બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / What happened that 5 thousand jewelers became unemployed in Surat

મંદીનું ગ્રહણ! / એવું શું થયું કે સુરતમાં 5 હજાર રત્નકલાકારો બન્યા બેરોજગાર, કતારગામમાં તો ફેક્ટરીને પણ તાળા મારી દેવાયા

Priyakant

Last Updated: 01:49 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાની ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી

  • સુરતના હીરા ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ
  • છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા
  • 24 જેટલી ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી
  • કતારગામના કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દીધી
  • ફેક્ટરની બંધ કરતા 300 રત્નકલાકારો બેરોજગાર થયાઃ વર્કર યુનિયન

ડાયમંડ નગરી સુરતમાં પણ હવે હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. વિગતો મુજબ કોરોનાની સંભવિત લહેરની અસર સુરત હીરા ઉદ્યોગમાં થઈ હોવાની સ્થિતિ સર્જાઇ છે. માહિતી મુજબ છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાની ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી છે. તો વળી કતારગામના કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. 

વિશ્વભરમાં ડાયમંડ નગરી તરીકે જાણીના સુરતના હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે. કોરોના, રશિયા-યુક્રેન યુધ્ધ અને ચીનમાં કોરોના કહેરની અસરને પગલે સુરતના હીરા ઉદ્યોગ માં મંદીનો માહોલ છે. વાત જાણે એમ છે કે,  કોરોનાની બીજી લહેર પછીની દિવાળી બાદ સુરતમાં મોટાપાયે રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી હતી. આ તરફ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને પણ 24 જેટલી ફરિયાદો મળી છે, જેમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવ્યું છે. 

કતારગામમાં તો ફેક્ટરી જ બંધ કરી નાખી 
વિગતો મુજબ સુરત હીરા ઉદ્યોગ માં મંદીનો માહોલ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ આવી અનેક ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી છે. 

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી ફરિયાદો 
કોરોના વાયરસના કહેર અને દિવાળી બાદ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો મળી છે. જેમાં અત્યાર સુધી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને  24 જેટલી ફરિયાદો મળી છે. જોકે અહી સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, ફરિયાદો અને એક અંદાજ અનુસાર 5 હજાર જેટલા રત્નકલાકારોને છૂટા કરાયા છે. વર્કર યુનિયનનું કહેવું છે કે, કતારગામમાં ફેકટરી બંધ કરી 300 રત્નકલાકારોને બેરોજગાર કરાયા છે.  આ તરફ હવે પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. 

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી  
છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી સુરત-ભાવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચી હીરાની રફ આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે.  

હીરાઉદ્યોગમાં મંદી કેમ?
યુક્રેન રશિયા યુદ્ધની આંતરરાષ્ટ્રીય બજાર પર અસર
પોલિશ્ડ ડાયમંડની માંગમાં વિશ્વકક્ષાએ ઘટાડો
ક્રિસમસની ખરીદી પ્રમાણમાં ઓછી થઈ
રફ ડાયમંડના ભાવમાં વધારો
વિશ્વના દેશોમાં કોરોના વધતા માંગ ઘટી

ચીનમાં કોરોના બેકાબૂ થતાં મંદી 
હીરા ઉદ્યોગમાં અગાઉ કોરોના સમયથી ભારે મુશ્કેલી ઉભી થઈ હતી પરંતુ કોરોના ધીમો પડતા હીરા ઉદ્યોગમાં ભારે તેજી આવી હતી. જેને લઈ હીરા ઉદ્યોગ માટે ખૂબ જ આવનારા દિવસોમાં ઉજળું ભવિષ્ય દેખાતું હતું. આ સાથે વિદેશોમાં પણ ખૂબ મોટી ડિમાન્ડ હીરાની નીકળતા અને ચીનમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં માલ સપ્લાય થતાં અને રશિયામાંથી રફની સતત આવક થતા હીરા ઉદ્યોગ ધમધમવા માંડ્યો હતો. જોકે હવે હાલમાં જ ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવતા ચાઇનામાં જે રનીંગ માલ સપ્લાય થતો હતો પોલીશ થયેલો માલ તે બિલકુલ બંધ થતા હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ઊભું થઈ ગયું છે.

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પણ થઈ અસર 
આ તરફ અચાનક યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અચાનક કાચી રફ આવવાનું બંધ થતા હીરા ઉદ્યોગમાં અચાનક વ્યાપારમાં અને લે વેચમાં બ્રેક લાગી હતી. જેને લઈ હવે અને ધીરે ધીરે મંદીનો માહોલ ઉભો થવા માંડ્યો હતો. 

હીરા ઉદ્યોગમાં ભાવનગર ગુજરાતમાં બીજા નંબરે
મહત્વનું છે કે, હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભાવનગર શહેર અને જીલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્નકલાકારો કામ કરી પોતાની રોજગારી કમાય છે. એ સિવાય ભાવનગર જીલ્લામાં અનેક ગામડાઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હીરા બનાવવાની કામગીરી કરી હીરામાંથી કમાણી કરે છે. જયારે આ હીરાની લે-વેચ માટે ભાવનગર શહેરમાં મોટી હીરાબજારો પણ આવેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ