બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / What is in the basement of Gnanawapi Masjid? The ASI submitted the report to the court in a sealed cover

ઉત્તર પ્રદેશ / જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં શું શું છે? ASIએ સીલબંધ કવરમાં કોર્ટમાં સોંપ્યો રિપોર્ટ, 21 ડિસેમ્બરે પક્ષકારોને અપાશે

Vishal Khamar

Last Updated: 03:59 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. ASIએ સોમવારે વારાણસી જિલ્લા કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. રિપોર્ટ સહિતની સામગ્રી જિલ્લા મેજિસ્ટ્રેટની કસ્ટડીમાં આપવામાં આવી છે.

  • જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ 
  • સંપૂર્ણ આદેશ સીલબંધ કરવમાં રજૂ કરવામાં આવ્યો
  • આગામી સુનાવણી 21 ડિસેમ્બરે હાથ ધરાશે

 સોમવારે ASIએ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ પર સંપૂર્ણ અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે. સર્વેમાં એકત્રિત સામગ્રી ડીએમને સોંપવામાં આવી છે. મુસ્લિમ પક્ષે પણ અહેવાલ અંગે અરજી દાખલ કરી છે. જેમાં કોઈપણ એફિડેવિટ વગર રિપોર્ટને સાર્વજનિક ન કરવા દેવાની માંગણી કરવામાં આવી છે. હવે આગામી સુનાવણી 21 ડિસેમ્બરે થશે.

gyanvapi mosque survey shivling fountain iit bhu expert varanasi uttar pradesh

સર્વે કરી રિપોર્ટ સીલબંધ કરવામાં રજૂ કરવા આદેશ કર્યો હતો
શ્રૃંગાર ગૌરી સહિતની મૂર્તિઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી દિલ્હીની રાખી સિંહ સહિત પાંચ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા અદાલતે ASI દ્વારા જ્ઞાનવાપી સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા ન્યાયાધીશની અદાલતે ASIને સર્વે કરીને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. અગાઉ આ રિપોર્ટ ઓક્ટોબરમાં જ રજૂ કરવાનો હતો. પરંતુ વરસાદ અને અન્ય કારણોને ટાંકીને ASI રિપોર્ટ સબમિટ કરવા માટે સમય માંગતો રહ્યો.

કોર્ટે સર્વે કરવા માટે 28 દિવસનો સમય આપ્યો હતો
વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશ પર 24 જુલાઈના રોજ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ મામલો સુપ્રીમ કોર્ટ અને પછી હાઈકોર્ટ પહોંચે તે પહેલા જ અટકી ગયો હતો. આ પછી, 4 ઓગસ્ટના રોજ ફરીથી સર્વે શરૂ થયો અને 16 નવેમ્બર સુધી ચાલુ રહ્યો. જિલ્લા ન્યાયાધીશનો આદેશ મળતાની સાથે જ ASIની ટીમે 24 જુલાઈના રોજ સર્વે શરૂ કર્યો. જો કે, મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી સર્વેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. આ પછી તે જ દિવસે એટલે કે 24મીએ સાંજે સુપ્રીમ કોર્ટે સર્વે પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી જ્ઞાનવાપી સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી. દેશભરના ASI નિષ્ણાતોએ 4 ઓગસ્ટથી સર્વેની શરૂઆત કરી હતી. કર્યું. 4 ઓગસ્ટથી શરૂ થયેલો સર્વે 16 નવેમ્બરે પૂર્ણ થયો હતો. વારાણસી કોર્ટે શરૂઆતમાં સર્વે માટે 28 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ ASIની માંગણી પર કોર્ટે સર્વેનો સમય ત્રણ વખત લંબાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ