બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / What is Akhara, Know the important things related to Akhara

બમ બમ ભોલે / જૂનાગઢમાં બમ બમ ભોલે: આ અખાડા એટલે શું?, શાસ્ત્ર-શસ્ત્રનો પારંગત ઈતિહાસ, આવી રીતે થઈ શરૂઆત

Vishal Dave

Last Updated: 09:43 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુલ 13 અખાડા હોય છે જેમાંથી જૂનાગઢમાં ત્રણ અખાડાઓના સંતો અચૂક આવે છે. અખાડામાં શસ્ત્રો અને શાસ્ત્રોના અભ્યાસ સાથે સન્યાસનું શિક્ષણ અપાય છે.

જૂનાગઢ માં ચાલતા મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થતાં જ આપને અહીં નાગાસાધુઓની જમાતના દર્શન થશે.... મહાશિવરાત્રિ પર્વે પર ગિરનાર પર બિરાજમાન 33 કોટી દેવતાઓ ,64 જોગનીઓ અને નવનાથના બેસણા છે જેના દર્શન કરવા નાગાસાધુઓ આ મેળા માં આવે છે.. આજે  અહીં સમષ્ટિ ભોજન પ્રથમ વખત યોજાયું છે જેમાં ત્રણે અખાડાના સંતો મહંતો,સભાપતીઓ સમગ્ર સાધુ ગણ પ્રસાદ લેવા આવ્યા છે અને સતાધારના ધણીની ખ્યાતિ પામેલા એવા આપા ગીગાના ઓટલે આ ભોજનનું આયોજન થયું છે. મહાશિવરાત્રિ પર્વે માં પ્રથમ વખત જ સમષ્ટિ ભોજનમાં તમામ સાધુ સંતોના દર્શનનો લ્હાવો પણ ભક્તો મેળવી રહ્યા છે 

કુલ 13 અખાડા હોય છે

આ સાધુઓની એક ઓળખ છે એક પરંપરા છે.સંસાર ત્યાગી સન્યાસ લે છે ત્યારે નવુંનામાભિધાન કરે છે જે તેના ગુરુ અને અખાડાની ઓળખ બને છે. આ અખાડા માં પંચ અગ્નિ અખાડા ,જૂના દશનામ અખાડા અને આહવાન અખાડા મુખ્ય છે . કુલ 13 અખાડા હોય છે જેમાંથી જૂનાગઢમાં ત્રણ અખાડાઓના સંતો અચૂક આવે છે. શસ્ત્રો અને શાસ્ત્રોના અભ્યાસ સાથે સન્યાસનું શિક્ષણ અપાય છે. નાગાસાધુઓ સમય આવ્યે ધર્મની અને દેશની રક્ષા માટે શસ્ત્રો પણ ચલાવી જાણે છે. વિવિધ અખાડાઓમાં ગુરુઓ પાસેથી સાધુ સંતો શાસ્ત્ર-શસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યા હોય છે.  આ પરંપરા વૈદિક કાલ થી ચાલી આવે છે.

આ પણ વાંચોઃ ભવનાથના મેળાને લઇ રોશનીથી ઝળહળી ઉઠ્યું જૂનાગઢ, એક જ દિવસમાં દોઢથી બે લાખ લોકો ઉમટ્યાં

આદિ શંકરાચાર્યએ આથમી સદીમાં 13 અખાડા બનાવ્યા હતા. આજ સુધી તે અખાડા કાયમ છે. અન્ય કુંભ મેળામાં બધા અખાડા એક સાથે સ્નાન કરે છે, પણ નાસિકના કુંભમાં વૈષ્ણવ અખાડા નાસિકમાં અને શૈવ અખાડા ત્ર્યંબકેશ્વરમાં સ્નાન કરે છે. આ વ્યવસ્થા પેશવાના સમયમાં શરુ કરવામાં આવી જે ઈ.સ. 1772 થી ચાલી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ