બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / આરોગ્ય / what diseases are caused by holding urine side effects

Health care / વારંવાર પેશાબ રોકવાની ટેવ હોય તો આજે જ બંધ કરી દેજો! કિડની ખરાબ થવાથી લઈને આ 4 બીમારીઓનો કરવો પડી શકે છે સામનો

Bijal Vyas

Last Updated: 03:00 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓફિસમાં, ઘરમાં તો ક્યારેક સફરમાં ઘણા લોકો પેશાબને રોકીને બેસે રહી છે. પરંતુ આમ કરવાથી કિડની ખરાબ થવાથી લઈને આ 4 બીમારીઓનો સામનો કરવો પડી શકે છે

  • પેશાબ રોકવાથી કિડની ખરાબ થવાની શક્યતા 
  • વધુ સમય સુધી પેશાબ રોકવાથી બ્લેડરને નુકસાન થઇ શકે છે
  • આ આદતથી તમને યુટીઆઇ ઇન્ફેક્શન થઇ શકે છે 

Holding urine side effects: આપણે આપણી બીમારીઓ અને શારિરીક સ્થિતિઓ માટે ખુદ જ જવાબદાર છીએ. હકીકતમાં લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી અમુક ભૂલો આપણને બીમાર કરે છે અને બેઠા-બેઠા આપણે હોસ્પિટલની લાઇનમાં લાગી જઇએ છીએ. આવી જ એક ભૂલ છે પેશાબ રોકવાની. જી, હાં પેશાબ રોકવાથી શરીરમાં કિડની ખરાબ થવાથી લઇને આ બીમારીઓ થઇ શકે છે. આવો આજે તેવી જ બીમારીઓ વિશે જાણીએ જે પેશાબ રોકવાના કારણે થાય છે. 

પેશાબ રોકવાથી થાય છે આ બીમારીઓ 
1. બ્લેડર ખરાબ 

બ્લેડર એટલે જેમાં પેશાબ જમા થાય છે તે થેલી છે અને અહીંથી પેશાબ જમા થઇને બહાર નિકળે છે. જ્યારે તમે પેશાબ રોકી રાખો છો તો આ થેલી પર પ્રેશર પડે છે અને બ્લેડરને નુકસાન થઇ શકે છે. તેમાં આ બ્લેડરની માંસપેશિઓ નબળી બને છે, અને ઘણી વખત તો તે ફાટી પણ શકે છે. 

Topic | VTV Gujarati

2. યુટીઆઇ ઇન્ફેક્શન 
પેશાબને રોકીને રાખવાનું યુટીઆઇ ઇન્ફેક્શન એક મોટુ કારણ છે. જી, હાં પેશાબ મોટાભાગમાં પોતાના શરીરના ડિટોક્સીફાઇંગ પ્રોસેસ છે અને તમે તેને રોકો છો તો આ બેક્ટેરિયા બિલ્ડઅપને વધારી લે છે. તેનાથી પીએચ ખરાબ થાય છે અને તમે યુટીઆઇ ઇન્ફેક્શનના શિકાર થઇ જાઓ છો. 

3. કિડની ખરાબ થશે 
કિડની ખરાબ થશે, હકીકતમાં પેશાબ અને શરીરમાં ફિલ્ટ્રેશનના પ્રોસેસથી જોડાઇ શકે છે. હકીકતમાં જ્યારે તમે પેશાબ રોકી રાખો છો તો શરીરના ફિલ્ટ્રેશન ખરાબ થાય છે અને તેનાથી કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. એટલુ જ નહીં. લાંબા સમયે આ આદતના કારણે કિડની સેલ્સને પણ નુકસાન પહોંચાડી કિડનીને ડેમેજ થવાનું કારણ બની શકે છે. 

Tag | VTV Gujarati

4. શરીરમાં સોજા આવવા 
શરીરમાં સોજા ત્યારે આવે છે જ્યારે શરીરમાં સોડિયમ એટલે કે તરલ પદાર્થ જમા થવા લાગે છે. હવે તમે પેશાબ રોકી રાખો છો તો વધારે તરલ પદાર્થ વધી રહે છે. તેનાથી શરીરમાં સોજા ઉત્પન્ન થઇ શકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી શરીરમાં તેનો પ્રભાવ જોઇ શકાય છે. 

તો આ આદતને છોડી દો. પેશાબ ના રોકો. જ્યારે પેશાબ આવે ત્યારે જઇને ફ્રેશ થઇ આવો. જેથી શરીર સ્વસ્થ રહે, તમે પણ ફ્રેશ રહેશો અને તમારા શરીરને પણ બીમારીઓથી બચાવી શકશો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ