% જ છે.

L1 પર જઈને યાન શું કામ કરશે?
આ મિશનમાં કુલ મળીને 7 અલગ અલગ પેલોડ્સ મોકલવામાં આવશે જે મશીન્સ ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને સૂરજની બહારનાં લેયર (કોરોનલ)નું અધ્યયન કરશે.જેમ ચંદ્રયાનમાં રંભા, ચેસ્ટે, વિક્રમ અને પ્રજ્ઞાન જેવા અલગ અલગ પેલોડ્સ હતાં તેમ આદિત્ય L1માં પણ 7 પેલોડ્સ છે જેને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

  1. રિમોટ સેન્સિંગ 
  2. ઈન-સીટુ પ્રોસેસ

આ 7 પેલોડ્સ સૂર્યની આસપાસ આવેલા લેયરનું નિરીક્ષણ અને અધ્યયનનું કામ કરશે.

VELC           HEL1OS      MAG

SUIT            ASPEX

SoLEXS      PAPA

મિશનનો મુખ્ય ઉદેશ્ય
• કોરોનલ હીટિંગ અને સોલાર વિન્ડને સમજવું
• કોરોનલ માસ ઇજેક્શનની શરૂઆત(CME), જ્વાળાઓ અને પૃથ્વીની નજીકનાં અવકાશ હવામાન વગેરેને સમજવું
• સૌર વાતાવરણનાં જોડાણ અને ગતિશીલતાને સમજવું
• સૌર પવનના વિતરણ અને તાપમાન એનિસોટ્રોપીને સમજવું

એટલે કે,
આદિત્ય L1 મિશનથી સૂર્યના લેયર્સની સ્પીડ, સૂરજનું તાપમાન, સોલર સ્ટોર્મ, અલ્ટ્રાવાયોલેટ UV કિરણોનું ધરતી અને ઓઝોન લેયર પર પડતાં પ્રભાવો, સૂર્યની આસપાસનાં અવકાશના હવામાનની માહિતી વગેરે જાણકારી ઈસરો દ્વારા મેળવી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ