બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 05:00 PM, 5 January 2024
ADVERTISEMENT
દિલ્લી હાઈકોર્ટે હાલમાં જ ગેરકાનુની ગતિવિધિઓ અધિનિયમ એટલે UAPA હેઠળ આરોપી શખ્સને જામીન આપ્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ હથિયારોના પ્રશિક્ષણ માટે સીમા પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો. પણ એજન્સી કાયદાના નિર્ધારિત સમયની અંદર તેની તપાસ પૂરી કરી શકી નહીં. જેના કારણે આરોપીને ડિફોલ્ટ જામીન આપવામાં આવ્યા છે. હાઈકોર્ટના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તાત્કાલિક આ નિર્ણયને રદ કરતા કહ્યું કે અદાલતોએ આવા કેસને હળવાશથી ન લેવા જોઈએ. કારણ કે આ કેસમાં આતંકવાદી ગતિવિધિઓ પણ સામેલ છે.
મહત્તમ સમયગાળો 180 દિવસ સુધી લંબાવી શકાય છે
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને રાજેશ બિંદલની ખંડપીઠે કહ્યું કે હાઈકોર્ટે ટાડા કેસમાં સુપ્રીમ કોર્ટના 1994ના ચુકાદા પર ખોટી રીતે વિશ્વાસ કર્યો અને UAPA કેસમાં તેને 2019ના ચુકાદાને અવગણ્યો કર્યો. જેમાં તેનું કહેવુ હતું કે તપાસ માટે યૂએપીએના કેસમાં તપાસ માટે મહત્તમ સમયગાળો 180 દિવસ સુધી લંબાવી શકાય છે.
ગુનાની પ્રકૃતિ ધ્યાનમાં ન લેવાઈ
હાલના કેસમાં આરોપી પર ભારતીય દંડ સંહિતા , UAPA અને આર્મ્સ એક્ટની અલગ અલગ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂરી કરવામાં થયેલા વિલંબના કારણે દિલ્લી હાઈકોર્ટે ડિફોલ્ટ જામીન આપ્યા હતા. સુપ્રિમ કોર્ટના ખંડપીઠે કહ્યું કે તેના બીજા પાસા પર પણ નજર કરવી જોઈએ કે કે તેની પ્રવૃતિ ગુનાહિત પ્રવૃતિ છે. જેની અસર માત્ર ભારત પર જ નહીં અન્ય દુશ્મન દેશો પર પણ તેની અસર પડે છે. જેથી આ કેસને હળવાશમાં ન લેવો જોઈએ. સુપ્રિમ કોર્ટે આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું વર્ષ 2019માં મહારાષ્ટ્ર રાજ્ય બનામ સુરેન્દ્ર પુંડલિક ગાડલિંગ અને અન્યના કેસમા કલમ 43D (2) (b)ની જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવી હતી.. આ કેસમાં FSL રિપોર્ટની રાહ જોવામાં આવી હતી. જ્યારે હાલના કેસમાં આરોપીની કસ્ટડી ખુબ જ જરૂરી હતી.. કારણ કે નાણાકીય લેવડ દેવડની જાણકારી મેળવવા માટે અન્ય શહેરોમાં ફેલાયેલા ષડયંત્રની તપાસ કરવાની હતી અને તે જરૂરી હતું. હાઈકોર્ટ UAPA સંબંધિત 2019ના ઉપરોક્ત નિર્ણયને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ. "તેને TADAની જોગવાઈઓ માટે 1994 ના નિર્ણય પર વિશ્વાસ રાખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.