બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / What 'gift' did Hemant Soren give to his wife Kalpana that cost him CM chair

ઝારખંડ લેન્ડ સ્કેમ / હેમંત સોરેને પત્ની કલ્પનાને એવી શું 'ગિફ્ટ' આપી કે ગઈ CMની ખુરશી, બહુ મોટો ખેલ થયો

Hiralal

Last Updated: 10:58 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. પત્ની કલ્પના સોરેનને ગિફ્ટ આપવામાં હેમંત સોરેનની સીએમની ખુરશી ગઈ છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં ઈન્ડીયન આર્મીની માલિકીની 4.55 એકર જમીન મામલે સોરેન પરિવાર ફસાયો છે. સીએમ રહેતા હેમંત સોરેને પત્ની કલ્પના સોરેનને રાંચીમાં 4.55 એકર જમીન ગિફ્ટમાં આપી હતી. કલ્પના સોરેનની કંપનીને આ જમીન મળી હતી. 

કલ્પના સોરેન પાસે કેવી રીતે આવી ઈન્ડીયન આર્મીની જમીન 
રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ કલેક્ટર દિલિપ શર્માએ ગત વર્ષે પ્રદીપ બાગચી નામના વ્યક્તિની સામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને રાંચીમાં ઈન્ડીયન આર્મીની જમીન ખરીદી હોવાની ફરીયાદ કરી હતી. ત્યાર બાદ ઈડીએ તપાસ શરુ કરી હતી જેમાં જણાયું કે 4.5 એકરનો પ્લોટ મૂળ બીએમ લક્ષ્ણ રાવની માલિકીનો હતો જે આઝાદી બાદ તેમણે ઈન્ડીયન આર્મીને સોંપી હતી.  તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જમીન માફિયાઓ, વચેટિયાઓ અને સરકારી અધિકારીઓને સંડોવતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ સેનાની જમીન પશ્ચિમ બંગાળ સ્થિત જગતબંધુ ટી એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડને વેચી દેવામાં આવી હતી. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો હતો કે 20.75 કરોડ રૂપિયાના સર્કલ રેટની તુલનામાં 7 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો સંકેત આ વેચાણ કરાર બનાવટી હતો. ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે બાગચીને સીધા જ 25 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે બાકીની રકમ કથિત રીતે કપટપૂર્ણ ચેક ટ્રાન્ઝેક્શન દ્વારા "ચૂકવણી" કરવામાં આવી હતી. આ જમીન ફરતી ફરતી કલ્પના સોરેનને આપવામાં આવી હતી. 

કોણ છે કલ્પના સોરેન?
હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિની નથી અને મૂળ ઓડિશાના મયુરભંજ જિલ્લાની છે. કલ્પના સોરેનનો જન્મ 1976 માં રાંચીમાં થયો હતો. તેમના પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006 ના રોજ હેમંત સોરેન સાથે થયા હતા. કલ્પના અને હેંમત સોરેનને નિખિલ અને અંશ નામના બે બાળકો છે. કલ્પના બિઝનેસ અને ચેરિટી વર્ક સાથે જોડાયેલી છે.

કોણે ખુલ્લું પાડ્યું હતું હેમંત સોરેનનું જમીન કૌભાંડ 
ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે 4.55 એકરનો  પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પૂલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવાઈ હતી. 

ઝારખંડમાં JMM-કોંગ્રેસની ગઠબંધન સરકાર 
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર છે. સોરેનની પાર્ટી જેએમએમ પાસે હાલ 29, કોંગ્રેસ પાસે 16, એનસીપી પાસે 1, આરજેડી પાસે 1 અને લેફ્ટ પાસે પણ એક સીટ છે. ભાજપ હાલ 25 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ