બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / વિશ્વ / What is Elon Musk's plan 'Powerwall' for India? The cars will run only by the light of the sun and the house will also have light

વાહ / ભારત માટે શું છે એલોન મસ્કનો પ્લાન 'Powerwall'? સૂર્યની રોશનીથી જ ગાડીઓ દોડશે અને ઘરમાં પણ થશે અજવાળું

Pravin Joshi

Last Updated: 07:47 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પાવરવોલ તરીકે ઓળખાતી બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે. પાવરવોલ એક સંકલિત બેટરી સિસ્ટમ છે, જે માત્ર ઈલેક્ટ્રિક કારને જ ચાર્જ કરી શકતી નથી પરંતુ તેનો ઉપયોગ ઘરેલું ઉપકરણો માટે પણ થઈ શકે છે.

  • ટેસ્લાએ ભારતમાં તેના વાહનો લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી 
  • ટેસ્લા બેટરી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન અને વેચાણ કરવાની તૈયારીમાં
  • સૂર્યપ્રકાશ પર ચાલશે કાર અને સાથે ઘરમાં પણ થશે રોશની


અમેરિકાની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ ભારતમાં તેના વાહનો લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં, ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પંચશીલ બિઝનેસ પાર્ક, પુણેમાં એક ઓફિસ ભાડે આપી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ટેસ્લા દેશમાં બેટરી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન અને વેચાણ કરવાની યોજના પર કામ કરી રહી છે. એલોન મસ્કની કંપનીએ ભારતમાં પાવરવોલ તરીકે ઓળખાતી બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે. એક અહેવાલમાં આ મામલામાં જોડાયેલા બે લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ટેસ્લાએ તેની 'પાવરવોલ' સિસ્ટમ સાથે ભારતમાં બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિસ્ટમ રાત્રિના સમયે સોલર પેનલ અને ગ્રીડ દ્વારા પાવર સ્ટોર કરે છે. આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટેસ્લાએ તેની બેટરી સ્ટોરેજ ફેક્ટરી સ્થાપિત કરવા માટે કેટલાક પ્રસ્તાવોની પણ માંગ કરી છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તે હજી ઉપલબ્ધ નથી.

Tesla ની ભારતમાં સત્તાવાર એન્ટ્રી: ગુજરાતની નજીક જ અહીં ખુલશે ઓફિસ, જાણો  શું છે એલોન મસ્કનો મેગા-પ્લાન I Tesla booked an office in Pune India with  the rent of 11 lakhs per

એલોન મસ્કે ભારતમાં પોતાની કાર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત પણ કરી

તમને જણાવી દઈએ કે, ટેસ્લા ભારતમાં તેની નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ફેક્ટરી લગાવવાને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી વાતચીત કરી રહી છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે કંપની ભારતમાં $24,000 (લગભગ 20 લાખ રૂપિયા)ની કિંમતની કાર બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તાજેતરમાં જ્યારે વડા પ્રધાન અમેરિકન પ્રવાસ પર હતા, ત્યારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ તેમને મળ્યા હતા. જે બાદ ટેસ્લાના ભારતમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બેઠક બાદ જ એલોન મસ્કે ભારતમાં પોતાની કાર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. આ સિવાય કંપની ભારતમાં પોતાની ફેક્ટરી લગાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 'પાવરવોલ'નો પ્રસ્તાવ પણ કંપનીની આ યોજનાનો એક ભાગ છે.

PM મોદી સાથે મુલાકાત બાદ એલોન મસ્કનો ભારત માટે મેગા પ્લાન, કોઈ ટાવર વગર કઈ  રીતે ઘરે-ઘરે પહોંચશે ઈન્ટરનેટ | Elon musk to launch starlink in india  discuss with pm modi

પાવરવોલ શું છે ?

પાવરવોલ એક સંકલિત બેટરી સિસ્ટમ છે જે પાવર ગ્રીડ ડાઉન હોય ત્યારે બેકઅપ માટે સૌર ઉર્જામાંથી પાવર સ્ટોર કરે છે. સિસ્ટમ પાવર આઉટેજને શોધી કાઢે છે, ઘર અને ઇલેક્ટ્રિક વાહનને બેકઅપ પાવર પ્રદાન કરે છે અને ઘરનાં ઉપકરણોને દિવસો સુધી ચાલુ રાખવા માટે આપમેળે સૂર્યપ્રકાશથી રિચાર્જ થાય છે. એકંદરે આ એક બેટરી સિસ્ટમ છે, જેમ કે તમે સામાન્ય સોલાર પેનલ જુઓ છો. તમે તમારા ઘરની છત પર ટેસ્લા પાવરવોલને પાલખીની જેમ રાખી શકો છો. જે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા લઈને તેમાં સ્થાપિત લિથિયમ બેટરીને ચાર્જ કરે છે, જેનો ઉપયોગ તમે વાહનને ચાર્જ કરવા તેમજ ઘરના ઉપકરણોને પાવર કરવા માટે કરી શકો છો.

મેક ઈન ઈન્ડિયા Tesla કાર બનાવવા તૈયાર થયા એલોન મસ્ક? જલ્દી થઈ શકે છે મોટું  એલાન, પહેલા ટેક્સ સામે હતો વાંધો | tesla in india to discuss setting up its  plant in

કિંમત શું છે ?

હાલમાં વૈશ્વિક બજારમાં બે પ્રકારની પાવરવોલ ઉપલબ્ધ છે, એક પાવરવોલ 2 અને બીજી છે 'પાવરવોલ પ્લસ', આ બંને પ્રોડક્ટ્સે પાવરવોલ 1નું સ્થાન લીધું છે જે 2016માં બંધ કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયામાં પાવરવોલની કિંમત $5,500 (આશરે રૂ. 45,000) કરતાં વધુ છે, જેમાં સોલાર પેનલનો વધારાનો ખર્ચ સામેલ છે. ભારતીય અધિકારીઓએ ટેસ્લાને કથિત રીતે જણાવ્યું હતું કે તેણે તેના બેટરી સ્ટોરેજ ઉત્પાદનોની કિંમત ઘટાડવા પર કામ કરવાની જરૂર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ