બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather expert Paresh Goswami cold forecast

આગાહી / ગુજરાતમાં ગુલાબી ઠંડી માટે જોવી પડશે વધુ 'રાહ', ચાલુ વર્ષે શિયાળો આટલા દિવસ મોડો આવશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ઠંડી આગાહી

Vishal Khamar

Last Updated: 08:33 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋતુચક્રમાં છેલ્લા ઘણા સમયથી ફેરફારને કારણે ખેડૂતો સહિત જનજીવન પર મોટી અસર પડી રહી છે. ત્યારે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરી છે કે, ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

  • રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડા શરૂ થાય તેવી શક્યતા
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
  • 10 ઓક્ટોબર બાદ ઉત્તર પૂર્વનના પવન ફૂંકાશે

 છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાંથી ચોમાસુ ધીમા પગલે વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી શક્યતાઓ છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન 20 દિવસ મોડી શરૂ થયા તેવી સંભાવનાં છે. 

પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)

ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતાઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,  દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે.  વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે.   10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે.  ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે.  અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે.
20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશેઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
પરંતું ઉત્તર-પૂર્વનાં જે પવનો છે એ 10 ઓક્ટોમ્બર પછી સેટ થઈ જશે. પરંતું ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.   ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી સારી જોવા મળે તેવું મારૂ અનુમાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ