બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Want to avoid online fraud? So quickly make your internet banking secure, follow these 4 steps

ટેક્નોલોજી / ઑનલાઇન ફ્રોડથી બચવું છે? તો ફટાફટ તમારા ઇન્ટરનેટ બેંકિંગને કરો સુરક્ષિત, ફૉલો કરો આ 4 સ્ટેપ્સ

Megha

Last Updated: 11:08 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં ઈન્ટરનેટ બેન્કિંગ સિક્યોર રાખવું જરૂરી બની ગયું છે નહીં તો છેતરપિંડી કરનારાઓ મહેનતની કમાણી આંખના પલકારામાં ખાલી કરી શકે છે. ખાસ આ બાબતોનું રાખો ધ્યાન.

  • બેંકને લગતા મોટાભાગના કામ ઘરે બેસીને ચપટીમાં થઈ જાય છે
  • ઇન્ટરનેટ બેન્કિંગ સમયે આ બાબતોનું રાખો ધ્યાન 
  • ઓનલાઈન ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

એક સમય એવો હતો કે દરેક નાના-મોટા કામ માટે બેંકમાં જવું પડતું હતું. એ પછી ભલે ખાતું ખોલાવવાથી લઈને પૈસા ઉપાડવા અને જમા કરાવવા જએવું કામ હોય, દરેક કામ માટે બેંકમાં જવું ફરજિયાત હતું પણ ધીરે ધીરે સમય બદલાતો રહ્યો અને હવે સમય એટલો બદલાઈ ગયો છે કે બેંકને લગતા મોટાભાગના કામ ઘરે બેસીને જ ચપટીમાં થઈ જાય છે. પૈસા મોકલવાથી લઈને પૈસા જમા કરાવવા અને લોન લેવા જેવી પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે અને આ બધી પ્રક્રિયામાં ગ્રાહકોની મદદ કરે છે ઈન્ટરનેટ બેંકિંગ. પણ એ યાદ રાખવું એ જરૂરી છે કે તમારું ઈન્ટરનેટ બેન્કિંગ પણ સિક્યોર રાખવું પડે છે નહીં તો છેતરપિંડી કરનારાઓ મહેનતની કમાણી આંખના પલકારામાં ખાલી કરી શકે છે. આજે અમે તમને જણાવશું કે ઇન્ટરનેટ બેન્કિંગ સમયે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. 

આ બાબતોનું રાખો ધ્યાનઃ- 

પાસવર્ડ બદલતા રહો અને મજબૂત રાખો
જો તમે ઇચ્છો છો કે તમારી નેટ બેન્કિંગ સિક્યોરડ રહે અને કોઈ તમારી સાથે છેતરપિંડી ન કરી શકે તો એ માટે પાસવર્ડ તેમ મહત્વની ભૂમિકા ભજવે છે. એ માટે તમારે તમારા ઈન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ મજબૂત રાખવો પડશે અને એ સાથે સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. સામાન્ય રીતે દરેક લોકો 1234567 અથવા નામ પછી 12345 જેવા સરળ પાસવર્ડ છે પણ તેની જગ્યા એ ઉદાહરણ તરીકે તમારે AI!ELCE@409872 #$ જેવા પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. 

બીજી કોઈ સિસ્ટમ પર લોગીન ન કરવું 
ખાસ ધ્યાનમાં લેવા જએવી વાત એ છે કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં સમયે કોઈ બીજાના લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ પર લોગીન ન કરવું જોઈએ, આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. એટલા માટે ભૂલથી પણ સાયબર કાફે, કોઈ મિત્ર કે ઓફિસ કે કોઈ અજાણી સિસ્ટમ પર નેટ બેન્કિંગ લોગીન ન કરો. 

કોઈપણ વેબસાઈટ પર બેંકિંગ ડિટેલ્સ સેવ ન કરો 
જો તમે છેતરપિંડીથી બચવા માંગો છો તો ભૂલથી પણ તમારી બેંકિંગ માહિતી કોઈપણ થર્ડ પાર્ટી વેબસાઇટ પર સેવ ન કરો. ઉદાહરણ તરીકે ઘણા લોકો બ્રાઉઝર અથવા કોઈપણ શોપિંગ વેબસાઈટ પર નેટ બેન્કિંગથી લોગિન કરે છે ત્યારે ત્યાં લોકો આઈડી અને પાસવર્ડ સેવ કરે છે જેથી બીજી વખત ઉપયોગ કરવા પર સરળતા રહે પણ આવું ક્યારેય ન કરવું જોઈએ, આમ કરવાથી છેતરપિંડી થવાની શક્યતા ઘણી વધી જાય છે. 

અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું 
આજકાલ ઘણા લોકોને ઈમેલ, મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા અજાણી લિંક્સ મળતી આવે છે અને જો તેના પર ભૂલથી ક્લિક કરવામાં આવે તો આંખના પલકારામાં તમારી બેંકિંગ માહિતી ચોરી થઈ શકે છે અથવા તમારી સિસ્ટમ અને મોબાઈલ હેક પણ થઈ શકે છે. આ માટે ખાસ ઘ્યાન રાખો કે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ