બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Wear masks in public places, follow social distancing: IMA issues advisory

મહામારી / BIG NEWS : કોરોના પર IMAની મોટી ગાઈડલાઈન્સ, શું કરવું અને શું ન કરવું લોકોને અપાઈ સલાહ

Hiralal

Last Updated: 04:29 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાને ઉગતો જ ડામવા માટે સરકાર મેદાને પડી છે. IMAએ મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે.

  • દેશમાં કોરોનાનું જોખમ વધતાં શરુ થયા મોટા પાયે પગલાં
  • હેલ્થ મિનિસ્ટ્રી બાદ હવે  IMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ
  • લોકોને લગ્ન પ્રસંગ બંધ રાખવાની, ભીડ ટાળવાની સલાહ 

પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી છે. હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરીના એક બાદ હવે ઈન્ડીયન મેડિકલ એસોસિેએશને એક મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને શું કરવું અને શું ન કરવું તે સંબંધિત સલાહ આપી છે. 

લોકોને અપાઈ આવી સલાહ 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. આઈએમએના પ્રમુખ એસ.એન.પી.સિંહે કહ્યું કે ચીન, અમેરિકા જેવા દેશોમાં જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હવે આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી પ્રવાસો ટાળવાની પણ અપીલ કરી છે. ડો.સિંહે કહ્યું કે આ એક એવો પ્રસંગ છે જ્યારે વિદેશ યાત્રાઓ ફક્ત મુસાફરી માટે ન કરવી જોઈએ.તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, બિન-આવશ્યક મુસાફરી ન કરવી અને સમારંભો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગાઈડલાઈન્સમાં શું કહેવાયું 

  • (1) બિનજરુરી પ્રવાસ ટાળવો
  • (2) લગ્ન પ્રસંગે પણ શક્ય હોય તો ટાળવા
  • (3) ભીડવાળી જગ્યાએ ન જાવ
  • (4) જાહેર સ્થળોએ  માસ્ક અનિવાર્યપણે પહેરો
  • (5) સેનિટાઈઝરનો ઉપયોગ કરો 
  • (6) સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે.
  • (7)  સાબુ અને પાણી અથવા સેનિટાઇઝર્સથી નિયમિતપણે હાથ ધોવા
  • (8)  આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો
  • (9)  તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, લૂઝ મોશન વગેરે જેવા કોઈપણ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો
  • (10) વહેલી તકે સાવચેતીના ડોઝ સહિત તમારું કોવિડ રસીકરણ મેળવો
  • (11) સમયાંતરે જારી કરવામાં આવેલી સરકારી સલાહકારને અનુસરો

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા 
ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.

પીએમ મોદીએ બોલાવી મોટી બેઠક 
પીએમ મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે બેઠક બોલાવી છે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ, ફરજિયાત માસ્ક જેવા નિર્ણયો લઈ શકાશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું છે કે, ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, ચીનની સ્થિતિથી ડરવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે મોટા મેળાવડાથી પણ બચવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ