બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / We will approach court for Delhi CM Kejriwal to work from jail if he is arrested by ED: Atishi

દિલ્હી / 'જેલમાંથી સરકાર ચલાવીશું', કેજરીવાલે AAP ધારાસભ્યોને કહ્યું, આતિશી બોલ્યાં-જેલમાંથી કામ માટે કોર્ટ જઈશું

Hiralal

Last Updated: 07:45 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડની તપાસ કરી રહેલી ઈડી હવે ગમે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે તેવી સંભાવના છે અને ખુદ કેજરીવાલે આજે ધારાસભ્યોની બેઠકમાં તેને લઈને ઈશારો કરી દીધો છે.

 

  • દારુ કૌભાંડમાં ઈડી દિલ્હી સીએમ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરે તેવી સંભાવના
  • કેજરીવાલે આજે AAP ધારાસભ્યોની બેઠકમાં કર્યો ઈશારો
  • કહ્યું કે 'જેલમાંથી સરકાર ચલાવીશું'

દારુ કૌભાંડમાં ઈડી દિલ્હી સીએમ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરે તેવી સંભાવના છે. અત્યાર સુધીના આપના 3 મોટા નેતાની ધરપકડ થઈ ચૂકી છે અને હવે તપાસનો રેલ સીએમ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. ઈડીએ ગત 2 નવેમ્બરે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યાં હતા પરંતુ તેઓ ન ગયા એટલે હવે તેમને ફરી વાર સમન અપાશે અને પૂછપરછ બાદ તેમની ધરપકડ થઈ શકે છે. પોતાની ધરપકડ થવાની છે તેનો ઈશારો ખુદ કેજરીવાલે કર્યો છે.

ધારાસભ્યોની બેઠકમાં શું બોલ્યાં કેજરીવાલ 
કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં કેજરીવાલે ધારાસભ્યોને એવો ઈશારો કર્યો કે પોતાની ધરપકડના કિસ્સામાં 'જેલમાંથી સરકાર ચલાવીશું'. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે જો કેજરીવાલની ધરપકડ થશે તો જેલમાંથી સરકાર ચલાવવા માટે આમ આદમી પાર્ટી કોર્ટનો સંપર્ક કરશે. 

શું છે દારુ કૌભાંડ
નવેમ્બર 2021 માં, દિલ્હી સરકારે ખૂબ જ ધામધૂમથી નવી આબકારી નીતિ શરૂ કરી. તેના કારણે દિલ્હીમાં દારૂ ઘણો સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ આપવાની આઝાદી મળી. જોકે, ભાજપે દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. પસંદગી પામેલા ડીલરોને લાભ મળ્યો હતો. જુલાઈ 2022 સુધીમાં, આ મુદ્દે એટલો હોબાળો મચ્યો કે લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો. રિપોર્ટના આધારે એલજીએ સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. આ જ કેસની તપાસ દરમિયાન CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

15 લોકો અને અજાણ્યા લોકો વિરુદ્ધ FIR

સીબીઆઈએ આ કેસમાં 15 લોકો અને અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. સિસોદિયાને આરોપી નંબર 1 બનાવવામાં આવ્યો હતો. CBI FIRમાં સામેલ આરોપીઓના નામ નીચે મુજબ છે.

મનીષ સિસોદિયા
અર્વા ગોપી કૃષ્ણ
આનંદ તિવારી
પંકજ ભટનાગર
વિજય નાયર
મનોજ રાય
અમનદીપ ધાલ
સમીર મહેન્દ્રુ
અમિત અરોરા
બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડ
દિનેશ અરોરા
મહાદેવ લિકર
સની મારવાહ
અરુણ રામચંદ્ર પિલ્લઈ
અર્જુન પાંડે
અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ
એન્ફોર્સમેન્ટ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ