બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / web series farhan akhtar announces web series bambai meri jaan stream on amazon prime video

મનોરંજન / જો તમે પણ ક્રાઇમ-થિલરના છો દિવાના, તો તૈયાર થઇ જાઓ, આવી રહી છે 10 એપિસોડવાળી સિરીઝ 'બંબઇ મેરી જાન'

Manisha Jogi

Last Updated: 02:14 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન પ્રાઈમ વિડીયોએ વધુ એક ક્રાઈમ ડ્રામા સીરિઝ, બંબઈ મેરી જાનના ગ્લોબલ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ સીરિઝ રિતેશ સિધવાની, કાસિમ જગમગિયા અને ફરહાન અખ્તરે નિર્મિત કરવામાં આવી છે.

  • એમેઝોન પ્રાઈમ વિડીયોએ વધુ એક ક્રાઈમ ડ્રામા સીરિઝની જાહેરાત કરી
  • 14 સપ્ટેમ્બરના રોજ 240 દેશમાં પ્રીમિયર કરવામાં આવશે
  • બંબઈ મેરી જાનના ગ્લોબપલ પ્રીમિયરની જાહેરાત

એમેઝોન પ્રાઈમ વિડીયોએ વધુ એક ક્રાઈમ ડ્રામા સીરિઝ, બંબઈ મેરી જાનના ગ્લોબલ પ્રીમિયરની જાહેરાત કરી છે. આ સીરિઝ 10 એપિસોડની છે. 14 સપ્ટેમ્બરના રોજ 240 દેશમાં આ સીરિઝનું પ્રાઈમ વિડીયો પર પ્રીમિયર કરવામાં આવશે. આ સીરિઝ રિતેશ સિધવાની, કાસિમ જગમગિયા અને ફરહાન અખ્તરે નિર્મિત કરવામાં આવી છે. 

આ સીરિઝમાં અમાયરા દસ્તૂર મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. આ સીરિઝમાં કે.કે. મેનન, અવિનાશ તિવારી, કૃતિકા કામરા અને નિવેદિતા ભટ્ટાચાર્ય જેવા કલાકાર એક્ટિંગ કરતા જોવા મળશે. આ એક ફિક્શનલ ક્રાઈમ સીરિઝ છે. જેમાં પિતા અને પુત્રની મનોરંજક કહાની દર્શાવવામાં આવી છે. બંને એક જ સિક્કાની બે બાજુ છે. આ સીરિઝ આઝાદી પછીના દિવસો પર આધારિત છે. આ કહાનીમાં યુવા, દારા કાદરીના જીવન અને ઉત્થાનને દર્શાવે છે.

પ્રાઈમ વિડીયોમાં ઓરિજિનલ્સ હેડ અપર્ણા પુરોહિતે જણાવ્યું છે કે, ‘બંબઈ મેરી જાન સપના અને મહત્ત્વાકાંક્ષાની રસપ્રદ કહાની છે. જે સત્તા માટેની અસીમિત ભૂખને દર્શાવે છે. આ કહાની સિમ્ફનીની જેમ છે, જે મુખ્ય પાત્રોના વિચાર અને લાગણીને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકોને આ કહાની પસંદ આવશે.’

એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિધવાની જણાવે છે કે, ‘બંબઈ મેરી જાન એક આઝાદ રાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર મુંબઈમાં અંડરવર્લ્ડની કહાની દર્શાવે છે. દર્શકોને એન્ટરટેઈનિંગ ગેંગસ્ટર થ્રિલર જોવા મળશે. સમગ્ર વિશ્વમાં દર્શકો માટેના વિચારને ઉડાન આપનાર સીરિઝ દર્શાવવા માટે પ્રાઈમ વિડીયો સાથે ફરીથી કામ કરવા માટે ખૂબ જ ખુશ છીએ.’

શોના નિર્માતા શુજાત સોદાગર જણાવે છે કે, ‘બંબઈ મેરી જાન નેચર vs પાલન-પોષણની જટિલતા સાથે સંબંધિત છે. આ કારણોસર મને હંમેશા થીમ બેઝ્ડ સાથે જોડાયેલ કહાની પસંદ આવે છે. બંબઈ મેરી જાન એક એવા પરિવારની ગાથા છે, જે આઝાદ મુંબઈમાં વિકાસની સાથે સાથે પરેશાની અને મુશ્કેલ અનુભવોની મદદથી આગળ વધી રહ્યો છે. અમે તે સીરિઝ માટે દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે આતુર છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ