બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / WFI says it is a hidden agenda of a wrestlers metoo allegations

વિવાદ / છુપો એજન્ડા, પહેલવાનોના #MeeToo આરોપ પર કુશ્તી સંઘનો પલટવાર, ખેલ મંત્રાલયને પત્ર લખ્યો

Vaidehi

Last Updated: 06:07 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WFIની તરફથી ખેલ મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે, 'આ પ્રદર્શન પહેલવાનોની ભલાઈ માટે નથી થઈ રહ્યું, તે તો માત્ર એક છૂપાયેલો એજન્ડા છે.'

WFIએ પહેલવાનોનાં આરોપો પર કર્યો પલટવાર
કહ્યું કે પ્રદર્શન પાછળ પહેલવાનોનો છૂપાયેલો એજન્ડા છે
'#metooનાં આરોપો પ્રેશર બનાવવા માટે લાગ્યાં છે'- WFI

ઓલંપિક પદક વિજેતા બજરંગ પુનિયા સહિત દેશનાં અનેક કુશ્તીબાજો દિલ્હીનાં જંતર-મંતરમાં થઈ રહેલી હડતાલ હવે પૂર્ણ થઈ છે. કુશ્તીબાજોએ ખેલમંત્રી અનુરાગ ઠાકુરથી મળેલા આશ્વાસન બાદ પ્રદર્શન પૂર્ણ કર્યું છે. હડતાલ પર બેઠેલા પહેલવાનોનો આરોપ હતો કે WFI પોતાના મનનાં ધાર્યા નિયમોથી પહેલાનોનું ઉત્પડીન કરી રહ્યું છે. કેટલાક કુશ્તીબાજોએ WFIનાં અધ્યક્ષ પર #metooનો આરોપ મૂક્યો હતો જેનો પલટવાર WFIએ કર્યો છેય

'પ્રદર્શન પાછળ છૂપાયેલો એજન્ડા છે'
WFI તરફથી આવેલા જવાબમાં કુશ્તીબાજો તરફથી લગાડવામાં આવેલા #metooનાં આરોપોને છૂપાયેલો એજન્ડા અને વ્યક્તિગત દુશ્મનાવટ કહ્યું છે. WFIની તરફથી ખેલ તથા યુવા મામલાનાં મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રદર્શન પહેલવાનોની ભલાઈ કે સુધારણા માટે નથી. આ માત્ર એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણકે તેની પાછળ છૂપાયેલો એક એજન્ડા છે અને આ બધું જ WFIની ઉપર પ્રેશર બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

અનુરાગ ઠાકુરે કરી મીટિંગ, બનાવી કમિટી
ભારતીય કુશ્તી સંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણસિંહ અને પહેલવાનોની વચ્ચેનાં વિવાદની વચ્ચે શુક્રવારે ખેલમંત્રી અનુરાગ ઠાકુરનાં સરકારી આવાસ પર 7 કલાક સુધી મીટિંગ કરવામાં આવી. આ મીટિંગમાં સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી 4 સપ્તાહમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરશે. જ્યાં સુધી કમિટીની તપાસ પૂર્ણ થતી નથી ત્યાં સુધી બૃજભૂષણ સિંહ કુશ્તી સંઘનાં  અધ્યક્ષ તરીકેની પોતાની જવાબદારીઓથી પોતાને અલગ રાખશે. અનુરાગ ઠાકુરનાં આશ્વાસન બાદ પહેલવાનોની તરફથી બજરંગ પુનિયાએ જંતર-મંતર પર હડતાલ સમાપ્ત કરવાનું એલાન કર્યું હતું.

પહેલવાનોએ શું માગ કરી 
- રેસલિંગ એસોસિએશનને બરતરફ કરવું જોઈએ.
- બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવો 
- જ્યાં સુધી ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલી રાખીશું 
- એક્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ એથ્લીટ કોઈ પણ ઈવેન્ટમાં ભાગ નહીં લે.
- ફેડરેશને ખેલાડીઓને સપોર્ટ અને સહયોગ આપવો જોઈએ.
- રમતની જરૂરિયાતોનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવો
- ખેલાડીઓ સાથે ખોટું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો 

બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ